Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : શહેરજનોની સુવિધામાં થશે વધારો, PM MODI કરશે આધુનિક બસનું ફ્લેગઓફ

આવનારી 22 તારીખે વડાપ્રધાન મોદીના હસ્તે આધુનિક બસનું ફ્લેગ ઓફ કરાશે. શહેરીજનોની સુવિધામાં વધારો થશે. શહેરમાં પહેલીવાર કેમેરાવાળી 50 આધુનિક ઇલેક્ટ્રિક સિટીબસ 22 તારીખથી દોડતી થઈ જશે.એક બસમાં કુલ ચાર સીસીટીવી કેમેરા અને ઇમરજન્સી સાયરન લગાડવામાં આવ્યું છે. ખાસ કરીને...
surat   શહેરજનોની સુવિધામાં થશે વધારો  pm modi કરશે આધુનિક બસનું ફ્લેગઓફ

આવનારી 22 તારીખે વડાપ્રધાન મોદીના હસ્તે આધુનિક બસનું ફ્લેગ ઓફ કરાશે. શહેરીજનોની સુવિધામાં વધારો થશે. શહેરમાં પહેલીવાર કેમેરાવાળી 50 આધુનિક ઇલેક્ટ્રિક સિટીબસ 22 તારીખથી દોડતી થઈ જશે.એક બસમાં કુલ ચાર સીસીટીવી કેમેરા અને ઇમરજન્સી સાયરન લગાડવામાં આવ્યું છે. ખાસ કરીને લોકોની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખી અવનવી સુવિધાઓથી બસને સજ્જ કરાઈ છે.

Advertisement

આધુનિક ઇલેક્ટ્રિક સિટી બસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફલેગ ઓફ

શહેરજનોની સુવિધામાં વધારો થવા સાથે સુરતમાં પહેલીવાર કેમેરાવાળી 50 આધુનિક ઇલેક્ટ્રિક સિટી બસ સેવા આવનારી 22 મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફલેગ ઓફ કરાશે. 22 તારીખથી સુરતના રસ્તાઓ પણ આધુનિક બસ દોડતી થઈ જશે. આ અંગે મનપા અધિકારી પ્રદીપ ભાઈ જણાવ્યું હતું કે આવનારી 22 તારીખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવી આધુનિક સુવિધા ધરાવતી 50 બસોનું ફ્લેગ ઓફ કરાશે. શહેરીજનોની સુવિધામાં વધારો થશે.

Advertisement

નવી આધુનિક બસ 12 મીટરની લંબાઈ ધરાવે છે, જેમાં સિટીંગ કેપેસીટી 33 છે. એટલું જ નહીં બસમાં આગળ અને પાછળ લોકોને સુરક્ષાને ધ્યાને રાખી કેમેરાથી સજ્જ કરાઈ છે. આ સીસી કેમેરાનું મોનીટરીંગ સુરતના આઇસીસીસી એટલે કે કમાંડ એન્ડ કન્ટ્રોલ રૂમ ખાતે કરાશે. જેનાથી કોઈ અકસ્માત કે કોઈ ઘટના બને તો તાત્કાલિક એક્શન લઈ શકાશે. તેમજ સંપૂર્ણ ફાયર સેફટી સાથેની આ એ.સી બસમાં જીએપીએસ ટ્રેકિંગ સિસ્ટમ પણ છે.

હાલમાં સિટી, બીઆરટીએસ અને ઇલેકટ્રીક મળી 700થી વધુ બસો દોડી રહી

હાલમાં સિટી, બીઆરટીએસ અને ઇલેકટ્રીક મળી 700થી વધુ બસો દોડી રહી છે. જેમાં ડિઝલ 497 બસ છે. નોંધનીય છે કે, સુરત મહાનગર પાલિકા 150-150 લેખે ચાર ફેઝમાં 600 ઇલેકટ્રીક બસના ઓર્ડર આપ્યા હતા. જે પૈકી શહેરના રસ્તા પર 250 ઇલેકટ્રીક બસ દોડી રહી છે અને નવી બસોના હવે તેમાં ઉમેરો થશે.

Advertisement

આગામી 2025 સુધીમાં શહેરના રસ્તા પર પરિવહન સેવા આપવા માટે 1000 ઇલેકટ્રીક બસોનું સુરત મનપા દ્વારા આયોજન કરાયું છે. આ સાથે જ નવી બસોમાં ટ્રેકિંગ સિસ્ટમ પણ છે. જેનાથી ટીકીટ ચોરી અટકાવી સકાશે અને સીસીટીવી કેમેરાથી લોકોની સુરક્ષા વ્યવસ્થા પણ જળવાઈ રહેશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને આધુનિક સુવિધાઓ સાથે સજજ એવી બસ આપવા માટેની તૈયારી કરાઈ છે. હવે સુરતી લાલાઓ નવી આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. શહેરીજનોની સુવિધામાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે,સીસીટીવી કેમેરાની સાથે જ ફોટો પણ આવતા જતા મુસાફરનો બસની અંદર જ સ્કેન થશે. આ તમામ બેકઅપ જે છે આઈ ટ્રિપલ સી એટલે કે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતે રાખવામાં આવશે.

અહેવાલ - રાબિયા સાલેહ 

આ પણ વાંચો -- NIDJAM 2024 માં નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીની વધુ એક દીકરીને મેડલ

Tags :
Advertisement

.