Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત : ભાજપના ગઢમાં પાણી માટે વલખા મારતી જનતા

અહેવાલ - રાબિયા સાલેહ પાણી માટે પાલિકા પર લોકોનો મોરચો પહોંચ્યો છે. સોની ફળિયાની 16 શેરીઓમાં 17 દિવસથી પાણીનું ટીપું નથી આવતું હોવાની બૂમ પડી છે, લોકોએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ કહ્યું પાલિકા ‘વૃદ્ધ-મહિલાઓનું તો વિચારે પાલિકાના અધિકારીઓ સતત 17 દિવસથી...
સુરત   ભાજપના ગઢમાં પાણી માટે વલખા મારતી જનતા
અહેવાલ - રાબિયા સાલેહ

પાણી માટે પાલિકા પર લોકોનો મોરચો પહોંચ્યો છે. સોની ફળિયાની 16 શેરીઓમાં 17 દિવસથી પાણીનું ટીપું નથી આવતું હોવાની બૂમ પડી છે, લોકોએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ કહ્યું પાલિકા ‘વૃદ્ધ-મહિલાઓનું તો વિચારે પાલિકાના અધિકારીઓ સતત 17 દિવસથી લાઈનનો ફોલ્ટ શોધી ન શકતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, રોષે ભરાયેલા સ્થાનિકોનો પાલિકા પર મોરચો કાઢી રોષ ઠાલવ્યો હતો.

Advertisement

હાલમાં ચાલી રહેલા તહેવારોના દિવસોમાં જ ભાજપના ગઢ મનાતા કોટ વિસ્તારમાં અને ખાસ કરીને જયાથી ભાજપનો ઉદય થયો તે સોની ફળિયામાં ૧૭ દિવસોથી પાણીની સમસ્યા હોવાની પાંચ થી પચાસ વખત ફરિયાદ થઈ હોવાનું સ્થાનિકો એ ગુજરાત ફર્સ્ટ સમક્ષ જણાવ્યું હતું, આ અંગે કેટલાક સ્થાનિકો એ કહ્યું હતું કે સોની ફળિયાના 16 શેરી- મહોલ્લા અને એપાર્ટમેન્ટ તેમજ ગોપીપુરાના અમુક ભાગમાં તેમજ ખપાટિયા ચકલામાં પાણી નથી આવતું જેથી આજે ભાજપ ના કોર્પોરેટરો ને લઈ ને મેયર ને ફરી રજૂઆત કરવા મજબૂર બન્યા છે.હવે કાયમી ઉકેલ આવે એવી માંગ છે,અધિકારીઓ દ્વારા સવારે પાણી આવશે જેવો મેસેજ આપવામાં આવે છે પરંતુ સવારે પાંચ વાગ્યામાં પાણી નથી આવતું જેથી સવારે કોર્પોરેટર ને ફોન કરીને જગાડવા પડે છે,ઊંગ બગડે છે વધુમાં સ્થાનિક વૃધા એ જણાવાયું હતું કે મારા ટોઇલેટમાં પણ પાણી નથી, મારી ઉંમર થઈ હું શું કરું મારે ક્યાં જવું,બાળકો ને તકલીફ વધી ગઈ છે.નાહવા માટે બીજા સ્થળે જવું પડે છે.

સ્થાનિકો ની રજૂઆત બાદ સુરત શહેર મેયર દક્ષેશ માવાણી એ અધિકારીઓને બોલાવી લેફ્ટ રાઈટ લીધા હતી, સાથે સ્થાનિકો ના ઊંગ્ર પ્રશ્ન ના ઉત્તર આપતા આવતી કાલ થી પાણી આવશે અને પાણીની સમસ્યા વહેલા તકે સોલ્વ થઈ જશે.આજે રાતે પાણી ને લઈ ને પાલિકા ના અધિકારીઓ આંખી રાત કામે લાગશે, પંપીંગ સ્ટેશન પર સમસ્યા થઈ હતી,જેથી બાયપાસ કરીને એક ઓપરેશન પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે તે બાદ પાણી ની સમસ્યા નહિ રહે તેવી મેયર દ્વારા બાહેધરી આપવા આવી હતી.

Advertisement

સુરતમાં ઘણા સમય બાદ મુળ સુરતીલાલાઓનો રોષ સપાટી પર જોવા મળ્યો હતો. મેયર અને અધિકારીઓને અસ્સલ મીજાજમાં પાણીની સમસ્યા મુદ્દે ખરીખોટી સંભળાવી હતી,તેમની સાથે કોટ વિસ્તારના અન્ય નગર સેવકો સંજય દલાલ, વ્રજેશ ઉનડકટ, રેશ્માં લાપસીવાલા, રાકેશ માળી, નરેશ રાણા વગેરે આ રજુઆતમાં જોડાયા હતા.

આ પણ વાંચો - નવરાત્રિને ધ્યાને રાખી રેલ્વે તંત્ર દ્વારા ફરાળી અને ફ્રૂટ્સની થાળી પીરસવાનો નવતર પ્રયોગ શરૂ કરાયો

Advertisement

આ પણ વાંચો - Surat માં અસામાજિક તત્વોનો આતંક, પેટ્રોલ પંપ પર મચાવ્યો ઉત્પાત, ગાડી ચાલકોને માર માર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.