Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એકશનમાં, ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વારંવાર આ વિસ્તારમાં કોમ્બિન્ગ પણ કરવામાં આવી રહ્યું છે એડિશનલ કમિશનર વબાંગ જમીર દ્વારા ફરી પંડાલની મુલાકાત લેવામાં આવી Surat: સુરતમાં ગત રાત્રિએ અસમાજિક તત્વો દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરમારો...
05:55 PM Sep 09, 2024 IST | VIMAL PRAJAPATI
Surat Police Action
  1. જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  2. વારંવાર આ વિસ્તારમાં કોમ્બિન્ગ પણ કરવામાં આવી રહ્યું છે
  3. એડિશનલ કમિશનર વબાંગ જમીર દ્વારા ફરી પંડાલની મુલાકાત લેવામાં આવી

Surat: સુરતમાં ગત રાત્રિએ અસમાજિક તત્વો દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને સુરત પોલીસ દ્વારા દરેક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાત્રે જ કડક કાર્યવાહી કરવા માટે આદેશો આપી દેવામાં આવ્યાં હતાં. Surat માં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એકશનમાં આવી ગયું છે. વિગતે વાત કરવામાં આવે તો, જે પંડાલ પર પથ્થરમારો થયો હતો ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat પથ્થરમારાના સ્થળે ફરી વળ્યું બુલ્ડોઝર, પથ્થરમારો કરનારાની ખેર નથી

આ ઘટનાને પગલે ઠેક ઠેકાણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો

પોલીસ બંદોબસ્ત સાથે સાથે વારંવાર તે વિસ્તારમાં કોમ્બિન્ગ પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ ઘટનાને પગલે ઠેક ઠેકાણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વારંવાર અધિકારીઓ દ્વારા પંડાલ પર જઈ તપાસ પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે એડિશનલ કમિશનર વબાંગ જમીર દ્વારા ફરીથી પંડાલની મુલાકાત લેવામાં આવી છે.

આ પણ વાંચો: Surat Stone Pelting : મેયર, પો. કમિશનર સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક, સૈયદપુરામાં દબાણો દૂર કરાયાં

હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ હોવા મળ્યો

રાત્રિ દરમિયાન અસમાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને પછી પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, અત્યારે Surat શહેરની વાત કરવામાં આવે તો, હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ હોવા મળી રહ્યો છે. આ બનાવને પગલે અલગ અલગ પંડાલોમા ચેકિંગ કરાઈ રહ્યું છે. જો કોઈ જગ્યાએ શંકાનો માહોલ જોવા મળશે તો પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કારણે ગુજરાત એ શાંતિમાં શાંતિ પ્રિય લોકો રહે છે. પરંતુ કાલે રાત્રે રાજ્યની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: જોજો આ જોવાનું રહી ના જાય! આજે આટલા વાગે નરી આંખે દેખાશે International Space Station

Tags :
Ganesh pandalGanesh pandal in SuratGanesh Pandal SuratGujaratGujarati NewsSurat PoliceSurat Police actionSurat Police Action Mode On
Next Article