Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાઇટ ટુ ઇટ ચેલેન્જમાં પ્રથમ નંબર લાવવા માટે સુરતે કમર કસી, ગત વખતે આ સ્પર્ધામાં બીજા નંબરે રહ્યુ હતું

અહેવાલઃ આનંદ પટણી, સુરત  ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દ્વારા સમગ્ર દેશના વિસ્તારોમાં લોકોને બજારમાંથી મળતી ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા કેવી છે અને એ ગુણવત્તાને આધારે માર્કિંગ આપવામાં આવતું હોય છે આમ પણ સુરત માટે કહેવત પ્રખ્યાત છે કે...
રાઇટ ટુ ઇટ ચેલેન્જમાં પ્રથમ નંબર લાવવા માટે સુરતે કમર કસી  ગત વખતે આ સ્પર્ધામાં બીજા નંબરે રહ્યુ હતું

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

Advertisement

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દ્વારા સમગ્ર દેશના વિસ્તારોમાં લોકોને બજારમાંથી મળતી ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા કેવી છે અને એ ગુણવત્તાને આધારે માર્કિંગ આપવામાં આવતું હોય છે આમ પણ સુરત માટે કહેવત પ્રખ્યાત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ મળે તો એ ઉત્તમ કહેવાય.ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે ઈટ રાઈટ ચેલેન્જનું આયોજન કરવામાં આવે છે.

Advertisement

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય જે તે જિલ્લા અથવા મહાનગરપાલિકામાં ફૂડની ગુણવત્તા કેવી છે એ ચકાસવા માટે કરવામાં આવે છે. ગત વર્ષે યોજાયેલી સ્પર્ધામાં સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમાંકે હતી. રાજસ્થાનનું જયપુર આજ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હતું. સુરતને ચેલેન્જમાં પ્રથમ ક્રમાંકે લાવવા માટે સતત ફૂડની ગુણવત્તાને ચેક કરવા માટે સુરત મહાનગરપાલિકા કાર્યરત થઈ છે.

Advertisement

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દ્વારા સમગ્ર દેશના વિસ્તારોમાં લોકોને બજારમાંથી મળતી ખાણીપીણીની વસ્તુઓ ની ગુણવત્તા કેવી છે અને એ ગુણવત્તાને આધારે માર્કિંગ આપવામાં આવતું હોય છે આમ પણ સુરત માટે કહેવત પ્રખ્યાત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ મળે તો એ ઉત્તમ કહેવાય.

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022-23માં 2345 જેટલા વિવિધ દુકાનોમાંથી ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 202 જેટલા નમુનાઓ ફેલ થયા હતા એટલે કે આ 202 જેટલા નમુનાઓ ફૂડ સ્ટાન્ડર્ડના ધારા-ધોરણોને પ્રમાણે ન હોવાનું માલુમ પડતા તેમની સામે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે ફૂડ નહીં રાખનારા દુકાનદારો સામે હુકમ કરવામાં આવે છે તે પ્રકારની કાર્યવાહી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ફૂડ ટેસ્ટિંગ માટે ઓનવિલ્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સામાન્ય રીતે લેવામાં આવેલા સેમ્પલોને ટેસ્ટિંગ કરીને 14 દિવસમાં રિપોર્ટ આપવાનો હોય છે પરંતુ ઓનવિલ્સની સુવિધાને કારણે ફૂડ વિભાગને એવું લાગે કે આ ખાદ્ય પદાર્થના નમુના તાત્કાલિક રિપોર્ટ કરવા જેવા છે તો એ નમૂનાને તાત્કાલિક સ્થળ પર જ રિપોર્ટ કરીને કાર્યવાહી કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના ફુડ ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટ હાલ એપ્રિલ મહિનામાં ફ્રુટ માર્કેટ આઈસ ડીશ મસાલા અને અન્ય ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા છે આ સેમ્પલોમાં ધારા ધોરણનો મુજબના ન આવેલા દુકાનદારોને નોટિસ ફટકા કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આ પ્રયત્નો અંતર્ગત સતત ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને તેનું લેબોરેટરીમાં પૃથ્થકરણ પણ કરવામાં આવે છે. સુરતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાયેલી રહે તે માટે સુરત મહાનગરપાલિકા નું ફૂડ ટેસ્ટિંગ વિભાગ સતત કાર્યરત રહે છે.

Tags :
Advertisement

.