Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: ઉદ્યોગપતિએ નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત

સુરતમાં ઉદ્યોગપતિએકારથી સર્જ્યો અકસ્માત ઉદ્યોગપતિએ BRTSની રેલિંગ પર કાર ચઢાવી ઉમરા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો નોંધ્યો ગુનો Surat: સુરતમાં (Surat)ઉદ્યોગપતિએ (Businessman)નશાની (drink)હાલતમાં અકસ્માત સર્જ્યો છે. જેમાં ઉદ્યોગપતિ વત્સલે વોલ્વો કારથી અકસ્માત સર્જ્યો છે. ઉદ્યોગપતિએ BRTSની રેલિંગ પર કાર ચઢાવી...
surat  ઉદ્યોગપતિએ નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત
  1. સુરતમાં ઉદ્યોગપતિએકારથી સર્જ્યો અકસ્માત
  2. ઉદ્યોગપતિએ BRTSની રેલિંગ પર કાર ચઢાવી
  3. ઉમરા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો નોંધ્યો ગુનો

Surat: સુરતમાં (Surat)ઉદ્યોગપતિએ (Businessman)નશાની (drink)હાલતમાં અકસ્માત સર્જ્યો છે. જેમાં ઉદ્યોગપતિ વત્સલે વોલ્વો કારથી અકસ્માત સર્જ્યો છે. ઉદ્યોગપતિએ BRTSની રેલિંગ પર કાર ચઢાવી હતી. જેમાં અકસ્માત સર્જી વત્સલે દાદાગીરી કરી છે. ઉમરા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે. તેમાં કાર્યવાહી બાદ વત્સલને જામીન આપી છોડી દેવાયો છે.

Advertisement

ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી

ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી છે. જેમાં ઉદ્યોગપતિએ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો છે. ઉમરા પોલીસે કલાકોમાં વત્સલ નાયકને જવા દેતા હોબાળો થયો હતો. જેમાં ઉદ્યોગપતિને છાવરતી પોલીસની ભૂમિકા સામે શહેરમાં ભારે ચર્ચા જાગી છે. સુરતના સીમાડે આવેલી સચિન જીઆઈડીસી સ્થિત કેમિકલ મેન્યુફેકચર્સ એવા મહાવીર કેમિકલ પ્રા.લી. અને હેઝાર્ડસ સોલીડનો નિકાલ કરતી કંપની મહાવીર ઈકો પ્રોજેક્ટ પ્રા.લી.નાં માલિક વત્સલ દિનકર નાયક કે જેઓ સાઉથ ગુજરાત કેમિકલ મેન્યુફેકચર્સ એસોસિયેશનના પ્રમુખ પણ છે તેઓએ અણુવ્રત દ્વાર પાસે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં લક્ઝુરિયસ વોલ્વો દ્વારા અકસ્માત સજર્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Rain in Ahmedabad : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર

જાહેર રસ્તે ઉધોગપતિ નશો કરતા ઝડપાતા ભારે ચર્ચાનો વિષય બન્યો

ચાલુ કારે દારૂ પીતા પકડાયેલા વત્સલ નાયકે ઉમરા પોલીસ સાથે દાદાગીરી કરતા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી સબક તો જરૂર શીખવ્યો હતો. દારૂના નશામાં પોલીસને ગાળો આપનાર વત્સલ નાયકની ઘટના અંગે ઉમરા પીઆઈએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને જાણ કરતા પ્રથમ ગુનો દાખલ કરી દેવાયો હતો. પરંતુ પાછળથી કેટલાક વગદાર વ્યક્તિઓનો ફોન આવતા ગત રાતે પોલીસ સ્ટેશનમાં જામીન આપી મુક્ત કરી દેવાતાં ભારે ચર્ચા ઊભી થઈ હતી. કોઈ સાધારણ વ્યક્તિ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાય તો પોલીસ સ્ટેશનથી કલાકોમાં જામીન મળે એ માની જ ન શકાય પરંતુ આ કિસ્સામાં તો પોલીસે જ આરોપીને છૂટ્ટો દોર આપ્યો છે. ચોક્કસ જ મોટી વાત હોવાથી હોબાળો મચી જાય એ સ્વાભાવિક છે.

Advertisement

Tags :
Advertisement

.