Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SURAT : નકલી વિમલ અને ડવ શેમ્પૂ બનાવતી કંપનીનો થયો પર્દાફાશ

SURAT NEWS : તમાકુ અને પાનમસાલા ખાતા તેમજ નહાતી વેળાએ શેમ્પૂનો ઉપયોગ કરતા લોકોને એક આંચકો આપે તેવા સમાચાર સુરત જિલ્લામાં સામે આવ્યા હતા. સુરતની ( SURAT ) ઓલપાડ પોલીસે નકલી વિમલ પાન મસાલા ગુટખા બનાવવાના તેમજ શેમ્પૂ રેકેટને ઉઘાડું...
04:40 PM Apr 08, 2024 IST | Harsh Bhatt

SURAT NEWS : તમાકુ અને પાનમસાલા ખાતા તેમજ નહાતી વેળાએ શેમ્પૂનો ઉપયોગ કરતા લોકોને એક આંચકો આપે તેવા સમાચાર સુરત જિલ્લામાં સામે આવ્યા હતા. સુરતની ( SURAT ) ઓલપાડ પોલીસે નકલી વિમલ પાન મસાલા ગુટખા બનાવવાના તેમજ શેમ્પૂ રેકેટને ઉઘાડું પાડી દીધું હતું. ઓલપાડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઓલપાડ તાલુકાના માસમાં ગામની સીમમાં આવેલ GIDC વિસ્તારમાં એક કંપનીમાં ગેરકાયદેસર વિમલ અને ડવ શેમ્પૂ બનતું હોવાની માહિતી મળતાં પોલીસે મોડી રાત્રે છાપો માર્યો હતો. વિમલ, ડવ શેમ્પૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને હાજર ઈસમો પાસેથી લાયસન્સ મળી ન આવ્યું હતું.જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ કંપનીમાં અલગ અલગ મશીનરીથી વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવટનું પેકિંગ કરી બોક્ષ ભરવામાં આવતા હતા તેમજ અલગ અલગ ડ્રામમાં બનાવટી લિકવિડ ભરી મશીનની મદદથી પેકિંગ કરી દેવાતું હતું. પોલીસે 21.85 લાખની કિંમતનો વિમલનો જથ્થો,28.31 લાખનો ડવ શેમ્પૂનો જથ્થો તેમજ અલગ અલગ મશીનો મળી કુલ 50.16 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને ગોડાઉન ભાડે રાખનાર અબ્દુલ હફીઝ,તેમજ ગોડાઉનમાં મજૂરી કરનાર (2) મનોજ કુમાર યાદવ,(3) ઇન્તેખાબ અહેમદ,(4) સંદીપ યાદવ,(5) રાહુલ સોનકર ,(6) સુનીલ નિશાદ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

ભાડે ગોડાઉન રાખી નકલી પ્રોડક્ટ બનાવનાર ઇસમની પોલીસે પૂછપરછ કરતાં આ તમામ પ્રોડક્ટ બિહાર રાજ્યમાં સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. હાલ તો પોલીસે FSL ની ટીમને સ્થળ પર બોલાવી નકલી શેમ્પૂ અને વિમલના પ્રોડક્ટમાં ક્યું કેમિકલ વાપરવામાં આવતું હતું, તેમજ ક્યાં ક્યાં જથ્થો વિતરણ કરવામાં આવતો હતો,નકલી પ્રોડક્ટ કંઈ રીતે બજારમાં ઘુસાડવામાં આવતી હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અહેવાલ - ઉદય જાદવ 

આ પણ વાંચો : VADODARA : વધુ પૈસા કમાવવાની લ્હાયમાં પિતા-પુત્ર ગૌમાંસના સમોસા વેચતા

આ પણ વાંચો : Solar Eclipse 2024 : આજનું ગ્રહણ જોવા Google એ કરી આ ખાસ વ્યવસ્થા

Tags :
Crime NewsDOVE SHAMPOODUPLICATE PRODUCTSGujaratGujarat PoliceOLPAD POLICERaidseizedSuratSurat CrimeSurat PoliceVIMALPAN MASALA
Next Article