Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : વરસાદમાં નવા રોડ પણ ધોવાઈ ગયા! સ્થાઇ સમિતિનાં ચેરમેને કહ્યું- ડામર અને પાણીનું..!

સુરતમાં (Surat) 4 દિવસ દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતાં સુરત તંત્રની (SMC) કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરમાં નવા બનેલા મોટાભાગનાં રસ્તાઓનું પણ વરસાદમાં ધોવાણ થઈ ગયું છે. આ...
surat   વરસાદમાં નવા રોડ પણ ધોવાઈ ગયા  સ્થાઇ સમિતિનાં ચેરમેને કહ્યું  ડામર અને પાણીનું

સુરતમાં (Surat) 4 દિવસ દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતાં સુરત તંત્રની (SMC) કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરમાં નવા બનેલા મોટાભાગનાં રસ્તાઓનું પણ વરસાદમાં ધોવાણ થઈ ગયું છે. આ મામલે સ્થાઈ સમિતિનાં ચેરમેન રાજન પટેલે ઉડતો જવાબ આપતા કહ્યું કે, ડામર અને પાણીનું વેર હોય છે. હાલ, રોડ-રસ્તા રિપેર કરવા માટેના સૂચનો આપી દીધા છે. જો કે, આ અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું તો હકીકત જૂદી જોવા મળી છે.

Advertisement

ઠેર ઠેર પાણી ભરાતા રોડ-રસ્તાઓનું ધોવાણ

સુરતમાં (Surat) 4 દિવસના અનરાધાર વરસાદે શહેરની સૂરત પર બદલી નાંખી છે. ઠેર ઠેર પાણી ભરાતા રોડ-રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. નવા બનેલા રોડ પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. આ વરસાદે સુરત તંત્રની (SMC) પોલ ખોલી નાખી છે. સુરત તંત્રની કામગીરી સામે વરસાદે અનેક સવાલ ઊભા કર્યા છે. રોડ-રસ્તાઓ તૂટી જતાં અને મોટા ભૂવાઓ પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત તંત્રની કામગીરી અને સંલગ્ન વિભાગનાં ભ્રષ્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સામે લોકોમાં રોષ ફેલાયો છે. દરમિયાન, SMC ની સ્થાઈ સમિતિનાં ચેરમેન રાજન પટેલે (Rajan Patel) ઉડતો જવાબ આપ્યો છે.

ડામર અને પાણીનું વેર હોય છે : રાજન પટેલ

ચેરમેન રાજન પટેલે કહ્યું કે, ડામર અને પાણીનું વેર હોય છે. હાલ, રોડ-રસ્તા રિપેર કરવા માટેનાં સૂચનો કરી દીધા છે. તેમણે એમ પણ કહ્યું કે, તૂટેલા રસ્તાઓ DLP હેઠળ કોન્ટ્રાક્ટરનાં ખર્ચે જ રિપેર થશે. જો કે, ગુજરાત ફર્સ્ટે (Gujarat First) સુરત શહેરમાં રોડ-રસ્તાની સ્થિતિને લઈ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું તો હકીકત જુદી જોવા મળી. એક તરફ સ્થાઈ સમિતિનાં ચેરમેન રાજન પટેલનું નિવેદન અને તેની સામે ગ્રાઉન્ડ પર તંત્રની નબળી કામગીરી છતી થઈ. આ રોડ-રસ્તાનાં ધુમાડાને લઈ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના રસ્તોઓ પર ખાડા પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી થઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : મવડી બ્રિજ પાસે મળ્યો મહિલાનો મૃતદેહ, મોત પાછળ ચોંકાવનારું પ્રથમિક તારણ!

Advertisement

આ પણ વાંચો - Tapi : ધોધમાર વરસાદમાં હજારો નાગરિકો સાથે ગૃહ રાજ્યમંત્રીએ 7 હજારથી વધુ વૃક્ષ રોપ્યાં

આ પણ વાંચો - મેક્સિકો બોર્ડરથી America માં ગેરકાયદે પ્રવેશવા જતાં 150 થી વધુ ઝડપાયા, મોટાભાગનાં ગુજરાતીઓ!

Tags :
Advertisement

.