Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: થોડા દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો, પોલીસની કામગારી સામે સવાલ

ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો બોળકીનો મૃતદેહ અગાઉ પોલીસે અપહરણ મામલે ગુનો નોંધ્યો હતો પોસ્ટમોર્ટમ બાદ જ અમે કોઈ નિવેદન આપશુંઃ પોલીસ Surat: સુરતને ક્રાઈમ સિટી કહેવામાં આવે છે, છાસવારે અહીં ક્રાઈમની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે સુરત હજીરા પોલીસે...
surat  થોડા દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો  પોલીસની કામગારી સામે સવાલ
  1. ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો બોળકીનો મૃતદેહ
  2. અગાઉ પોલીસે અપહરણ મામલે ગુનો નોંધ્યો હતો
  3. પોસ્ટમોર્ટમ બાદ જ અમે કોઈ નિવેદન આપશુંઃ પોલીસ

Surat: સુરતને ક્રાઈમ સિટી કહેવામાં આવે છે, છાસવારે અહીં ક્રાઈમની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે સુરત હજીરા પોલીસે છ વર્ષની બાળકીનો અપહરણનો મામલો નોંધાયો હતો. નોંધનીય છે કે, આ બાબતે કોઈ નકર કાર્યવાહી થઈ હતી કે કેમ તે પણ એક સવાલ છે. યોગ્ય તપાસ ન થતા બાળકીનું મૃતદેહ ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. અહીં ચર્ચનાનો વિષય એ છે કે, આખરે સાત દિવસ સુધી પોલીસ શું કરી રહી હતી?

Advertisement

આ પણ વાંચો: રોડ પર બાઈકચાલકનો મૃતદેહ મળ્યો, મિત્રનો વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા તર્ક-વિતર્ક

Advertisement

બાળકીનું મૃતદેહ મળતા સ્થાનિક પોલીસ દોડતી થઈ

ચોંકાવનારી વાત એ છે કે, ગુમ થયાના થોડાક જ અંતરેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીનું મૃતદેહ મળતા સ્થાનિક પોલીસ અને અન્ય પોલીસની બ્રાન્ચો દોડતી થઈ છે. મહત્વની વાત એ પણ છે કે, ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા સ્પષ્ટ ના પાડી દીધી હતી. એસીપી દિપ વકીલે કહ્યું કે, ‘પોસ્ટમોર્ટમ બાદ જ અમે કોઈ નિવેદન આપશું.’ આખરે શા માટે પોલીસ દ્વારા અત્યાર સુધી કાર્યવાહી ના કરવામાં આવી?

આ પણ વાંચો: Vande Metro Train : ગુજરાતીઓ આનંદો... હવે પટરી પર જલદી દોડશે વંદે મેટ્રો ટ્રેન, જાણો તેના અંગે

Advertisement

શા માટે જલ્દી યોગ્ય તપાસ કરવામાં ના આવી?

અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. સુરતમાં જે સ્થળેથી બાળકી ગુમ થઈ હતી, તે સ્થાનથી થોડે દુર બાળકની લાશ પડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે પોલીસની કાર્યવાહી સામે પણ અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. આખરે શા માટે બાળકી કોઈ શોધખોળ ના કરવામાં આવી? પ્રશ્ન એટલા માટે થાય છે કારણે કે, જ્યાથી બાળકી ગુમ થઈ હતી, ત્યાં થોડે દૂરથી જ બાળકીની લાશ મળી આવી છે. જો યોગ્ય તપાસ કરવામાં આવી હોત તો કદાચ બાળકીની લાશ નહીં બાળકી ખુદ મળી ગઈ હોત!

આ પણ વાંચો: Surat : ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા, હરિપુરા કોઝવે ગરકાવ થતાં 10 ગામ સંપર્ક વિહોણા થયા

Tags :
Advertisement

.