Surat : સ્વચ્છતામાં સેવન સ્ટાર મેળવનારું સુરત ગુજરાતનું એકમાત્ર શહેર
Surat : મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી ઇન્દોર, નવી મુંબઇ અને સુરતને સ્થાન માત્ર મળ્યું છે. આ પુરસ્કાર શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ૫વામાં આવ્યો છે.
ગુજરાતમાં સેવન સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ શહેર
તાજેતરમાં સુરત (Surat) ગુજરાતમાં સેવન સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ શહેર બન્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં માત્ર સુરતને માન મળ્યું છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દ્વારા દિવાળી દરમિયાન સુરતની (Surat) વિઝિટ કરવામાં આવી હતી. જેના અંગેનું પરિણામ 5 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું છે.
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2023ના પરિણામ જાહેર
આ અંગે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2023ના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં હાલ ત્રણ શહેરોને જ સેવન સ્ટાર તરીકેનું બહુમાન આપવામાં આવ્યું છે. આ વચ્ચે ઇન્દોર, નવી મુંબઈ અને સુરતના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગાર્બેજ ફ્રી સિટી તરીકે કેટલાક માપદંડો
આ અગાઉ ગત વર્ષે સુરતને (Surat) ફ્રાઈવ સ્ટાર રેંકિંગ મળ્યું હતું જેમાં ગાર્બેજ ફ્રી સિટી તરીકે કેટલાક માપદંડોને આવરી લેવાયા હતા. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા દર વર્ષે જાહેરાત કરે છે. જેમાં શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાની જાહેરાત કરે છે કેટલાક માપદંડોના આધારે ગાર્બેજ ફ્રી સિટીમાં સુરતને સેવન સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Kite Festival : અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે ‘પતંગ મહોત્સવ’નો શુભારંભ કરાવ્યો, જાણો આ વર્ષે શું છે ખાસ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ