Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat News : સુરતમાં રક્ષાબંધનના પર્વને લઈને ખરીદી શરૂ, રુદ્રાક્ષ રાખડીની ડિમાન્ડ વધી

રક્ષાબધનના પાવન પર્વ ને હવે આંગળી વડે ગણીએ એટલા દિવસો બાકી છે, આ દિવસની આતુરતાથી એક બહેન રાહ જોતી હોય છે, રક્ષાબધનના દિવસે બહેન પોતાના ભાઈ ને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરે છે, જે માટે વિવિધ જાતની રાખડીઓની...
surat news   સુરતમાં રક્ષાબંધનના પર્વને લઈને ખરીદી શરૂ  રુદ્રાક્ષ રાખડીની ડિમાન્ડ વધી

રક્ષાબધનના પાવન પર્વ ને હવે આંગળી વડે ગણીએ એટલા દિવસો બાકી છે, આ દિવસની આતુરતાથી એક બહેન રાહ જોતી હોય છે, રક્ષાબધનના દિવસે બહેન પોતાના ભાઈ ને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરે છે, જે માટે વિવિધ જાતની રાખડીઓની શોધમાં બહેન લાગી જતી હોય છે. કઈ રાખડી ભાઈની કલાઈ પર જજશે અને એની રક્ષા કરશે તેની શોધ કરતી હોય છે.તેવામાં આ વખતે મોટા ભાગના દેશ વિદેશ સહિત સુરતમાં પણ રુદ્રાક્ષ રાખડીની ડિમાન્ડ વધી છે

Advertisement

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રક્ષાબંધનના તહેવારને લઈને બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે, આ રાખડીઓમાં વધુ એક અનોખા પ્રકારથી બનાવેલી રાખડી એ સૌ કોઈને આકર્ષિત કર્યા છે દેશ વિદેશમાં પણ આ રાખડી નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે,સુરતમાં પણ આ રાખડી ની ડિમાન્ડ જોવા મળી છે.

Advertisement

સુરતની એક આર્ટિસ્ટ આયુષી દેસાઈએ પૂજા માં લગતી વસ્તુ ઓમાંથી અદભુત રાખડીઓ બનાવી છે,કંકુ, ચંદન, ચોખા,ગુલાલ મોરના પીછા, નારિયેરીના છોતરા વગેરે વસ્તુઓની મદદથી અનોખી રાખડી તૈયાર કરવામાં આવી છે,આ એવા પ્રકારની રાખડી છે જેમાં ભાઈનું નામ પણ લખી શકાય છે અને ભાઈ નો ફોટો પણ લગાડી શકાય છે જે ભાઈ બહેનના પવિત્ર રિશ્તા ની એક ઓળખ આપી જાય છે.

આ અંગે રાખડી બનાવનાર આયુષી એ જણાવ્યું હતું કે આ વખતે યુનિક કોન્સેપ્ટ પર રાખડી બનાવવામાં આવી છે પૂજા સામગ્રી તરીકે જેટલી પણ વસ્તુઓ વાપરવામાં આવે છે તેનો રાખડી બનવામાં ઉપયોગ કરાયો છે, હાથ માં ધાગા બાંધવાની નાણાં છરી,પોકસી રજીંગ મટીરીયલ નો પણ યુજ કરવામાં આવ્યો છે. સાથે જ ગણપતિ ,મહાદેવ ,રુદ્રાક્ષ અલગ અલગ થી રાખડી બનાવવામાં આવી છે,રાખડી બનવવામાં ત્રણ થી ચાર દિવસ લાગે છે.

Advertisement

આ રાખડી ના બેજ તૈયાર કરી ને રાખડી બનાવવામાં આવે છે. અને ખુબજ નજીવા ભાવે આ રાખડી વેચાણ થાય છે.વધુમાં તેમણે એ પણ કહ્યું હતું કે અસંખ્ય પ્રકારની જેમ કે કુમકુમ , ચોખા, નારિયેળના છોતરામાંથી રાખડી બનાવવામાં આવી છે મોર પંક્તિ વડે આકર્ષણ રાખડી બનાવાય છે ચંદન અને ભસ્મ સાથે જ નાળા છળી અને બધી વસ્તુઓને મિક્ષ કરીને આ તમામ મટીરીયલ ની રાખડી તૈયાર કરી છે.અલગ અલગ કોન્સેપ્ટમાં અલગ અલગ બેઝ બનાવીને રુદ્રાક્ષને મર્જ કરીને ખૂબ જ સુંદર ડિવાઇન કલેક્શન બનાવવામાં આવ્યું છે. આ વખતના રક્ષાબંધનમાં ભાઈના હાથે શોભે એવી સુંદર અને અનોખી રાખડીઓ જોવા મળશે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદનો યુવક લંડનમાં થયો ગૂમ, 4 દિવસથી યુવકનો કોઈ પત્તો નહીં

Tags :
Advertisement

.