Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: શહેરમાં વિઘ્નહર્તાની ભવ્ય વિસર્જન યાત્રા, તમામ રૂટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત

ભાગળ રાજમાર્ગ પર દુંદાળા દેવની ભવ્ય વિસર્જન યાત્રા વિસર્જનની યાત્રાના પગલે પોલીસનો ઝડબેસલાક બંદોબસ્ત શ્રીજીની 75,000 જેટલી પ્રતિમાનું આજે વિસર્જન કરવામાં આવશે Surat: સુરતમાં આજે ઠેર ઠેર ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકલી રહીં છે. નોંધનીય છે કે, ભાગળ...
surat  શહેરમાં વિઘ્નહર્તાની ભવ્ય વિસર્જન યાત્રા  તમામ રૂટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત
  1. ભાગળ રાજમાર્ગ પર દુંદાળા દેવની ભવ્ય વિસર્જન યાત્રા
  2. વિસર્જનની યાત્રાના પગલે પોલીસનો ઝડબેસલાક બંદોબસ્ત
  3. શ્રીજીની 75,000 જેટલી પ્રતિમાનું આજે વિસર્જન કરવામાં આવશે

Surat: સુરતમાં આજે ઠેર ઠેર ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકલી રહીં છે. નોંધનીય છે કે, ભાગળ રાજમાર્ગ પર દુંદાળા દેવની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. એકબાદ એક દુંદાળા દેવની પ્રતિમાઓ ભાગળ રાજમાર્ગ વાજતે ગાજતે દુંદાળા દેવને વિદાય અપાઈ રહી છે. ભક્તોમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. વિસર્જન યાત્રામાં ગણપતિ બાપ્પા મોર્યાના નારા લાગ્યા છે. આ તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવી રહીં છે.

Advertisement

શહેરના તમામ વિસર્જન રૂટ પોલીસની બાજ નજર

સુરતમાં ગણેશ વિસર્જનની યાત્રાના પગલે પોલીસનો ઝડબેસલાક બંદોબસ્ત જોવા મળ્યો છે. કુદરતી ઓવારાઓ, કુત્રિમ તળાવ તેમજ શહેરના તમામ વિસર્જન રૂટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સુરત શહેરમાં 16 હજાર કરતા વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ અને ટીઆરબી જવાનો સુરક્ષામાં તૈનાત રાખવામાં આવ્યા છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની 10 ટિમો,એસઓજીની 4 ટિમો અને 320 ધાબા પોઇન્ટ રાખવામાં આવ્યાં છે. શહેરના 3 હજારથી વધુ સીસીટીવી કેમેરાથી તમામ વિસર્જન યાત્રા પર બાઝ નજર રાખવામાં આવી રહીં છે. આ સાથે 7 જેટલા ડ્રોન કેમેરાથી સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, અન્ય 4 જેટલી કવિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: શહેરમાં ગણેશ વિસર્જનને લઈને Ahmedabad Police એલર્ટ, સલામતી માટે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા

Advertisement

મુસ્લિમ આગેવાનો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું

સુરતની વાત કરવામાં આવે તો, ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતાના પણ દર્શન જોવા મળ્યાં છે. ચોક વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું હતું. નોંધનીય છે કે, હિન્દુ મિલન મંદિરના ગણપતિ અને પથ્થર મારા સર્જાયેલ ગણપતિનું મુસ્લિમ સમાજ આગેવાનોએ દર્શન કરી સ્વાગત કર્યું હતું. હિન્દુ સમાજના આગેવાન, ગણેશ ઉત્સવ સમિતિ અને પોલીસ કમિશનર સાથે મુસ્લિમ આગેવાનો ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. મુસ્લિમ સમાજના આગેવાનોએ પિંજરામાંથી કબૂતરોને મુક્ત કરાવી શાંતિ સલામતીનો સંદેશ પણ પાઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બાપાની વિસર્જન યાત્રામાં કોમી એકતા જિંદાબાદના નારા લાગ્યા હતા.

શ્રીજીની 75,000 જેટલી પ્રતિમાનું આજે વિસર્જન થશે

નોંધનીય છે કે, સુરતમાં શ્રીજીની 75,000 જેટલી પ્રતિમાનું આજે વિસર્જન કરવામાં આવશે. આ માટે SMCએ માટીની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું છે. રામજી ઓવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો.સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી મુકેશ દલાલે આશા વ્યક્ત કરી હતી. રામજી ઓવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને સાંસદ મુકેશ દલાલે કર્યું હતું.

આ પણ વાંચો: Arasuri Ambaji Temple: 22.35 લાખ યાત્રાળુઓએ કર્યા મા અંબાના દર્શન, પાંચ દિવસમાં 1.90 કરોડની આવક

સુરત મહાનગરપાલિકા અનોખી ભેટ દ્વારા આપવામાં આવી

સુરતના કૃત્રિમ તળાવ પર મહિલા સંખી મંડળ દ્વારા દુંદાળા દેવાના વસ્ત્રો, માળા સહિત ચીજવસ્તુઓનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે. તમામ વસ્ત્રો અને માળા સહિત ચીજવસસ્તુઓમાંથી સુશોભિત તોરણ અને રાખડી સહિતની વસ્તુઓ બનાવવામાં આવશે. સુરત મહાનગરપાલિકા અનોખી ભેટ દ્વારા આપવામાં આવી છે. તમામ ઓવારાઓ પર અલગ અલગ સંખી મંડળોના કલેક્શન સેન્ટરો રાખવામાં આવ્યાં. વિસર્જિત માટે આવતી દુંદાળા દેવની પ્રતિમાના વસ્ત્રો, પીતાંબર, કુંડલ અને માળા એકત્ર કરાઈ રહી છે.

વિસર્જન યાત્રામા ભક્તો ટ્રેડિશનલ ડ્રેસકોડમાં જોવા મળ્યા

સુરતમાં વિઘ્નહર્તાની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાપાના વિસર્જનની ભવ્ય યાત્રામાં હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર રીતે લોકો જોડાયા હતાં. બેન્ડવાજા અને ડીજેના તાલે બાપ્પાની વિસર્જન યાત્રા નીકળી હતી. સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી વિસર્જન યાત્રાઓ નીકળી છે. ગણેશ ભક્તોએ બાપ્પાને વાજતે-ગાજતે વિદાય આપી છે. એટલું જ નહીં પરંતુ વિસર્જન યાત્રામા ભક્તો ટ્રેડિશનલ ડ્રેસકોડમાં જોવા મળ્યા હતાં. નોંધનીય છે કે, આ યાત્રામાં "મોર્યા રે બાપ્પા મોર્યા"ના નાદ સાથે બાપ્પાને વિદાય આપી છે.

આ પણ વાંચો: Bharuch : શું ખરેખર ભક્તોથી વિદાય સમયે ગણપતિ બપ્પા રડ્યા! દ્રશ્યોએ કુતૂહલ સર્જ્યું, જુઓ Video

Tags :
Advertisement

.