Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: પહેલા નકલી IPS અને હવે ઝડપાયો નકલી CID અધિકારી

સિંગણપોર પોલીસેને મળી સૌથી મોટી સફળતા મહિલાની પજવણી કરતો નકલી CID ઈન્સ્પેક્ટર પકડાયો પોલીસે નકલી CID અધિકારી બની ફરતા તરૂણ ભટ્ટને ઝડપી પાડ્યો Surat: ગુજરાતમાં નકલી ઓફિસરોની ભરમાર થઈ હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા સુરત (Surat)માંથી નકલી...
surat  પહેલા નકલી ips અને હવે ઝડપાયો નકલી cid અધિકારી
  1. સિંગણપોર પોલીસેને મળી સૌથી મોટી સફળતા
  2. મહિલાની પજવણી કરતો નકલી CID ઈન્સ્પેક્ટર પકડાયો
  3. પોલીસે નકલી CID અધિકારી બની ફરતા તરૂણ ભટ્ટને ઝડપી પાડ્યો

Surat: ગુજરાતમાં નકલી ઓફિસરોની ભરમાર થઈ હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા સુરત (Surat)માંથી નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો હતો. જ્યારે અત્યારે સુરત (Surat)માંથી જ નકલી સીઆઈડી ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, સુરતની સિંગણપોર પોલીસેને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સિંગણપોરની મહિલાની પજવણી કરતા નકલી CID ઈન્સ્પેક્ટરને પકડ્યો છે. જેની સામે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને NDRF અને SDRF ની ટીમો તૈનાત

Advertisement

નકલી CID અધિકારી બની ફરતો આરોપી ઝડપાયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પાટણ ખાતે પોલીસે નકલી CID અધિકારી બની ફરતા તરૂણ ભટ્ટને ઝડપી પાડ્યો છે. સુરત (Surat)ની મહિલા જ્યાં જતી ત્યાંના ફોટો મોકલતો હોઈ રેકી કરતાં શખ્સને દબોચ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે તપાસ કરતા સાચી હકીકત સામે આવી છે. અલથાણ એટલાન્ટા શોપિંગમાં કોન્ફિડેન્શિયલ ઈન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી દ્વારા આ જાસૂસી કરવામાં આવતી હતી.

આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

Advertisement

તરુણ ભટ્ટ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધી ચુક્યા

માહિતી એવી પણ સામે આવી છે કે, આ સેન્ટર ચલાવતાં અજય રાય માટે કામ કરતો હતો. એક દિવસના 1000 રૂપિયા લેખે આ મહિલાનો પીછો કરી ફોટો પાડવાનું કામ સોંપ્યું હતું. બીજી બાજુ જાસૂસી એજન્સીના સંચાલક અજય રાય અને ઝડપાયેલા મયૂર સોનવણેને પણ આરોપી બનાવ્યો હતો. તરુણ ભટ્ટ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધી ચુક્યા છે. જેથી અત્યારે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Rajkot: ખાનગી મેળાને આપવામાં આવી નોટિસ, પોલીસે કહ્યું પહેલા મંજૂરી મેળવો

Tags :
Advertisement

.