Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat News : દક્ષિણ ગુજરાતનો કુખ્યાત લિસ્ટેડ બુટલેગરની ધરપકડ, પ્રોહીબીશનના 11 ગુનાઓમાં છે વોન્ટેડ

દક્ષિણ ગુજરાતના જુદા જુદા પોલીસ મથકમાં પ્રોહીબીશનના 11 ગુનાઓમાં વોન્ટેડ એવા માથાભારે લીસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડા તથા પ્રકાશ વાંસફોડાને ઝડપી લેવામાં આવ્યા છે. કડોદરા જીઆઈડીસી પોલીસે બંને બુટલેગરોની ધરપકડ કરી તેઓની પાસેથી 10 લાખની કિમતની એક કાર કબજે કરી કાયદેસરની...
surat news   દક્ષિણ ગુજરાતનો કુખ્યાત લિસ્ટેડ બુટલેગરની ધરપકડ  પ્રોહીબીશનના 11 ગુનાઓમાં છે વોન્ટેડ

દક્ષિણ ગુજરાતના જુદા જુદા પોલીસ મથકમાં પ્રોહીબીશનના 11 ગુનાઓમાં વોન્ટેડ એવા માથાભારે લીસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડા તથા પ્રકાશ વાંસફોડાને ઝડપી લેવામાં આવ્યા છે. કડોદરા જીઆઈડીસી પોલીસે બંને બુટલેગરોની ધરપકડ કરી તેઓની પાસેથી 10 લાખની કિમતની એક કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સુરત જિલ્લામાં કડોદરા જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે દક્ષિણ ગુજરાતના જુદા જુદા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ લીસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડા તથા તેનો ભાઈ પ્રકાશ વાંસફોડા થાર ગાડીમાં મોહિણીગામ તરફથી અંત્રોલી ખાતે આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શેંઢાવ ત્રણ રસ્તા પાસેથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 10 લાખની કિમતની કાર કબજે કરી હતી

આરોપી ઈશ્વર રમેશભાઈ વાંસફોડા કુલ 11 પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ હતો જયારે તેનો ભાઈ પ્રકાશ ૩ ગુનામાં વોન્ટેડ હતો. બંને ભાઈઓ લીસ્ટેડ બુટલેગર છે જેમાં ઈશ્વર રમેશભાઈ વાંસફોડા સામે ભૂતકાળમાં પ્રોહીબીશન સહિતના ૬૬ ગુના જયારે તેના ભાઈ પ્રકાશ સામે ૨૩ ગુના નોંધાયેલા છે.

Advertisement

અહેવાલ : ઇદય જાદવ, સુરત

આ પણ વાંચો : Surat News : પાંડેસરામાં જોખમી રીતે રીલ્સ બનાવતા યુવકનો VIral Video

Advertisement

Tags :
Advertisement

.