Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : રક્ષાબંધન પર્વને લઈ સુરત મહાનગર પાલિકાની જાહેરાત, મહિલાઓને આપશે આ ખાસ ભેટ

રક્ષાબંધન પર્વને લઈ SURAT મહાનગર પાલિકાની જાહેરાત રક્ષાબંધન પર એક દિવસ મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરી બહેનો અને 14 વર્ષ સુધીના બાળકો માટે રક્ષાબંધન પર્વની ભેટ સિટી બસ અને BRTS બસમાં મહિલા કરી શકશે મુસાફરી સુરત મનપા મેયર દ્વારા એક...
surat   રક્ષાબંધન પર્વને લઈ સુરત મહાનગર પાલિકાની જાહેરાત  મહિલાઓને આપશે આ ખાસ ભેટ
Advertisement
  • રક્ષાબંધન પર્વને લઈ SURAT મહાનગર પાલિકાની જાહેરાત
  • રક્ષાબંધન પર એક દિવસ મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરી
  • બહેનો અને 14 વર્ષ સુધીના બાળકો માટે રક્ષાબંધન પર્વની ભેટ
  • સિટી બસ અને BRTS બસમાં મહિલા કરી શકશે મુસાફરી
  • સુરત મનપા મેયર દ્વારા એક દિવસ માટે કરાઈ જાહેરાત

આવતીકાલે સમગ્ર ભારતમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધનનું આ પાવન પર્વ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને વાચા આપતું પર્વ છે. આ દિવસે આમ તો બહેન ભાઈને રાખડી બાંધે છે અને તેના વળતરમાં ભાઈ બહેનને ભેટ આપે છે. પરંતુ હવે રક્ષાબંધનના પર્વે હવે SURAT મહાનગરપાલિકાએ મહિલાઓને એક ભેટ આપી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે એક દિવસ માટે સિટી બસ અને BRTS મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરી કરવા મળશે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

બહેનો અને 14 વર્ષ સુધીના બાળકો માટે રક્ષાબંધન પર્વની ભેટ

Advertisement

રક્ષાબંધનના પાવન પર્વને લઈને સુરત મહાનગરપાલિકાએ મહિલાઓને એક ખાસ ભેટ આપી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રક્ષાબંધન પર એક દિવસ મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરી ઓફર કરવામાં આવશે. બહેનો અને 14 વર્ષ સુધીના બાળકો આ ખાસ દિવસે સિટી બસ અને BRTS બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. SURAT મહાનગરપાલિકા મેયર દ્વારા એક દિવસ માટે આ ખાસ જાહેરાત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, દૈનિક 2 લાખથી વધુ લોકો જાહેર પરિવહનનો લાભ લે છે. સુરતમાં BRTS 13 અને સિટી બસના 45 રુટ પર કાર્યરત છે, માટે આ ખાસ દિવસની ખાસ ઓફર મહિલાઓને મળશે.

Advertisement

આ પણ વાંચો : VADODARA : તળાવમાં ખાબકેલી કારનું હાઇડ્રાની મદદથી રેસ્ક્યૂ, શખ્સ લાપતા

Tags :
Advertisement

.

×