Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: ગંભીર બેદરકારી દ્રશ્યો, જીવના જોખમે લોકો કાકરાપાર ડેમમાં પ્રવેશ્યા અને પછી...

કાકરાપાર ડેમમાં તંત્રની બેદરકારીથી લોકો જીવન જોખમમાં મૂકી રહ્યા છે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જો કોઈ અનિચ્છનીય ઘટના થાય તો જવાબદારીની કોની રહેશે? Surat: સુરત જિલ્લામાં કાકરાપાર ડેમમાં તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે...
surat  ગંભીર બેદરકારી દ્રશ્યો  જીવના જોખમે લોકો કાકરાપાર ડેમમાં પ્રવેશ્યા અને પછી
  1. કાકરાપાર ડેમમાં તંત્રની બેદરકારીથી લોકો જીવન જોખમમાં મૂકી રહ્યા છે
  2. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
  3. જો કોઈ અનિચ્છનીય ઘટના થાય તો જવાબદારીની કોની રહેશે?

Surat: સુરત જિલ્લામાં કાકરાપાર ડેમમાં તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે, અહીં ડેમના ક્ષેત્રમાં લોકો જીવલેણ જોખમ ઊભું કરી રહ્યા છે. તાજેતરના સમયગાળા દરમિયાન, લોકોએ ડેમની દીવાલોને પાર કરીને અનધિકૃત રીતે કેચમેન્ટ વિસ્તારમા પ્રવેશ કર્યો છે. આથી લોકો જીવના જોખમે ડેમ વિસ્તારના પ્રવેશતા તંત્ર પર સવાલ થઈ રહ્યા છે. નોંધનીય છે કે, આવી રીતે ડેમમાં પ્રવેશ મેળવવો ખતરનાક પરિસ્થિતિ સર્જી રહી છે. ડેમ વિસ્તારમાં અવરજવર અને સેલ્ફી લઈ રહ્યા લોકોના આ ચિંતાજનક દ્રશ્યો સામે પોલીસ અને પ્રશાસન દુરદર્શન બની રહી છે.

Advertisement

આ પણ વાંચો: Fact Check: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ લખી ગયું પ્રેમની દાસ્તાન? સત્ય આવ્યું સામે

Advertisement

અધિકારીઓની ઘોર બેદરકારી

કાકરાપાર ડેમમાં જળસ્તર સતત વધતું જાય છે, અને તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. આ વધારાના જળ સ્તર સાથે, ડેમના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. તેઓ આ ગંભીર સ્થિતિની નિર્માણ પામી છે, પરંતુ તેમ છતાં સંભાળની કોઈ વિશેષ તકેદારી લેવામાં આવી નથી. એ માત્ર વાસ્તવિક સમસ્યાનું પ્રતિબિંબ છે કે જ્યારે અધિકારીઓ બેદરકારીમાંથી બહાર ન આવે, ત્યારે સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવતું નથી.

આ પણ વાંચો: ત્રીજા વિશ્વ યુદ્ધનું ફૂંકાઈ ગયું બિગુલ? HEZBOLLAH ના ઘાતક હુમલાથી ISRAEL માં EMERGENCY જાહેર!

Advertisement

અધિકારીઓની નિંદ્રા! કંઈ થશે તો જવાબદારીની કોની રહેશે?

કાકરાપાર ડેમમાં લોકો દિવાલ કૂદીને પ્રવેશ લઈ રહ્યા છે. જો કે, નદીનો પ્રવાસ સતત વધી રહ્યો છે, જેથી અનિચ્છનીય પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. સ્થાનિક લોકો અને સેલ્ફી લેનારા યાત્રીઓના જીવનું સુરક્ષિત નિવારણ આવશ્યક છે. જો કોઈ અનિચ્છનીય ઘટના બને છે, તો તે ડેમના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે જવાબદાર હશે? જેથી હવે વધુ સાવચેતી અને યોગ્ય નિયંત્રણની જરૂર છે.

આ પણ વાંચો: Bhikhusinh Parmar: કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ! રાજ્યકક્ષાના મંત્રીએ ભુવા વિધિને કરી પ્રોત્સાહિત

Tags :
Advertisement

.