Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat પોલીસે અસામાજિક તત્વોને ભણાવ્યો મજબૂત પાઠ, લિંબાયતમાં કાઢ્યું સરઘસ

સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોનું કાઢ્યું સરઘસ ચિયા ગેંગના સાગરિતનું જાહેરમાં સરઘસ કઢાયું હથિયારો સાથે સ્થાનિકોમાં ફેલાવ્યો હતો ભય Surat: સુરતમાં અસમાજિક તત્વોનો આતંક ખુબ વધી રહ્યો છે. આ લોકો શહેરમાં ખુલ્લેઆમ હથિયારો લઈને ફરે છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ...
12:56 PM Sep 23, 2024 IST | VIMAL PRAJAPATI
Surat
  1. સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોનું કાઢ્યું સરઘસ
  2. ચિયા ગેંગના સાગરિતનું જાહેરમાં સરઘસ કઢાયું
  3. હથિયારો સાથે સ્થાનિકોમાં ફેલાવ્યો હતો ભય

Surat: સુરતમાં અસમાજિક તત્વોનો આતંક ખુબ વધી રહ્યો છે. આ લોકો શહેરમાં ખુલ્લેઆમ હથિયારો લઈને ફરે છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જતા હોય છે. જો કે, અત્યારે પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, સુરત પોલીસે અસામાજિક તત્વોને ભણાવ્યો પાઠ છે. સુરત પોલીસ દ્વારા લિંબાયતમાં અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું છે. આ લોકોએ શહેરીજનોમાં ભયનો માહોલ સર્જો હતો. જેથી તેમની ધરપકડ કરીને શહેરમાં સરઘસ કાઢ્યું છે.

આ પણ વાંચો: VADODARA : અટલ બ્રિજ પરથી નીચે પટકાતા મહિલાનું મોત, કારણ અકબંધ

થોડા દિવસ અગાઉ હથિયારો સાથે મચાવ્યો હતો આતંક

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, આ અસમાજિક તત્વો ચિયા ગેંગના સાગરિત હતા અને શહેરમાં ખુલ્લેઆમ હથિયારો લઈને ફરી ભયનો માહોલ સર્જતા હોય છે. જેથી ચિયા ગેંગના સાગિરતનું જાહેરમાં સરઘસ કઢાયું હતું. આ સરઘસ કાઢીને સુરત પોલીસ (Sura Police)એ આવા તત્વોને ચેતવણી આપી છે. નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. આથી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  Rajkot: દારૂના કેસમાં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનુ નામ બહાર આવ્યું

લોકોમાંથી ડર દૂર કરવા પોલીસે કાઢ્યું આરોપીનું સરઘસ

નોંધનીય છે કે, Surat શહેરના લિંબાયત વિસ્તારમાં આ અસામાજિક તત્વોએ હથિયારો સાથે સ્થાનિકોમાં ભય ફેલાવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થઈ હતી. જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી અને લોકોમાંથી ડર દૂર કરવા આરોપીનું સરઘસ કાઢ્યું હતું. સુરત પોલીસે આ કાર્યવાહી કરીને લોકોને ભયમુક્ત કર્યા છે. સુરત શહેરમાં દેશભરમાંથી લોકો આવીને વસેલા છે. જેથી આવા તત્વો લોકોને હેરાન પરેશાન ના કરે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Valsad: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બાઈકર્સના જીવલેણ સ્ટંટ, આયોજક સહિત 9 સામે ગુનો

Tags :
Gujarati NewsLatest Gujarati NewsLimbayatSuratSurat newsSurat Police
Next Article
Home Shorts Stories Videos