Surat: પહેલા નકલી IPS અને હવે ઝડપાયો નકલી CID અધિકારી
- સિંગણપોર પોલીસેને મળી સૌથી મોટી સફળતા
- મહિલાની પજવણી કરતો નકલી CID ઈન્સ્પેક્ટર પકડાયો
- પોલીસે નકલી CID અધિકારી બની ફરતા તરૂણ ભટ્ટને ઝડપી પાડ્યો
Surat: ગુજરાતમાં નકલી ઓફિસરોની ભરમાર થઈ હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા સુરત (Surat)માંથી નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો હતો. જ્યારે અત્યારે સુરત (Surat)માંથી જ નકલી સીઆઈડી ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, સુરતની સિંગણપોર પોલીસેને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સિંગણપોરની મહિલાની પજવણી કરતા નકલી CID ઈન્સ્પેક્ટરને પકડ્યો છે. જેની સામે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને NDRF અને SDRF ની ટીમો તૈનાત
નકલી CID અધિકારી બની ફરતો આરોપી ઝડપાયો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પાટણ ખાતે પોલીસે નકલી CID અધિકારી બની ફરતા તરૂણ ભટ્ટને ઝડપી પાડ્યો છે. સુરત (Surat)ની મહિલા જ્યાં જતી ત્યાંના ફોટો મોકલતો હોઈ રેકી કરતાં શખ્સને દબોચ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે તપાસ કરતા સાચી હકીકત સામે આવી છે. અલથાણ એટલાન્ટા શોપિંગમાં કોન્ફિડેન્શિયલ ઈન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી દ્વારા આ જાસૂસી કરવામાં આવતી હતી.
આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો
તરુણ ભટ્ટ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધી ચુક્યા
માહિતી એવી પણ સામે આવી છે કે, આ સેન્ટર ચલાવતાં અજય રાય માટે કામ કરતો હતો. એક દિવસના 1000 રૂપિયા લેખે આ મહિલાનો પીછો કરી ફોટો પાડવાનું કામ સોંપ્યું હતું. બીજી બાજુ જાસૂસી એજન્સીના સંચાલક અજય રાય અને ઝડપાયેલા મયૂર સોનવણેને પણ આરોપી બનાવ્યો હતો. તરુણ ભટ્ટ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધી ચુક્યા છે. જેથી અત્યારે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Rajkot: ખાનગી મેળાને આપવામાં આવી નોટિસ, પોલીસે કહ્યું પહેલા મંજૂરી મેળવો