Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RSS ના વડા Mohan Bhagwat નું પાકિસ્તાનને ટકોર કરતું નિવેદન, જાણો શું કહ્યું...

અમે માર ખાતા નથી પરંતુ કોઈને મારવા પણ દેતા નથી: ભાગવત મોહન ભાગવતનું પાકિસ્તાનને ટકોર કરતું નિવેદન યુદ્ધ કરવાવાળાઓને પણ સંકટના સમયે મદદ કરીએ છીએ: ભાગવત RSS chief Mohan Bhagwat: આરએસએસના વડા મોહન ભાગવત અત્યારે સુરતની મુલાકાતે આવેલ છે....
rss ના વડા mohan bhagwat નું પાકિસ્તાનને ટકોર કરતું નિવેદન  જાણો શું કહ્યું
  1. અમે માર ખાતા નથી પરંતુ કોઈને મારવા પણ દેતા નથી: ભાગવત
  2. મોહન ભાગવતનું પાકિસ્તાનને ટકોર કરતું નિવેદન
  3. યુદ્ધ કરવાવાળાઓને પણ સંકટના સમયે મદદ કરીએ છીએ: ભાગવત

RSS chief Mohan Bhagwat: આરએસએસના વડા મોહન ભાગવત અત્યારે સુરતની મુલાકાતે આવેલ છે. આ દરમિયાન તેઓ અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે. જો કે, તેમણે પાકિસ્તાનને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. નોંધનીય છે કે, RRS ના વડા મોહન ભાગવતનું પાકિસ્તાનને ટકોર કરતું નિવેદન સામે આવ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, ‘યુદ્ધ કરવાવાળાઓને પણ સંકટના સમયે મદદ કરીએ છીએ.’

Advertisement

અમે માર ખાતા નથી પરંતુ કોઈને મારવા પણ દેતા નથીઃ મોહન ભાગવત

વધુમાં RRS ના વડા મોહન ભાગવતે કહ્યું કે, ‘અમે માર ખાતા નથી પરંતુ કોઈને મારવા પણ દેતા નથી. પાકિસ્તાને આક્રમણ કર્યું, કારગિલ સમયે ભારત ઈચ્છતતો પુરા દેશ પર આક્રમણ કરી શકતું હતું. કારગિલ સમયે સેનાને ઓર્ડર હતો કે બોર્ડર ક્રોસ નથી કરવાની. ભારતવર્ષ ક્યારેય યુદ્ધ ઉત્પન્ન કરતું નથી. ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો ત્યારે પણ જ્યા આતંકીઓ હતા ત્યાં જ સર્જિકલ સ્ટ્રાઈક કરી અને પાછા આવી ગયા હતા. લોકોને જે વિચારવું હોય તે વિચારે પરંતુ આપણો આધાર આધ્યાત્મિક છે.’

Advertisement

આ પણ વાંચો: Mohan Bhagwat: હિન્દુ સમાજના લોકો એકજૂટ થાય...' RSS પ્રમુખ ભાગવતનું મોટું નિવેદન

ભગવાન મહાવીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

નોંધનીય છે કે, આ દરમિયાન મોહન ભાગવતે વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે સાથે જૈન મુનિ મહાશ્રમણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જૈન મુનિ મહાશ્રમણના પ્રવચનમાં મોહન ભાગવતે પોતાની હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં મોહન ભાગવતે પોતાનું પ્રવચન પણ આપ્યું હતું. મોહન ભાગવત (Mohan Bhagwat) એ RRS ના વડા છે અને અત્યારે ગુજરાતમાં સુરતની મુલાકાતે આવેલા છે. જો કે, આ દરમિયાન તેમણે પાકિસ્તાનને અનુલક્ષીને મહત્વનું નિવેદન આપ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Mohan Bhagwat એ Bangladesh ના હિન્દુઓને આપી આ સલાહ, કહ્યું- જો જીવવું હોય તો...

Tags :
Advertisement

.