ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat News : પરિવારના સભ્યોએ આપ્યો ઠપકો તો યુવકે કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી...

સુરતમાં નજીવી બાબતે મનદુઃખ તથા યુવાને મોત ને વહાલું કર્યું. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા ઝુબેર શેખને પરિવારજનોએ મિત્રો અંગે ટોળા મારતા તેને ઠપકો આપતાં ઝુબેરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખેસદાયો...
02:13 PM Nov 20, 2023 IST | Dhruv Parmar

સુરતમાં નજીવી બાબતે મનદુઃખ તથા યુવાને મોત ને વહાલું કર્યું. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા ઝુબેર શેખને પરિવારજનોએ મિત્રો અંગે ટોળા મારતા તેને ઠપકો આપતાં ઝુબેરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખેસદાયો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજતાં પરિવાર પર આભ તુટી પડયો હતો.

અભિષેક માર્કેટમાં સાડી કટિંગનું કામ કરનાર ઝુબેર શેખે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પરિવારજનો દ્વારા મિત્રોની ખરાબ સંગત બાબતે તેને પરિવારે ઠપકો આપ્યો હતો.જેનું માથું લાગી આવતા યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા તેની હાલત બગડી હતી જે બાદ તેનું એક મહિનાની લાંબી સારવાર બાદ મૌત નીપજ્યું હતું.

પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના આધારે યુવક મિત્રોની ખરાબ સંગતમાં પડી જતા પરિવાર સારા મિત્રો સાથે રહેવાનું અવારનવાર કહેતા હોય એવામાં યુવકને માઠું લાગી જતા આ પગલું ભરી લીધું હતું હોવાનું પરિવારે પોલીસ ને માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઝુબેર મૂળ મહારાષ્ટ્રનો વતની હતો જે હાલ લિંબાયત વિસ્તારમાં આવેલા મીઠીખાડી નજીક રમાબાઇ ચોક ખાતે પરિવાર સાથે રહેતો. 21 વર્ષીય જુબેર હસનભાઈ શેખ અભિષેક ટેક્સ્ટાઇલ માર્કેટમાં સાડીના કટીંગ અને ફોલ્ડિંગનું કામ કરીને પરિવાર ને મદદરૂપ થતો….

ઝૂબેરે 18 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ પરિવારને થતા તેઓ દ્વારા તાત્કાલિક પુત્ર ઝૂબેરની લટકેલી હાલતમાંથી નીચે ઉતારી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં એક મહિનાથી સતત તેની સારવાર ચાલી રહી હતી. જ્યાં તેને પાંચથી છ દિવસ પહેલા રજા આપવામાં આવી હતી. પરંતુ 19 નવેમ્બરના રોજ તેની વધુ પડતી તબિયત ખરાબ થઈ જતા સારવાર માટે ઝુબેરને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે ઝૂબેર તેના મિત્રોની ખરાબ સંગતમાં આવી જતા પરિવારે તેને સારા મિત્રો સાથે રહેવાનું અવારનવાર કહેતા હતા. પરિવારનું વાતનું માઠું લગાડીને તેણે આપઘાતનું આ પગલું ભરી લીધું હોવાનું નોંધ્યું છે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : Surat News : સાયણમાંથી 78.72 લાખની કિમતનો ગાંજાનો જત્થો ઝડપાયો

Tags :
committed suicideCrimeGujaratSuratSurat Police
Next Article