ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SURAT: વધુ એક નકલી ફેક્ટરીનો થયો પર્દાફાશ, DETTOL અને HARPIC ની પ્રોડક્ટસનું કરાતું હતું ડુપ્લીકેશન

વધુ એક નકલી પ્રોડક્ટ બનાવટી કંપનીનો થયો પર્દાફાશ સુરતની આ ફેક્ટરીમાં બ્રાન્ડેડ સાબુ, હાર્પિક સહિતની ચીજ વસ્તુઓનું કરાતું હતું ડુપ્લીકેશન પોલીસે બનાવટી ડેટોલ સાબુ,લીકવિડ નો મોટો જથ્થો જપ્ત કરાયો દિવસે દિવસે નકલીનો વ્યાપાર હવે વધતો જાય છે. નકલી અધિકારી,...
09:19 AM Aug 21, 2024 IST | Harsh Bhatt

દિવસે દિવસે નકલીનો વ્યાપાર હવે વધતો જાય છે. નકલી અધિકારી, નકલી પોલીસથી લઈને નકલી ખાદ્ય પદાર્થો બધુ જ એટલી હદે નકલી બનવા લાગ્યું છે કે હવે અસલી અને નકલીમાં ભેદ કરવો મુશ્કેલ બન્યું છે. હવે સુરતમાંથી આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી નકલી ચીજવસ્તુઓની નકલી ફેક્ટરી ઝડપાઇ છે. આ ફેક્ટરીમાં DETTOL અને HARPIC સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન કરાતું હોવાના અહેવાલ સામે આવ્યા છે.પોલીસ દ્વારા છાપો મારીને આ નકલીનો કારોબાર બંધ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ

DETTOL અને HARPIC જેવી બ્રાન્ડની વસ્તુઓનું ડુપ્લીકેશન કરતી ફેક્ટરીનો પર્દાફાશ

સુરતમાં વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે,જ્યાં જાણીતી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ જેવા કે હાર્પિક અને ડેટોલ ડુપ્લીકેટ બનાવવામાં આવતાં હતા. DETTOL ના સાબુ, લીકવિડ અને HARPIC ની ચીજવસ્તુઓનું નકલી ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું.પોલીસે કંપનીને મળેલી માહિતીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડો પાડ્યો અને આ ફેક્ટરીનો ભંડાફોડ કર્યો હતો.ચોંકાવનારી વાત તો એ છે કે, પોલીસ દ્વારા પાડવામાં દરોડા દરમિયાન મોટી માત્રામાં નકલી ચીજવસ્તુઓ અને તે બનાવવા માટે વપરાતું રો-મટીરીયલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ ફેક્ટરી સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ચાલતી હતી,જે વધુ ચિંતાનો વિષય છે.

ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર ઉઘતું ઝડપાયું

આ નકલી ફેક્ટરીમાં બનાવટી ડેટોલ સાબુ અને લિક્વિડના મોટાપાયે જથ્થાનો પણ પર્દાફાશ થયો છે, જે લોકોના આરોગ્ય માટે ખતરનાક છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની મંજૂરી વિના ચાલતી હતી. આ ઘટનાએ તંત્રની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કર્યા છે અને આવા ગેરકાયદેસર કૃત્યો અટકાવવા માટે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. પોલીસે આ સમયસરના પગલાથી નકલી ચીજવસ્તુઓના ઉત્પાદન અને વિતરણ પર રોક લગાવી, લોકોને નકલી ચીજવસ્તુઓના નુકસાનથી બચાવ્યું છે.

આ પણ વાંચો : GUJARAT: 22 કલાકમાં 97 તાલુકામાં વરસ્યો વરસાદ, આગામી દિવસમાં ગરમીના ઉકળાટની પણ આગાહી

 

Tags :
DETTOLDUPLICATE PRODUCTFAKE PRODUCTSGujarat FirstGujarat PoliceHARPICSarthanaSuratSurat Police
Next Article