Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : કોસંબા APMC માં ભાજપનો ભગવો લહેરાયો, તમામ 10 ઉમેદવારોનો ભવ્ય વિજય

અહેવાલ - ઉદય જાદવ, સુરત  માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કોસંબા APMCની 10 સીટો પર ગતરોજ યોજાયેલી ચૂંટણીના આજરોજ પરીણામો જાહેર થયા છે. જેમાં જીતના દાવા કરી રહેલ કોંગ્રેસ અને અપક્ષના સૂપડા સાફ થઈ ગયા છે અને ભાજપના તમામ ઉમેદવારોનો...
surat   કોસંબા apmc માં ભાજપનો ભગવો લહેરાયો  તમામ 10 ઉમેદવારોનો ભવ્ય વિજય

અહેવાલ - ઉદય જાદવ, સુરત 

Advertisement

માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કોસંબા APMCની 10 સીટો પર ગતરોજ યોજાયેલી ચૂંટણીના આજરોજ પરીણામો જાહેર થયા છે. જેમાં જીતના દાવા કરી રહેલ કોંગ્રેસ અને અપક્ષના સૂપડા સાફ થઈ ગયા છે અને ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. જેને લઇને હાજર ભાજપના હાજર કાર્યકરો અને હોદેદારોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.

ભાજપના તમામ 10 ઉમેદવારોની ભવ્ય જીત 

Advertisement

માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કોસંબા APMC ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 15 માંથી પાંચ બેઠક બિનહરીફ થઇ હતી, અને 10 બેઠક માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેને લઇને છેલ્લા કેટલાક દિવસોથી તમામ ઉમેદવારો એડી-ચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા અને પોતાની જીતના દાવાઓ કરી રહ્યા હતા.ગતરોજ સવારે 09 થી સાંજના 05 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. જેમાં 394 માંથી 382 મતદારોએ મતદાન કર્યું હતું.

આજ રોજ આ ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો અને ભાજપના તમામ 10 ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી. ભાજપના તમામ ઉમેદવારોની જીત થતા APMC ના પટાગણમાં દિવાળી જેવો માહોલ મળ્યો હતો. હાજર સૌ કાર્યકરો અને સમર્થકોએ વિજેતા ઉમેદવારોને ખભે બેસાડી વિજયનો જશ્ન મનાવ્યો હતો.

Advertisement

20 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી

કોસંબા APMC ની આ ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા 20 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. તેમજ માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના ઉપ પ્રમુખ શૈલેન્દ્રસિહ આંલોજાએ ભાજપની વિરૂદ્ધમાં જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે તેઓને પણ હારનો સ્વાદ ચાખવા પડ્યો હતો.

કોને કેટલા મત મળ્યા

ખેર સુરેન્દ્રસિંહ ધીરજસિંહ -304

કઠવાડિયા દિપસિંહ ઈશ્વરસિંહ -293

ભરથાણીયા સતીષકુમાર ચંદ્રસિંહ -285

રાણા સંજયસિઁહ અજીતસિંહ -282

પટેલ કિરીટભાઈ કલ્યાણભાઈ -264

પટેલ શાકીર સરદાર - 254

પટેલ પ્રભાતભાઈ ખુશાલભાઈ - 246

પટેલ પ્રતાપભાઈ નરસિંહભાઈ - 238

ચૌધરી ચંપકભાઈ સામાભાઈ - 236

સોલંકી નરેન્દ્રભાઈ ડાહ્યાભાઈ - 210

આ પણ વાંચો -- શ્રમિક પરિવારને ઘરે પરત ફરતા નળી અમંગળ ઘટના, ગોઝારા અકસ્માતમાં કુટુંબના 6 સભ્યો હોમાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.