Surat News : ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ, મોટા પદાધિકારીઓ રહ્યા હાજર
સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની પ્રથમ ટર્મ આગામી દસમી સપ્ટેમ્બરના રોજ પુરી થઈ રહી છે.જે માટે નવા પદાધિકારીઓની નિમણુંક કરવા ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.નવા પદાધિકારીઓની નિમણુંક માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમ સુરત આવી છે.ત્રણ નિરીક્ષકોની ટીમ દ્વારા પાલિકાના નવા પદાધિકારીઓની નિમણુંક માટે કોર્પોરેટર સહિત પ્રદેશના પદાધિકારીઓ,મહાનગરના પદાધિકારીઓ, મોરચાઓના પ્રમુખ,ધારાસભ્યો,ચૂંટાયેલ પક્ષના સભ્યો,શહેરના તત્કાલિન પ્રમુખને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સવારથી ચાલી રહેલી સેન્સ પ્રક્રિયાને લઈ હમણાં સુધી 80 લોકોને સાંભળવામાં આવ્યા છે.નિરીક્ષકોની ટીમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,તાપી જિલ્લા પ્રભારી મધુભાઈ કથીરિયા અને પ્રદેશ કારોબારી સભ્ય સીતાબેન નાયકનો સમાવેશ થાય છે.જે નિરીક્ષકોની ટીમ દ્વારા અહેવાલ રિપોર્ટ ગાંધીનગર સ્થિત મોવડી મંડળને સુપ્રત કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા પ્રથમ ટર્મ આગામી દસમી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે.પાલિકામાં રહેલા પદાધિકારીઓની પ્રથમ ટર્મ પુરી થઈ રહી હોવાથી નવા પદાધિકારીઓની નિમણુંક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જે માટે પ્રદેશ નિરીક્ષકોની ત્રણ સભ્યોની ટીમ સુરત આવી છે.ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોની ટીમમાં શામેલ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,તાપી જિલ્લા પ્રભારી મધુભાઈ કથીરિયા અને પ્રદેશ કારોબારી સભ્ય સીતાબેન નાયક દ્વારા કોર્પોરેટરો,પ્રદેશના પદાધિકારીઓ,મહાનગરના પદાધિકારીઓ, મોરચાઓના પ્રમુખ, ધારાસભ્યો,ચૂંટાયેલ પક્ષના સભ્યો,શહેરના તત્કાલિન પ્રમુખને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જેમાં 105 કોર્પોરેટરોને પણ નિરીક્ષકોની ટીમ દ્વારા સાંભળવામાં આવશે.હમણાં સુધી 80 જેટલા લોકોને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા છે.જ્યાં સેન્સ લેવાની પ્રક્રિયા મોડે સુધી ચાલે તેવી શકયતા રહેલી છે.નિરીક્ષકોની ટીમ દ્વારા અહેવાલ રિપોર્ટ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મોવડી મંડળને સુપ્રત કરવામાં આવશે.જે બાદ મોવડી મંડળ દ્વારા તમામના નિષ્કર્ષ કાઢી મેયર સહિતના પાંચ પદાધિકારીઓ નામો 12મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરાશે...આ માટે શહેરમાં અનેક નામો મેયર સહિતના પદ માટે ચર્ચામાં છે.
અહેવાલ : આનંદ પટણી, સુરત
આ પણ વાંચો : Surat News : સુરત સાયબર સંજીવની 2.0 અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત