Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત : ઉકાઇ ડેમ ભરાઈ જતા આ વર્ષે ખેડૂતોને પાણીની નહીં થાય સમસ્યા

અહેવાલ - રાબિયા સાલેહ આ વખતે ચોમાસાની પેર્ટન બદલાઇ છે, જેના કારણે ઉકાઇ ડેમમાં 77 દિવસમાં કુલ 28.47 ફુટ પાણીની આવક થઈ છે. ઉકાઇમાં 80 ટકા પાણી ભરાઇ જતાં એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે આ વખતે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં તહેવારોમાં...
12:30 PM Sep 15, 2023 IST | Hardik Shah

અહેવાલ - રાબિયા સાલેહ

આ વખતે ચોમાસાની પેર્ટન બદલાઇ છે, જેના કારણે ઉકાઇ ડેમમાં 77 દિવસમાં કુલ 28.47 ફુટ પાણીની આવક થઈ છે. ઉકાઇમાં 80 ટકા પાણી ભરાઇ જતાં એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે આ વખતે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં તહેવારોમાં પણ વરસાદ રહેવાની શક્યતા સેવાઈ રહી છે.

આવનારી નવરાત્રી અને દિવાળી પર્વ વચ્ચે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આવતા 51 રેઇનગેજ સ્ટેશનમાં ચોમાસાની પેર્ટન બદલાઇ હોઇ તેમ વરસાદ મોડો વરસી રહ્યો છે. આ વર્ષના વરસાદ પણ એક નજર નાખીએ તો વરસાદની શરૂઆત થાય એટલે કે જુન, માસ અને જુલાઇ અને ઓગસ્ટમાં મેઘરાજા ધીમા વરસે છે. પરંતુ ત્યારબાદ પણ વરસાદ એ દેમાર વરસી ખેતી પાક ઉપર સવાલ ઊભા કર્યા હતા એટલું જ નહીં દર વર્ષે આ સીઝન દરમિયાન ઉકાઇ ડેમ છલોછલ ભરાઇ જાય છે. ગત-2022 કરતા આ વર્ષે હજુ સુધી 50 ટકા જ વરસાદ વરસ્યો છે. આથી વરસાદની ભારે ઘટ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું, પરંતુ કેટલાક ખેડૂતનું માનવું છે કે વરસાદની ઘટ આગામી તહેવારોમાં પૂરી પડે તો નવાઇ નહીં. કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી ડેમ 345 ફુટ સુધી ભરાઇ છે. ગત વર્ષોમાં તો દિવાળીમાં પણ ઉકાઇ ડેમમાંથી પાણી છોડવું પડયું હતું. આથી હવે વરસાદની ખરી મોસમ શરૂ થાય તો નવાઇ નહીં. જેવી ખેડૂતો માં પણ ચર્ચા થઈ રહી છે.

દક્ષિણ ગુજરાત માં એક કરોડથી વધુ વસ્તી છે જો ધાર્ય પ્રમાણે વરસાદ પડશે તો ખેતીપાક માટે પાણીની સમસ્યા નહિ થાય, હાલ પણ સુરત, તાપી, નવસારી, વલસાડ, ભરુચમાં પીવા-ખેતીપાકને પાણી મળે છે. આ વર્ષે રહેલી મેઘરાજાની અવરજવર વચ્ચે સરેરાશ 14 ઈંચ વરસાદ નોંધાવાની સાથે જ 77 દિવસમાં ઉકાઇ ડેમ 28.47 ફૂટ ભરાવવાની સાથે જ ડેમ 80 ટકા ભરાતા એલર્ટ લેવલ એ પહોંચ્યો છે.જેના કારણે પાંચ જિલ્લાઓમાં આખુ વર્ષ ખેતી અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થતા સતાધીશો એ રાહત થઈ છે.

2023 ના વર્ષ ના વરસાદ ની શરૂઆત મોડે મોડે થઈ હતી, ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આ વર્ષે જુન મહિનાના અંત થી વરસાદ વરસ વાનો શરૂ થયો હતો, પરંતુ આજદિન સુધી જુવે એવો વરસાદ વરસ્યો નથી. જેના કારણે અત્યાર સુધીમાં ઉકાઇ ડેમના ટેસ્કાથી લઇને ઉકાઇ સુધીના 51 રેઇનગેજ સ્ટેશનમાં સરેરાશ 14 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે ઉકાઇ ડેમમાં ઓછા વધતા પ્રમાણમાં સતત પાણીની આવક ચાલુ જ રહેતા ગઈ કાલે સાંજે સપાટી 336.75 ફુટ નોંધાઇ હતી. આ ફુટે સપાટી પહોંચવાની સાથે જ ઉકાઇ ડેમ 80 ટકા ભરાઇને એલર્ટ લેવલે પહોંચ્યો છે. આ વર્ષે ઉકાઇ ડેમમાં 29-6-23 થી પાણીની આવક શરૂ થઇ હતી. જેથી તે વખતે સપાટી 308.28 ફુટ હતી. કુલ 77 દિવસ સુધીમાં સતત પાણીની આવક ચાલુ ૨હેતા સપાટીમાં 28.47 ફુટનો વધારો થઇને સાંજે 336.75 ફુટ નોંધાઈ છે. જે ઉકાઇ ડેમના રૂલલેવલ 340 ફુટ કરતા સવા ત્રણ ફુટ જ ઓછી છે. જયારે ઉકાઇ ડેમનુ ભયજનક લેવલ 345 ફુટ છે.

પાણી ની આવક અંગે ઉકાઇ ડેમના સતાધીશો એ જણાવ્યું હતું કે ઉકાઇ ડેમમાંથી જમણા-અને ડાંબા કાંઠાની નહેરોમાંથી વલસાડ, નવસારી, તાપી, ભરૂચ અને સુરત આમ પાંચ જિલ્લાના ખેતીપાકોને પાણી મળે છે. જયારે પાંચ જિલ્લાની 1 કરોડથી વધુ વસ્તીને પાણી સપ્લાય થાય છે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારમાં પાણી આપવામાં આવે છે. 80 ટકા ડેમ ભરાવાની સાથે જ આખુ વર્ષ 1 કરોડથી વધુ વસ્તીને તેમજ ખેતીપાકને પાણીની કોઈ એજ સમસ્યા નહિ થાય જેવી સત્તાધીશો સહિત ખેડૂતો એ રાહત અનુભવી હતી.

સપાટી. ટકા. સ્ટેજ સ્ટોરેજપાણી (MCM)

331.43.70. વોર્નિંગ 5190.00

336.34.80. એલર્ટ 6672.43

340.84.90. હાઈએલર્ટ 6672.86

345.00.100. ભયજનક 7414.19

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AlertFarmersSurat newsUkai DamUkai Dam FullWater problem
Next Article