Surat: શું હીરા ઉદ્યોગમાં મંદી આવી? સુરતની એક કંપનીએ 50,000 કર્મચારીઓને...
- આંતરરાષ્ટ્રીય બજારોમાં પોલિશ કરેલા હીરાની માંગમાં ઘટાડો
- એક મોટી પેઢીએ પોતાના 50 હજાર કર્મચારીને આપી દીધી રજા
- હીરા ઉદ્યોગના 50 હજાર કર્મચારીઓ રજા પર રહેશે
Surat: સુરતમાં હીરા કંપનીઓની હાલત થઈ બદથી બત્તર, 50,000 કર્મચારીઓની રજા પર મોકલી દીધા હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરત (Surat)માં હીરા ઉદ્યોગ (Diamond Industry) માટે સૌથી મોટું હબ રહ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે હીરા ઉદ્યાગ ભારે મંદી આવી હોય તેવું લાગી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં અત્યારે પોલિશ કરેલા હીરાની માંગમાં ઘટાડો થવાના કારણે સુરત (Surat)ની એક હીરા મેન્યફેક્ટરિંગ કંપનીએ પોતાના 50,000 કર્મચારીઓને રજા પર મોકલી દીધા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 17 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી પોતાના કર્મચારીઓને કંપનીએ રજા પર મોકલી દીધા છે.
આ પણ વાંચો: AMC માં અધિકારીઓએ જમાવ્યો છે અડ્ડો! કેમ નથી કરવામાં આવી રહીં બદલી?
હીરા ઉદ્યોગમાં મોટી ઉથલપાથલ અને મંદીના એંધાર્ણ
મળતી વિગતો પ્રમાણે સુરત (Surat)ની મોટી હીરા પેઢી કિરણ જેમ્સે સાવન મહિનામાં 10 દિવસની રજા જાહેર કરી છે. કિરણ ફર્મની જાહેરાતના કારણે અત્યારે હીરા ઉદ્યોગમાં મોટી ઉથલપાથલ અને મંદી સાથે જોડવામાં આવી રહી છે. કિરણ જેમ્સે 10મી ઓગસ્ટથી 27મી ઓગસ્ટ સુધી રજા જાહેર કરી છે. મહત્વની વાત એ છે કે, ડાયમંડ વર્કર્સ યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે સરકાર પાસે રત્નકલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના લાગુ કરવા માંગ કરી છે. મંદીનો સામનો કરવા માટે જ્વેલર્સ માટે આ એકમાત્ર વિકલ્પ છે. કંપની દ્વારા રજા જાહેર કરવાને કારણે 50 હજાર કર્મચારીઓ રજા પર રહેશે. કિરણ જેમ્સની ગણતરી વિશ્વની સૌથી મોટી નેચરલ ડાયમંડ કંપનીઓમાં થાય છે.
આ પણ વાંચો: ફોરેસ્ટ ગાર્ડની ભરતીના મોટા સમાચાર, 25 ટકા ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે
50,000 કર્મચારીઓને પગાર મળશે કે કેમ?
નોંધનીય છે કે, મોટા ભાગે સુરતના હીરા કર્મચારીઓને ઉનાળામાં અને દિવાળી પર રજાઓ મળતી હોય છે, પરંતુ અત્યારે વૈશ્વિક હીરા મંદીના કારણે 50,000 જેટલા કર્મચારીઓની 10 દિવસની રજાઓ પર મોકલી દીધી છે. સુરત હીરા ઉદ્યાગને ઘણીવાર મંદીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે વિશ્વના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પણ મંદીનો સામનો કરવો પડતો હોયો છે.
આ પણ વાંચો: એસટી ડેપોમાં હોમ ગાર્ડ જવાને એક મહિલાને ઢસેડી, Video થયો Viral