Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : સાયબર માફિયાએ મહિલાને આપી લોભામણી લાલચ અને પછી...

Surat : સાયબર માફિયાઓ વિવિધ રીતે લોકોને લલચાવીને પોતાનો ઉલ્લુ સીધા કરતા હોય છે. ત્યારે સુરત શહેરમાં એક મહિલાને હોટલ અને બીટકોઈનનો ટાસ્ક (bitcoin task) પૂર્ણ કરી કમાણી કરી આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. જોકે બાદમાં મહિલાને ઠગાઈ થઈ...
surat   સાયબર માફિયાએ મહિલાને આપી લોભામણી લાલચ અને પછી

Surat : સાયબર માફિયાઓ વિવિધ રીતે લોકોને લલચાવીને પોતાનો ઉલ્લુ સીધા કરતા હોય છે. ત્યારે સુરત શહેરમાં એક મહિલાને હોટલ અને બીટકોઈનનો ટાસ્ક (bitcoin task) પૂર્ણ કરી કમાણી કરી આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. જોકે બાદમાં મહિલાને ઠગાઈ થઈ હોવાનું ધ્યાને આવતા મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ (cyber crime police) થી મદદ લીધી હતી. સાયબર ક્રાઇમ પોલીસે મામલાની મૂળ સુધી પહોંચી તેને જેલ (Jail) ને હવાલે કર્યો છે.

Advertisement

જેમ જેમ ટેકનોલોજી (technology) નો ઉપયોગ વધતો જઈ રહ્યો છે તેમ તેમ સાયબર ક્રાઈમના ગુનામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. સાયબર માફીયા (Cyber criminals) ઓ લોકો સાથે યેન કેન પ્રકારે ઠગાઈ કરતા હોય છે. સાયબર માફીયાઓ હર હંમેશ અવનવી રીતે લોકો સાથે ઠગાઈ કરતા હોય છે. સુરતની એક મહિલા સાથે આવી જ રીતે સાયબર માફીયાએ વિવિધ પ્રકારના ટાસ્ક આપીને સગાઈ કરી હતી. જોકે, બાદમાં મહિલાને માલુમ પડ્યું કે તેની સાથે ઠગાઈ થઈ છે તેથી તેને તુરંત જ સાયબર ક્રાઇમ પોલીસ (Cyber Crime Police) નો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે પણ મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈને તાત્કાલિક એને જેલ (Jail) ને હવાલે કરી દીધો હતો.

સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ (Cyber crime Police) હંમેશા લોકોની વહારે હોય છે અને સાયબર ક્રાઈમને કોઈપણ લગતા ગુનાને તાત્કાલિક ઉકેલવા માટે કટિબંધ હોય છે. ત્યારે સુરત શહેરમાં રહેતી એક મહિલાને અલગ અલગ હોટલને રીવ્યુ આપવા તેમજ બીટકોઈન (Bitcoin) ખરીદવાના અને વેચવાના ટાસ્ક આપવામાં આવ્યા હતા. અને જો આ મહિલા આ ટાસ્કને પૂર્ણ કરે તો સારું એવું રિફંડ (Refund) મહિલાને મળશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. શરૂઆતમાં આ મહિલાએ એકાઉન્ટમાં ટુકડે ટુકડે 14 લાખ 63 હજાર 200 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ફરિયાદીને રિફંડ પેટે માત્ર 28 હજાર 700 રૂપિયા પરત આપ્યા હતા. જોકે, 14 લાખ 34 હજાર 500 રૂપિયા પરત ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુન્હો આચરેલ હતો. સદરહું ગુન્હામાં અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં કુલ રૂ.7,72,403/- ફ્રીઝ કરાવવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ (Cyber Crime Cell) ને સફળતા મળેલ છે.

Advertisement

સમગ્ર ગુન્હામાં સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી આ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ - મોઇઉદ્દીન S/O ભીખાભાઇ દાદનભાઇ બોળાતર શોધી કાઢી ગુન્હાના કામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરી શકે કેમ તેને લઈને પણ સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ - આનંદ પટણી

Advertisement

આ પણ વાંચો - Mansa : 21મી સદીમાં પણ જોવા મળી રહ્યું છે જાતિવાદનું ઝેર

આ પણ વાંચો - ઇઝરાયલના કેન્દ્રીય પરિવહનમંત્રી Miri Regev મુન્દ્રા પોર્ટની લઇ શકે છે મુલાકાત

આ પણ વાંચો - Dabhoi : બહેનને મળવા ગયેલા ભાઈનું રહસ્યમય મોત, ઓરસંગ નદીના પટમાંથી મળ્યો મૃતદેહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.