Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SURAT : ચંદી પડવાના પર્વને લઈને સુરતમાં ધારી બનાવવાની કામગીરી પૂરજોશમાં

સુરતીઓના માણીતા "ચંદી પડવાના"પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વેપારીઓ દ્વારા અલગ અલગ ફ્લેવરની ઘારીઓ બનાવવામાં આવી રહી છે.માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી પણ ઘારીના ઓર્ડર નીકળતા વિક્રેતાઓ દ્વારા ઘારી બનાવવાની કામગીરી હાલ પુરજોશમાં કરવામાં આવી રહી...
04:22 PM Oct 22, 2023 IST | Harsh Bhatt

સુરતીઓના માણીતા "ચંદી પડવાના"પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વેપારીઓ દ્વારા અલગ અલગ ફ્લેવરની ઘારીઓ બનાવવામાં આવી રહી છે.માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી પણ ઘારીના ઓર્ડર નીકળતા વિક્રેતાઓ દ્વારા ઘારી બનાવવાની કામગીરી હાલ પુરજોશમાં કરવામાં આવી રહી છે.એક અંદાજ મુજબ દર વર્ષે સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂંસાની મેજબાણી માણતા હોય છે.જે ઘારીઓ અત્યાધુનિક મશીન દ્વારા પણ બનાવવામાં આવી રહી છે. જ્યાં અમેરિકા, કેનેડા,ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાંથી પણ ઘારીની ડિમાન્ડ નીકળતા વિક્રેતાઓ દ્વારા બોક્સ પેકિંગ કરી ઘારીના પાર્સલ કુરિયર કરવામાં આવી રહ્યા છે.જો કે દર વર્ષની સરખામણીએ ચાલું વર્ષે ઘારીના બજાર ભાવમાં દસ ટકાનો સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

દેશ-વિદેશોમાં વખણાતી સુરતની ઘારીનું નામ પડે એટલે સૌ કોઈ લોકોના મોંઢામાં સ્વાદનો ચસકો આવી જાય.ઘારીના શોખીન સુરતીઓ દર વર્ષે કરોડો રૂપિયાની ઘારી અને ભૂંસુ આરોગી જાય છે.ચંદી પડવાના પર્વ પર ઘારી અને ભૂંસાની મેજબાણી માણવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે.જે ચાલું વર્ષે પણ ઘારી અને ભૂંસાની મેજબાણી માણવા સુરતીઓ આતુર છે.ચંદી પડવાના પર્વને ધ્યાનમાં રાખી સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા પણ તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે.

 

 

જેમાં અલગ અલગ ફ્લેવરની ઘારીઓ વિક્રેતાઓ દ્વારા તૈયાર બનાવડાવવામાં આવી રહી છે.સુરતની ઘારી માત્ર સુરત અને ગુજરાત પૂરતી સિમીત નથી પરંતુ દેશ-વિદેશોમાં પણ વખણાય છે.તેજ કારણ છે કે આગામી ચંદી પડવાના પર્વને લઈ વિદેશોમાં વસતા સુરતીઓ દ્વારા ઘારી વિક્રેતાઓને ઓર્ડરો આપી રહ્યા છે.જેને ધ્યાનમાં લઈ સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા પણ જથ્થાબંધ ઘારીનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે અને બોક્સ પેકિંગ કરી ધારીના પાર્સલ કુરિયર મારફતે દેશ-વિદેશોમાં મોકલવામાં આવી રહ્યા છે.સુરતના ઘારી વિક્રેતા મનોજભાઈ ઘારીવાળાએ જણાવ્યું હતું કે,ગત વર્ષની સરખામણીએ ચાલું વર્ષે ઘારીના ભાવમાં દસ ટકા સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.દૂધ,ગેસના ભાવ અને એલચી સહિતના ભાવો ઉચકાયા છે.જેના કારણે આ વર્ષે દસ ટકા જેટલો ભાવ વધારો કરવાની ફરજ પડી છે.

સુરતની ઘારી દેશ-વિદેશોમાં પ્રખ્યાત છે.જ્યાં ચંદી પડવાના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે વિદેશોમાં વસતા સુરતીઓ દ્વારા ઘરીના ઓર્ડરો આપવામાં આવી રહ્યા છે.જે ઓર્ડરો ને પોહચી વળવા ખાસ અત્યાધુનિક મશીનથી બોક્સ પેકિંગ કરી ઘારીના પાર્સલ ઓર્ડર મુજબ કુરિયર કરવામાં આવી રહ્યા છે.ઘારી બનાવવા માટે મોટો સ્ટાફ કામે લગાડવામાં આવ્યો છે.ઘારી બનાવતી વખતે આરોગ્યને લઈ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.અમેરિકા,કેનેડા,દુબઇ,ન્યુઝીલેન્ડ સહિત વિદેશોમાંથી ઘારીની ડિમાન્ડ નીકળતા હાલ ઘારી બનાવવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
CHANDI PADVODharifamousFESTIVAL SEASONFoodSurat
Next Article