Surat : તહેવારોમાં જનતાની સેવામાં વ્યસ્ત રહેતા પોલીસકર્મીઓની ચિંતા કરતા રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, જાણો શું કહ્યું
- સુરત અને જિલ્લા પોલીસનો નૂતન સ્નેહમિલન સમારોહ
- રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને આયોજન
- સુરતના સીટી લાઈટ ખાતે આવેલ મહેશ્વરી ભવનમાં
- નૂતન સ્નેહમિલન સમારોહ કાર્યક્રમનું આયોજન
- કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવી ઉપસ્થિત
- સુરત પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોત અને જિલ્લા રેન્જ આઇજી પ્રેમવીરસિંહ પણ હાજર રહેશે
- સુરત અને જિલ્લા પોલીસ ના તમામ ઉચ અધિકારીઓનું કાર્યક્રમમાં
- રાજ્ય ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવીના હસ્તે નૂતન સ્નેહમિલન સમારોહમાં નિમિત્તે શુભકામના પાઠવવામાં આવશે
State Home Minister Harshbhai Sanghvi : સુરતમાં સિટી લાઇટ ખાતે આવેલા મહેશ્વરી ભવનમાં શહેર અને જિલ્લા પોલીસનો નૂતન સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોત અને જિલ્લા રેન્જ આઇજી પ્રેમવીરસિંહ પણ હાજર રહ્યા હતા. આ સ્નેહમિલન સમારોહ દર વર્ષે યોજાતો હોય છે. ત્યારે આ ખાસ આયોજન પર રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ પરિવારને શુભકામના પાઠવી હતી.
ગૃહમંત્રી સંઘવીએ શું કહ્યું?
રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ ખાસ આયોજન પર કહ્યું કે, બેસતા વર્ષના દિવસે આપણે સૌ ગુજરાતીઓ એકબીજાને નીતન વર્ષાભિનંદન કહીને એકબીજાને શુભકામનાઓ પાઠવતા હોય છે. આજના સમયે ખાસ કરીને મારી ઉંમરના કે પછી મારા પછી જન્મેલા યુવાનોને દિવાળી પછીનું બેસતું વર્ષ અને એ બેસતા વર્ષના દિવસે નૂતન વર્ષાભિનંદન કહીને નવા વર્ષની શરૂઆત કરવાની પરંપરા અને કદાચ તેની પાછળના કારણોનો અંદાજો નહીં હોય. નૂતનવર્ષાભિનંદનની પાછળ આશરે 1 હજાર વર્ષ પહેલા એક વાક્ય ખૂબ જ પ્રચલિત થયું હતું કે અવંતીમાં હોય તો પાટણમાં કેમ નહીં? તે પછી અનેક ઘટનાઓ, અનેક વિજય અને તે વિજય જોડે વિક્રમ સંવંતની શરૂઆત કેવી રીતે થઇ? અવંતીમાં હોય તો પાટણમાં કેમ નહીં અને ગુજરાતીઓને ખાસ કરીને આ સંદેશો તેમના વાણી, વ્યવહાર, વેપાર, સારા પ્રસંગો, સંસ્કારોમાં, વિદ્યા અભ્યાસમાં આ તમામ વિષયોની અંદર ખૂબ જ મનની અંદર ક્યાક જોડાઈ ગયું. રાજા ધિરાજ સિધરાજ સિંહ સોલંકીના વિજય પછી જે પ્રકારે વિક્રમ સવંતની શરૂઆત થઈ અને તેમા આપણા સૌના વેપારની શરૂઆત હોય કે સારા કામની શરૂઆત હોય, કોઇ શુભ મહુરત જોતા હોય તો આપણે વિક્રમ સંવતના કેલેન્ડરથી તેની શરૂઆત કરતા હોઇએ છીએ. બેસતા વર્ષના દિવસે સો લોકો પોતાના વેપારની શરૂઆત કરતા હોય છે, સો લોકો પોતાના શુભ મહુરતની શરૂઆત કરતા હોય છે અને તેના પછી દિવાળીની રજાઓમાં ગુજરાતીઓ જતા હોય છે. આ વિક્રમ સવંત 2081 ની હું સૌ પોલીસ પરિવારજનોને શુભકામનાઓ પાઠવું છું.
સુરત શહેર અને જિલ્લા પોલીસનો નૂતન સ્નેહમિલન કાર્યક્રમ
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન
સુરતના સિટી લાઈટ ખાતે આવેલા મહેશ્વરી ભવનમાં કાર્યક્રમ
કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત
સુરત પોલીસ કમિશનર અને જિલ્લા રેન્જ આઇજી પણ હાજર… pic.twitter.com/gHuSFnzoCR— Gujarat First (@GujaratFirst) November 1, 2024
પોલીસકર્મીઓની ચિંતા કરતા ગૃહમંત્રી સંઘવી
તેમણે આગળ કહ્યું કે, ઈંગ્લીશ કેલેન્ડર કરતા વિક્રમ સવંત કેલેન્ડર 56 વર્ષ જૂનું છે. આજે આપણે વિક્રમ સંવતનો ક્યાકને ક્યાક ઉલ્લેખ કરતા હોઇએ છીએ પણ આપણી રૂટિન વ્યવસ્થાથી આ વિક્રમ સંવંતની સમજ ઓછી થતી જાય છે. આવનારા દિવસોમાં વિક્રમ સંવંતે આવતી કાલે બેસતું વર્ષ હોય ત્યારે માત્ર નૂતનવર્ષાભિનંદન આપીને આપણે આ નવ વર્ષને ભૂલી ન જવું જોઇએ. આ નવું વર્ષ સર્વ પ્રથમ પોલીસ પરિવારજનો પોત પોતાના પરિવારોની અંદર વધુ પ્રેમ કેવી રીતે ઉમેરી શકો છો તે માટે આપણે ચિંતા કરવી અતિ આવશ્યક છે. તેમણે આગળ કહ્યું કે, પોલીસ અધિકારી જ્યારે ઘરે જાય ત્યારે સવારથી સાંજ સુધીમાં લોકો જોડેનો અનુભવ પોતાના ઘરે ન લઇને જાય તેની ચિંતા પણ આવનારા દિવસોમાં આપણે હાથમાં જરૂરથી લેવું જોઇએ. હર્ષભાઈએ આગળ કહ્યું કે, જો નવું વર્ષ પણ જુના વર્ષ જેવું હોય તો આ નવા વર્ષનો કોઇ ફાયદો નથી. નવા વર્ષે આપણે નવા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. સીપીથી લઇ પીસી સુધી નોકરીના કામ કે ટેન્શન પોલીસ સ્ટેશન સુધી જ હોવું જોઇએ અને પરિવારની સાથે એક સામાન્ય નાગરિકને જેમ જીવન કેવી રીતે જીવી શકાય તે દિશામાં આપણે આપણા સ્ટફને પ્રેરણા કેવી રીતે આપી શકીએ તેની ચિતા જરૂરથી કરવી જોઇએ. મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ જરૂર આ દિશામાં પ્રયાસ કરશે.
પોલીસ ધારે તો બધું થઈ શકે : હર્ષભાઈ સંઘવી
હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, મે જોયું છે કે અલગ અલગ શહેરોમાં અલગ-અલગ જિલ્લાઓ દ્વારા યોગા મેડિટેશન દ્વારા પોલીસ પરિવારમાં એક પોઝિટિવ વાતાવરણ લાવવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે અને તેમા આપણે ખૂબ સફળતા પણ મેળવી છે. પરંતુ આ વર્ષે આપણે આને એક ચેલેન્જ સ્વરૂપમાં લેવાનું છે અને તેમા સફળતા મેળવવાની છે. હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, ગઇકાલે એક કાર્યક્રમની અંદર ચર્ચા થઇ કે અનાથાશ્રમના બાળકો માટે દિવાળી ઉજવવા માટે પોલીસ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું અને તે પોલીસ સ્ટાફને એક સલાહ આપવામાં આવી કે આજ અનાથાશ્રમના બાળકોને વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે ભેગા કરવામાં આવે તો વડીલોને બાળકો મળી જશે અને બાળકોને માતા-પિતાની હૂંફ મળી જશે અને સાંજ પડતા જ સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનો દ્વારા અદભૂત પ્રયત્નો થકી હજારો ચહેરાઓ પર હસી લાવીને સાચી દિવાળીનું કારણ તે આપણા સુરત પોલીસના જવાનો બન્યા છે. પોલીસ ધારે તો બધું થઈ શકે તે કહેવત ખોટી નથી. તમારી અંદર રહેલી તાકાતનો સમાજના કલ્યાણ માટે સદુપયોગ થવો જોઈએ.
બે ટકા ખરાબ લોકોના કારણે પોલીસ બદનામ : હર્ષભાઈ સંઘવી
તેમણે પોલીસમાં રહેતા અમુક એવા લોકો વિશે પણ કહ્યું કે જેના કારણે આખી પોલીસને બદનામી સહન કરવી પડે છે. તેમણે કહ્યું કે, બે ટકા લોકોના ખરાબ કામોના કારણે આખી પોલીસને બદનામ થવું પડે છે. 98 ટકા લોકો પોતાના પરિવારનો સમય ત્યાગ કરીને સમાજ માટે કામગીરી કરતા હોય છે ત્યારે આ 98 ટકાથી આપણે 100 ટકા સુધી કેવી રીતે પહોંચીએ તેનો આપણે સંકલ્પ લેવાનો છે. હર્ષભાઈ સંઘવીએ એ વાત પર પણ જોર આપ્યું કે, જ્યારે તમારા દ્વારા કોઇ એક ભૂલ કરવામાં આવે છે ત્યારે તેના કારણે સામેવાળાનો આખો પરિવાર બરબાદ થઇ જાય છે. તેમણે વિસ્તાર સાથે કહ્યું કે, જ્યારે કોઇ દીકરી કોઈ રોમિયોની વાતોમાં ફસાય જાય અને માતા પિતા પોલીસ પાસે આવે ત્યારે ધક્કા ખાવા પડે તે આપણા માટે શરમજનક બાબત છે. તેવા માતા-પિતા માટે દિકરા તરીકે પોલીસ પરિવારે જરૂરથી સહયોગી બનીને મદદગાર બનવું જોઇએ. વ્યાજના દૂષણ સામેની લડાઇ હોય, ડ્રગ્સ સામેની લડાઈ હોય કે પછી મારા રાજ્યની દીકરીઓને ફસાવનારાઓની લડાઈ હોય, આ તમામ લડાઈઓનું કોઇ અભિયાન ન હોય. આ દૂષણ ફેલાવનારાઓ સામે તો 365 દિવસ પોલીસનું અભિયાન એક વોર સ્વરૂપે ચાલવું જોઇએ. અને તેમા પણ સફળતા માત્રને માત્ર પોલીસને જ મળવી જોઇએ અને તે સફળતા માટે જે કરવું પડે તે કરવું જોઇએ. બુકમાં લખાયેલો કાયદો છે તેવી જ રીતે સમાજમાં લખાયેલી વ્યવસ્થાઓને પણ સાચવવાની જવાબદારી પણ આપણી અંદર હોવી જોઇએ. બુકમાં લખાયેલો કાયદો તો સાચવવો જ જોઇએ પણ સમાજની અંદર લખાયેલી વ્યવસ્થાઓ પણ આપણે સૌ કોઇએ નિભાવવી જોઇએ.
આ પણ વાંચો: Surat : જરૂરિયાતમંદ બાળકો સાથે ગૃહરાજ્યમંત્રીએ Diwali ની ઉજવણી કરી, કહી આ વાત!