Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SURAT BRTS ACCIDENT : કાળમુખી BRTS બસ અકસ્માતમાં પોલીસ દ્વારા બસ ડ્રાઇવરની મનહર ગામીતની કરાઇ ધરપકડ

અહેવાલ - આનંદ પટની સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત કાળમુખી BRTS બસની અડફેટે થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં નવ ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિનું કરુણ મોત નીપજવાની ઘટનામાં કતારગામ પોલીસે અકસ્માત સર્જનાર બસ ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ...
03:05 PM Dec 24, 2023 IST | Harsh Bhatt

અહેવાલ - આનંદ પટની

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત કાળમુખી BRTS બસની અડફેટે થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં નવ ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિનું કરુણ મોત નીપજવાની ઘટનામાં કતારગામ પોલીસે અકસ્માત સર્જનાર બસ ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં બસની બ્રેક ફેલ થઈ જવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું 

પોલીસ તપાસમાં બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે અકસ્માતની ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે બસની બ્રેક ફેલ થઈ ગઈ હોય તો સ્વાભાવિક છે કે, બસનું યોગ્ય સમયે મેન્ટેનન્સ કરવામાં આવ્યું ન હોવાના કારણે આ ઘટના બની છે. જે ઘટના માટે સંપૂર્ણ રીતે પારિકા સંચાલિત બીઆરટીએસ બસના ઇજારદાર જવાબદાર છે. જેની સામે કાર્યવાહી થવી પણ જરૂરી છે

.સુરત શહેરના રસ્તા ઉપર બેફામ દોડતી પાલિકા સંચાલિત બીઆરટીએસ અને સીટી બસની અરફેટે અવારનવાર અકસ્માતો સર્જી નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. માત્ર ઘટના બને ત્યારે તબેલાને તાળા મારવાનું કામ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યું છે. આવું જ કંઈક સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનામાં જોવા મળી રહ્યું છે.

બસના ચાલક મનહર ગામીતની ધરપકડ કરવામાં આવી

કતારગામ ગજેરા સર્કલ પાસે ગતરોજ બનેલી અકસ્માતની ઘટનામાં નવ લોકોને બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લીધા હતા. નવ ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિનું આ ઘટનામાં કરુણ મોત નીપજ્યું હતું. જે ઘટના અંગે કતારગામ પોલીસ દ્વારા પાલિકા સંચાલિત બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ કલમ 304,337 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 279 હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે ગુનામાં આજરોજ બસના ચાલક મનહર ગામીતની ધરપકડ કરવામાં આવી છે.

વાંક કોનો ? 

આરોપીની પૂછપરછમાં બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે અકસ્માતની ઘટના બની હોવાનું આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે. પરંતુ બસની બ્રેક ફેઇલ થઈ ગઈ હોય તો સ્વાભાવિક છે કે બસ તો યોગ્ય સમયે મેન્ટેનન્સ કરવામાં આવ્યું ન હોવાના કારણે આ ઘટના બની હોઈ શકે છે, જે માટે સંપૂર્ણ જવાબદારી પાલિકાના ઇજારદારની બને છે.

આ પણ વાંચો -- AMBAJI : કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડ આવ્યા અંબાજી મંદિરમાં માતાજીના દર્શને

Tags :
9 DEATHSAccidentArrestBRTSGujarat FirstSurattragic
Next Article