Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat Fraud: વિધવાને પ્રેમ કરવો મોંઘો પડ્યો, પ્રેમીએ ઓનલાઈન ગેમિંગમાં ઉડાવ્યા ૧૫ લાખ

Surat Fraud: સુરતમાં ફરી એક વાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન છેતરપીંડી (Fraud) ના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે ફરી વખત સુરતમાં એક યુવકે ઓનલાઈન ગેમિંગમાં 15 લાખ રૂપિયાની મોટી રકમ ઉડાડી છે....
surat fraud  વિધવાને પ્રેમ કરવો મોંઘો પડ્યો  પ્રેમીએ ઓનલાઈન ગેમિંગમાં ઉડાવ્યા ૧૫ લાખ

Surat Fraud: સુરતમાં ફરી એક વાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન છેતરપીંડી (Fraud) ના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે ફરી વખત સુરતમાં એક યુવકે ઓનલાઈન ગેમિંગમાં 15 લાખ રૂપિયાની મોટી રકમ ઉડાડી છે.

Advertisement

સુરતમાં એક વિધવાને પ્રેમ કરવાના કારણે લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે. એક યુવકને પ્રેમ કરવાના કારણે વિધવાને 15 લાખ રૂપિયા ભોગવવાનો વારો આવ્યો છે. વિધવાના પતિનું 3 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. પતિના મૃત્યુ બાદ મહિલા 3 વર્ષથી સંતાનો સાથે એકલી રહેતી હતી. આ વિધવાને 28 વર્ષના એક યુવક સાથે પ્રેમ થયો હતો. આ પ્રેમના ચક્કરમાં આ વિધવાને 15 લાખ રૂપિયા ભોગવવાનો વારો આવ્યો છે.

વિધવાની ફરિયાદ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

ત્યારે પોલીસ દ્વારા વિધવાની ફરિયાદ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેતાં સૌરભ મુંદરા દ્વારા કબૂલાત કરવામાં આવ્યા છે. સારોલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કારમાં આવી છે. ત્યારે જાણવા મળ્યું હતું કે, 15 લાખમાંથી માત્ર એક મોપેડ બચ્યું હતું. આ 42 વર્ષીય યુવતીના પતિનું 3 વર્ષ પૂર્વે હૃદયરોગના હુમલામાં નિધન થયું હતું.

Advertisement

વ્યાજથી સંતાનોના અભ્યાસ અને ભરણપોષણ કરતી હતી

પતિની વીમા પોલિસીના 15 લાખ રૂપિયા મહિલા દ્વારા રોકાણ કરવામાં આવ્યા હતા. જેના વ્યાજથી સંતાનોના અભ્યાસ અને ભરણપોષણ કરતી હતી. આ વિધવાના બેડરૂમ તરફ બીજી બિલ્ડિંગના બેડરૂમની બારી પડતી હતી. ત્યારે ૨૮ વર્ષીય સૌરભ મુંધરા સાથે વિધવાની આંખો મળી ગઈ હતી.

સમગ્ર મામલો સારોલી પોલીસ મથકે પહોંચ્યો હતો

મહિલા પાસેથી રૂ ૧૫ લાખની જમાપૂંજી પણ પડાવી લીધી હતી. ત્યારે 28 વર્ષીય યુવક નાણાં પરત આપવાને બદલે અપમાનિત કરી ધમકી આપતો હતો. જેથી આ સમગ્ર મામલો સારોલી પોલીસ મથકે પહોંચ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - માનસિક દિવ્યાંગ પુત્ર પરત ન ફરતાં પિતા અને બહેને પોસ્ટર લઈ શોધખોળ હાથ ધરી

Tags :
Advertisement

.