Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat City Police : સાયબર ફ્રોડનો ભોગ બનનારાઓને પોલીસ લાખો રૂપિયા પરત અપાવશે

સુરત શહેર પોલીસની અનોખી પહેલ આપને રસ નથી, પરંતુ પોલીસને છે ઉદાસીન અરજદારોને લાખો રૂપિયા પરત મળશે Surat City Police : ગુજરાત સહિત દેશભરમાં સાયબર ક્રાઈમ (Cyber Crime) કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. નાગરિકોની અજ્ઞાનતા અને લોભના કારણે પ્રતિદિન...
surat city police   સાયબર ફ્રોડનો ભોગ બનનારાઓને પોલીસ લાખો રૂપિયા પરત અપાવશે
Advertisement
  • સુરત શહેર પોલીસની અનોખી પહેલ
  • આપને રસ નથી, પરંતુ પોલીસને છે
  • ઉદાસીન અરજદારોને લાખો રૂપિયા પરત મળશે

Surat City Police : ગુજરાત સહિત દેશભરમાં સાયબર ક્રાઈમ (Cyber Crime) કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. નાગરિકોની અજ્ઞાનતા અને લોભના કારણે પ્રતિદિન હજારો લોકો સાયબર છેતરપિંડીનો ભોગ બને છે અને લાખો-કરોડો રૂપિયા પણ ગુમાવે છે. સાયબર ક્રાઈમને અટકાવવા ગુજરાત પોલીસ (Gujarat Police) અને એજન્સીઓ પ્રયત્નશીલ છે, પરંતુ ભોગ બનનારને નાણા પરત અપાવવાની ધીમી પ્રક્રિયાના કારણે ગુજરાતીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. તાજેતરમાં સુરત શહેર પોલીસે લોક દરબાર યોજી નાણા મેળવવામાં ઉદાસીન ફરિયાદીઓને છેતરપિંડીમાં ગયેલા લાખો રૂપિયા પરત અપાવવા દાખવેલો અભિગમ ચર્ચામાં આવ્યો છે. Surat City Police ના ડીસીપી પિનાકીન પરમારે એવું તો શું કર્યું કે, 170 અરજદારોને લાખો રૂપિયા પરત મળશે. વાંચો આ અહેવાલમાં...

આપને રસ નથી પરંતુ પોલીસને છે : Surat City Police

પોલીસ સામેથી ફરિયાદી-અરજદારનો સંપર્ક કરી છેતરપિંડીના રૂપિયા પરત અપાવે તેવી ઘટના જવલ્લે જ બને છે. સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન-3 પિનાકીન પરમારે (Pinakin Parmar) તાજેતરમાં એક લોક દરબારનું આયોજન કર્યું હતું. લોક દરબારમાં સુરત પોલીસ કમિશનર એ. એસ. ગહલોત, વાબાંગ ઝમીર (Wabang Jamir) સહિતના અધિકારી તેમજ વકીલો ઉપસ્થિત રહ્યાં હતા. ડીસીપી પરમારના તાબામાં આવતા 5 પોલીસ સ્ટેશનમાં સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા 170 ફરિયાદીઓને નાણા પરત મેળવવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. નાની રકમની છેતરપિંડીનો ભોગ બનેલા કેટલાંક ફરિયાદી રકમ પરત મેળવવામાં ઉદાસીન હતા હોવાના કારણે પોલીસે સ્લૉગન આપ્યું હતું કે, "આપને રસ નથી, પરંતુ પોલીસને છે"

Advertisement

ફરિયાદીઓ કેમ ઉદાસીન હતા ?

હજારો રૂપિયાની રકમ છેતરપિંડીની ઘટનામાં ગુમાવનારા ફરિયાદીઓ રકમ પરત મળવા કેમ ઉદાસીન છે તે જાણવાનો Surat City Police ના ડીસીપી પિનાકીન પરમારે પ્રયાસ કર્યો હતો. કેટલાંક ફરિયાદીઓએ જણાવ્યું હતું કે, છેતરપિંડીના રકમ મેળવવા માટે વકીલનો ખર્ચ કરવો પડે અને સાથે-સાથે સરકારી કચેરીઓના ધક્કા પણ ખાવા પડે. "ઘાટ કરતા ઘડામણ મોંઘુ પડે" તેવી સ્થિતિ હોવાથી અરજદારો નાની રકમ મેળવવા માટે ભારે ઉદાસીન હતા.

Advertisement

ઉદાસીનતાનો ડીસીપી પરમારે હલ શોધી કાઢ્યો

વકીલના ખર્ચના મામલે ઉદાસીન અરજદારોને વિનામૂલ્યે કાર્યવાહીની ડીસીપી પિનાકીન પરમારે ખાતરી આપી. સુરતના સિનિયર એડવૉકેટ કલ્પેશ દેસાઈ (Kalpesh Desai Advocate) અને તેમની ટીમ એકપણ રૂપિયો ફી લીધા વિના અરજદારોની તમામ કોર્ટ કાર્યવાહી કરવા તૈયાર થઈ ગયા. તમામ 170 અરજદારોની નાણા પરત મેળવવા વકીલ ટીમ દ્વારા અરજી પ્રમાણિત કરી દેવાઈ અને તુરંત અરજી સહિતના દસ્તાવેજો સંલગ્ન અદાલતમાં મોકલી અપાયા અને મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા (Nayan Sukhadwala) એ પણ ઝડપી કાર્યવાહીની બાહેંધરી આપી દીધી.

સરકારી પત્રકમાં "રસ નથી" વાંચ્યું અને પછી...

સાયબર છેતરપિંડીના દસ્તાવેજો અને સરકારી પત્રકમાં નૉટ ઈન્ટરેસ્ટેડ (રસ નથી) શબ્દો વાંચીને પિનાકીન પરમાર ચમક્યા હતા. પિનાકીન પરમારે Gujarat First સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મેં જ્યારે આ અંગે તપાસ કરી તો મોટાભાગના અરજદારોને છેતરપિંડીના નાણા પરત લેવામાં રસ જ ન હતો. અરજદારોને ભલે રસ ના હોય, પરંતુ મારે તેમને નાણા પરત અપાવવા તે મારી ફરજ હતી. આથી પાંચેય પોલીસ સ્ટેશનના સાયબર ટીમને અરજદારોનો સંપર્ક કરી તેમના જરૂરી ઓળખ દસ્તાવેજો મંગાવ્યા. તમામ સાયબર ટીમને ફ્રીઝ એકાઉન્ટમાં કેટલાં નાણા જમા પડ્યા છે તેની જાણકારી મેળવવા 89 બેંકોમાં મોકલી. જુદીજુદી બેંકો અને બ્રાંચમાં કુલ 110 મુલાકાત બાદ 66 લાખની છેતરપિંડીની રકમ સામે 38.63 લાખ રૂપિયા જમા હોવાની માહિતી મેળવવામાં આવી. એક સાથે તમામ અરજદારોની પ્રક્રિયા શરૂ કરવા લોક દરબારનું આયોજન કર્યું. 89 બેંકોમાં પોલીસની જુદીજુદી ટીમોએ 110 વખત મુલાકાત લીધી અને ખાતરી કરી કે, ફ્રિઝ થયેલા ખાતાઓમાં કેટલી રકમ પડી છે.

તમામ ઝોનમાં લોક દરબાર થશે : CP ગહલોત

ઝોન-3ની દાખલારૂપ કામગીરી બાદ સુરત શહેરના તમામ ઝોનમાં લોક દરબાર યોજવા સૂચના અપાઈ હોવાનું પોલીસ કમિશનર એ. એસ. ગહલોતે (Anupam Singh Gahlaut) જણાવ્યું છે. ગહલોતે વધુમાં કહ્યું કે, Surat City Police માં નોંધાયેલા સાયબર ફ્રોડના કેસોમાંથી છેતરપિંડી આચરવા વપરાતા મોબાઈલ ફોન નંબર અને બેંક એકાઉન્ટનો ડેટા એકત્ર કરાયો છે. સાયબર ક્રાઈમના ગુનાઓ પર અંકુશ આવી શકે તે માટે ડેટા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ (National Cyber Crime Reporting Portal) ને તમામ ડેટા મોકલી અપાશે.

આ પણ વાંચો:  Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump ના શપથ ગ્રહણ માટે માત્ર થોડા કલાકો... 100 ફાઇલો તૈયાર કરાઇ

featured-img
સ્પોર્ટ્સ

IND Vs PAK Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચમાં પિચ કેવી હશે? ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુબઈના ક્યુરેટરનો ખુલાસો

featured-img
ગુજરાત

Patan: ગોગા મહારાજનો 25મો ત્રિ-દિવસીય રજત જયંતિ મહોત્સવ, મુખ્યમંત્રીની રહીં ખાસ ઉપસ્થિતિ

featured-img
રાષ્ટ્રીય

Weather News: યુપી-હરિયાણા સહિત આ રાજ્યોમાં વરસાદ, હિમવર્ષા અને વીજળી પડવાની આગાહી

featured-img
સુરત

Surat: ‘વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ ના નારાનો ફિયાસ્કો! રાતોરાત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 20 January 2025: આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, કારકિર્દીમાં સફળતા મળશે

×

Live Tv

Trending News

.

×