Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: પાપી પેટ માટે રત્નકલાકાર ચડ્યો ચોરીના રવાડે, સુરત પોલીસે કરી ધરપકડ

Surat: ડાયમંડ સિટીના હુલામણા નામે ઓળખાતા સુરત શહેરનો હરા ઉદ્યોગ છેલ્લા કેટલાય સમયથી મંદીની ઘડતામાં ધકેલાઈ ગયો છે હીરા ઉદ્યોગમાં મંદિર આવવાને કારણે અનેક લોકોનો પગાર ઓછો થયો છે તો કેટલાક લોકો બેરોજગાર પણ બન્યા છે. બેરોજગાર બનેલા રત્ન કલાકારો...
10:38 PM Feb 13, 2024 IST | VIMAL PRAJAPATI
surat

Surat: ડાયમંડ સિટીના હુલામણા નામે ઓળખાતા સુરત શહેરનો હરા ઉદ્યોગ છેલ્લા કેટલાય સમયથી મંદીની ઘડતામાં ધકેલાઈ ગયો છે હીરા ઉદ્યોગમાં મંદિર આવવાને કારણે અનેક લોકોનો પગાર ઓછો થયો છે તો કેટલાક લોકો બેરોજગાર પણ બન્યા છે. બેરોજગાર બનેલા રત્ન કલાકારો હવે ચોરીના રવાડે પણ ચડવા માંડ્યા છે. આવો જ એક રત્નકલાકાર જે પોતાના ફ્લેટના હપ્તા ન ભરી શકતા બાઈક ચોરીના રવાડે ચડ્યો હતો. આ રત્નકલાકારે સુરતના અમરોલી વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી હતી. આ ગુનામાં તે નાસ્તો ફરતો હતો જેને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

સુરત પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી

સુરત શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી પણ શોધાયેલા ગુનાને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરતના અમરોલી વિસ્તારમાં નોંધાયેલું વાહન ચોરીના ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે મનીષ પરસોત્તમભાઇ મકવાણાની ધરપકડ કરી હતી. મનીષ વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે , આરોપી હીરાને લેસર મારવાનું મજુરી કામ કરતો હતો. પરંતુ હીરામાં મંદી હોવાના કારણે બેકાર હતો ત્યારે તે જે ફ્લેટમાં રહેતો હતો તે ફ્લેટ પર લોન લીધી હતી જે લોનનો માસિક હપ્તો 16 હજાર આવતો હતો. ત્યારે ઘણા સમયથી બેકાર હોવાના કારણે લોનના હપ્તા ભરી શકતો ન હોવાથી પાંચેક દિવસ પહેલા અમરોલી વિસ્તારમા આવેલ વ્હાઇટ સ્ટોન એપાર્ટમેન્ટના પાર્કીંગ માંથી એક બાઈક ચોરી કરી હતી અને નંબર પ્લેટ કાઢી બાઈક વેચવા માટે માર્કેટમાં ફરી રહ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીને અમરોલી પોલીસના હવાલે કર્યો

બાઈક વેચવા માટે મનીષ જ્યારે માર્કેટમાં ફરી રહ્યો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, અમરોલી વિસ્તારમાં પાંચ દિવસ પહેલા ચોરાયેલી બાઈક વેચવા માટે એક વ્યક્તિ ફરી રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તુરત જ જે તે સ્થળે પહોંચી મનીષની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. જોકે હીરા મંદીના કારણે મનીષ ચોરીના રવાડે ચડ્યો હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચે આરોપી મનીષને અમરોલી પોલીસના હવાલે કરી દીધો છે. અમરોલી પોલીસ હાલ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: સુરત પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીઓની કરી ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલઃ આનંદ પટણી, સુરત

Tags :
Crime NewsGujarat NewsGujarati NewsSurat PoliceSuratpolice
Next Article