Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: નશાના કાળા કારોબારનો પર્દાફાશ! ઓલપાડ પોલીસે 700 કિલોથી વધુ ગાંજો જપ્ત કર્યો

સુરતમાંથી નશીલા પદાર્થો ઝડપાવવાનો સિલસિલો માંગરોળના નાની નરોલી ગામે ઘરમાંથી મોટો ગાંજાનો જથ્થો મળ્યો પોલીસે મહિલા સહિત ૩ આરોપીઓની કરી ધરપકડ Surat: ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે. અવારનવાર રાજ્યમાંથી ડ્ર્ગ્સ અને ગાંજો...
surat  નશાના કાળા કારોબારનો પર્દાફાશ  ઓલપાડ પોલીસે 700 કિલોથી વધુ ગાંજો જપ્ત કર્યો
  1. સુરતમાંથી નશીલા પદાર્થો ઝડપાવવાનો સિલસિલો
  2. માંગરોળના નાની નરોલી ગામે ઘરમાંથી મોટો ગાંજાનો જથ્થો મળ્યો
  3. પોલીસે મહિલા સહિત ૩ આરોપીઓની કરી ધરપકડ

Surat: ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે. અવારનવાર રાજ્યમાંથી ડ્ર્ગ્સ અને ગાંજો ઝડપાય છે. નશાના કાળા કારોબાર માટે 1700 કિમી દૂરથી સુરત લાવવામાં આવેલા મોટા ગાંજાના જથ્થાનો ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓલપાડ પોલીસની ટીમે 30 કલાકનો ઉજાગરો કરી ગાંજાના વેપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 71 લાખની કિંમતનો 712 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો. સમગ્ર ઘટનામાં પોલીસે 1 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

નાની નરોલી ગામેથી 740.330 કિલોગ્રામ ગાંજો ઝડપાયો

Surat જિલ્લામાં નશાના સોદાગરો બેફામ બન્યા છે. અવાર નવાર સુરત શહેર અને જિલ્લામાં ડ્રગ્સ, ગાંજા જેવા નશીલા પદાર્થો ઝડપાતા રહે છે. ત્યારે આવા જ વધુ એક નશાના કારોબારનો સુરતની ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોલ તાલુકાના નાની નરોલી ગામેથી 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે મહિલા સહિત કુલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 74.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: રાજકીય પક્ષોના દાન કૌભાંડ કેસમાં CID Crime કેમ ઉંધા માથે પટકાઈ ?

બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો

આ સમગ્ર ઘટના ઉપર નજર કરીએ તો ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલા વાઈબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનું અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું છૂટક વેચાણ પોતે તથા માણસો મારફતે કરાવતો હતો. આ અંગે ઓલપાડ પોલીસને ખાનગી બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો: Himachal Pradesh : શિમલા બાદ મંડીમાં મસ્જિદને લઈને હોબાળો, હિંદુ સંગઠનોએ કર્યો વિરોધ

આરોપીની ઘરેથી 2.73 લાખનો ગાંજો મળી આવ્યો

પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી 2,73,800 રૂપિયાની કિમંતનો 27.380 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા અને વધુ તપાસ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. અઝીઝ ફકીરે તેના મળતિયા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળીયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં પણ દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસે અઝીઝ સલીમ ઈસ્માઈલશા ફકીર તથા શરીફાબાનુ બાબુભાઈ સુલેમાન શાહને ઝડપી તેના મકાનમાંથી 71,29,500 ની કિમંતનો 712.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.

સુરત જિલ્લામાં ચાલતા નશાના મોટા કારોબારનો પર્દાફાશ

નોંધનીય છે કે, ઝડપાયેલા આરોપીઓ ઓરિસ્સાના ગંજામ ખાતેથી કન્ટેનર મારફતે ગાંજાનો જથ્થો લાવ્યા હતા. ગાંજાનો જથ્થો અલગ અલગ પેડલરોને આપતા હતાં અને તેનું છૂટક વેચાણ કરતા હતા. આમ નશાનો કારોબાર કરી આરોપીઓ યુવા ધનને બરબાદ કરતાં હતાં. ઓલપાડ પોલીને મળેલી બાતમીને આધારે સુરત જિલ્લામાં ચાલતા નશાના મોટા કારોબારનો પર્દાફાશ થયો છે અને ઓલપાડ પોલીસે મોટી સફળતા હાસલ કરી છે. આમ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે 740.330 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ 74,08,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલો સલીમ ઈસ્માઈલ શા ફકીર ત્રણેક વર્ષ પહેલા સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશના ગુનામાં પકડાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર મળી કુલ 3 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલઃ ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો: Gujarat માં મેઘરાજાની હજી એક તોફાની બેટિંગ, અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી

Tags :
Advertisement

.