Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી, 5100 દિવામાંથી મૂર્તિ બનાવી જમાવ્યું આકર્ષણ

યુવાઓને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાનો ઉદ્દેશ Surat ના વી.આર મોલ ખાતે મૂકાઈ ગણેશજીની પ્રતિમા વિસર્જન બાદ દીવા જરૂરિયાત મંદ લોકોને વહેંચશે Surat: ગણપતિ ઉત્સવની અત્યારે ગુજરાતભરમાં ઉજવણીઓ થઈ રહીં છે. અનેક જગ્યાએ ગણપતિની સ્થાપનાઓ કરવામાં આવી છે. અનેક...
surat  અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી  5100 દિવામાંથી મૂર્તિ બનાવી જમાવ્યું આકર્ષણ
  1. યુવાઓને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાનો ઉદ્દેશ
  2. Surat ના વી.આર મોલ ખાતે મૂકાઈ ગણેશજીની પ્રતિમા
  3. વિસર્જન બાદ દીવા જરૂરિયાત મંદ લોકોને વહેંચશે

Surat: ગણપતિ ઉત્સવની અત્યારે ગુજરાતભરમાં ઉજવણીઓ થઈ રહીં છે. અનેક જગ્યાએ ગણપતિની સ્થાપનાઓ કરવામાં આવી છે. અનેક જગ્યાએ તો બાપાની અનોખી મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે. Surat માં એક યુવતી દ્વારા 5100 દિવામાંથી અનોખી રીતે ગણપતિ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવી છે. આજના યુવાનોને ધાર્મિક આસ્થા અને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાના ઉદ્દેશથી ડૉક્ટર અદિતિ મિત્તલે 5100 માટીના દીવાઓમાંથી આશરે સાડા 5 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા બનાવી છે. આ ગણેશજીની પ્રતિમા સુરતના વી.આર મોલ ખાતે મૂકવામાં આવી છે. ડોક્ટર આદિતિ છેલ્લા સાત વર્ષથી આ રીતે અવનવી રીતે ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરે છે.

Advertisement

આ પણ વાંચો: ભાદરવી પૂનમના મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર, બે દિવસમાં 4.98 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Advertisement

5100 દિવા માંથી અનોખી રીતે ગણપતિ દાદાની મૂર્તિ

ગણેશ ચતુર્થીનો પર્વ આવે ત્યારે લોકો અલગ અલગ રીતે ભક્તિભાવ કરતા જોવા મળતા હોય છે. સુરતમાં એક યુવતી દ્વારા 5100 દિવામાંથી અનોખી રીતે ગણપતિ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવી છે. નોંધનીય છે કે, આજના યુવાનોને ધાર્મિક આસ્થા અને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત ઓછું હોય છે પરંતુ ક્યાક એવું પણ થઈ રહ્યું છે કે, લોકો આકર્ષિત કરવાના ઉદ્દેશીથી ડૉક્ટર આદિત્ય મિત્ર 5100 માટીના દીવાઓમાંથી આશરે 5:30 ft ઊંચી ગળેજીની પ્રતિમા બનાવી છે. આ ગણેશજી ની પ્રતિમા સુરતના વી.આર મોલ ખાતે મૂકવામાં આવેલ છે.

આ પણ વાંચો: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા

Advertisement

પાંચ ફૂટની પ્રતિમા બનાવી આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું

ડૉક્ટર આદિતિ છેલ્લા સાત વર્ષથી આ રીતે અવનવી રીતે ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરતી હોય છે. આ વર્ષે એને દીવા માંથી સાડા પાંચ ફૂટની પ્રતિમા બનાવી લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું હતું. અગાઉ આદિતીએ તરબૂચ રાયપુર નારિયેળ મકાઈ જેવી વસ્તુઓમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવી હતી. ગણેશજીની મૂર્તિના વિસર્જન બાદ આદિતિ પ્રસાદ તરીકે અલગ અલગ જગ્યાએ લોકોને આપતી હોય છે. આ વખતે જ્યારે તેણે દીવામાંથી ગણપતિ બનાવ્યા છે. ગણેશજીના વિસર્જન બાદ આ દીવા થકી લોકોના ઘરમાં પ્રકાશ થાય તે ઉદ્દેશથી આ દિવા જરૂરિયાત મંદ લોકોને વહેંચવામાં પણ આવશે. અગાઉ તેમણે જે ગણેશજીની પ્રતિમાઓ બનાવેલી હતી. પ્રતિમાઓ ઇન્ડિયા બુકો રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન પામ્યા હતા.

આ પણ વાંચો: સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો હ્રદય કંપાવતો વીડિયો! એક જ પરિવારના ચાર લોકોનું...

Tags :
Advertisement

.