રાજ્યમાં સૌથી વધુ ઇલેક્ટ્રીક વાહનો ખરીદવામાં સુરત મોખરે,31 કરોડની સબસિડી કરાઈ રિલીઝ
અહેવાલઃ આનંદ પટણી, સુરત
આમ તો દરેક રીતે સુરતીઓ અવ્વલ રહેવામાં માનતા હોય છે. રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી કોઈપણ હાકલને સુરતીઓ અપનાવવામાં વાર નથી લગાડતા આવી જ રીતે જ્યારે પર્યાવરણની જાળવણી માટે ઈલેક્ટ્રીક વ્હીકલ અપનાવવા માટેની પહેલ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી ત્યારે સુરતીઓએ મોટી સંખ્યામાં આ નિર્ણયને વધાવીને વાહનોની ખરીદી કરવામાં અવ્વલ નંબર હાંસલ કર્યો છે.
પર્યાવરણની જાળવણી માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે માટે સબસીડી ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સબસીડી મેળવવામાં પણ સુરત પ્રથમ ક્રમાંક રહ્યું છે શહેરમાં આરટીઓ દ્વારા અત્યાર સુધી 31 કરોડની સબસીડી આપવામાં આવી છે સુરત શહેરમાં ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદવામાં આવ્યા બાદ તેની સબસીડી આરટીઓ દ્વારા આપવામાં આવે છે.
સુરત શહેરમાં ધીમે ધીમે ઈલેક્ટ્રીક વિહિકલનું ચલણ વધી રહ્યું છે , એક જ વર્ષમાં ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી કરનાર લોકોને રૂપિયા ૩૧ કરોડની સબસીડી રિલીઝ કરવામાં આવી છે આટલી મોટી રકમની સબસીડી રિલીઝ કરનાર સુરત આરટીઓ રાજ્યનું પ્રથમ આરટીઓ બન્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઈલેક્ટ્રીક વાહનોમાં મળતી સબસીડી ને કારણે લોકો આ વાહનો ખરીદવા માટે પહેલ કરતા હોય છે
રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારની સબસીડી વાહન પ્રમાણે જાહેર કરવામાં આવી છે જેમાં સૌથી વધુ સબસીડી ઇલેક્ટ્રોનિક કારમાં આપવામાં આવે છે જેમાં 1.5 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં સબસીડી અપાય છે. ટુ વ્હીલર ની ખરીદીમાં 20 હજાર રૂપિયા ની સબસીડી જ્યારે થ્રી વહીલરમાં 30,000 ની સબસીડી આપવામાં આવે છે. સુરત શહેરમાં અત્યાર સુધી 13700 વાહનોને સબસીડી ની ફાળવણી કરી દેવામાં આવી છે આ સબસીડી ની રકમ વાહન માલિકોના ખાતામાં સીધી ટ્રાન્સફર થાય છે
સુરત શહેરમાં નવા શરૂ થયેલા નાણાકીય વર્ષમાં 2425 નવા ઇલેક્ટ્રીક વાહનો રજીસ્ટર થયા છે આ નવા ખરીદાયેલા વાહનો પર 5.42 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જ્યારે પણ વાહન આરટીઓ ખાતે રજીસ્ટ્રેશન માટે પહોંચે છે ત્યારે આરટીઓ વિભાગ દ્વારા જે તે વ્યક્તિના બેંક ખાતાની માહિતી લઈ લેવામાં આવે છે અને સબસીડી રિલીઝ થઈ હતી સીધી તેના ખાતામાં જમા કરી દેવામાં આવે છે.
સુરતમાં વેચાયેલા ઇલેક્ટ્રીક વાહનોની વિગત
બાઈક-સ્કૂટર 26,984
મોપેડ 3079
થ્રી વ્હીલર 379
બસ 187
કાર 982
પેસેન્જર થ્રી વ્હીલર 103