Surat : 1 કરોડનું ડ્રગ્સ ફેંકીને ફરાર થયેલો આરોપી આખરે ઝડપાયો, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા!
- સુરતનાં લાલગેટ વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાવવાનો મામલો
- 1 કરોડનું ડ્રગ્સ ફેંકી ફરાર આરોપીની ધરપકડ કરાઈ
- 29 એપ્રિલે SOG એ લાલમિયા મસ્જિદ પાસેથી ડ્રગ્સ ઝડપ્યું હતું
- મુંબઇથી આરોપી બે સાગરિતો સાથે મળી MD ડ્રગ્સ લાવ્યો હતો
સુરતમાં (Surat) માદક પદાર્થોની હેરાફેરી કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. આ ઝુંબેશ હેઠળ શહેરનાં લાલગેટ વિસ્તારમાં એક કરોડની કિંમતનું ડ્રગ્સ ફેંકી ફરાર થઈ ગયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ગત 29 એપ્રિલનાં રોજ લાલમિયા મસ્જિદ પાસેથી SOG એ આ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ મામલે હવે આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Dashama Visarjan : મૂર્તિ વિસર્જન વખતે બની ગોઝારી ઘટના, 5 પૈકી 3 ના નદીમાં ડૂબી જતાં મોત
કરોડોના ડ્રગ્સની હેરાફેરીમાં ફરાર આરોપી ઝડપાયો
સુરતમાં (Surat) 29 એપ્રિલનાં રોજ SOG એ મળેલી બાતમીનાં આધારે વોચ ગોઠવીને લાલમિયા મસ્જિદ (Lalmia Masjid) પાસેથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ડ્રગ્સની કિંમત 1 કરોડ હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં ફરાર આરોપી શાહબાજ આલમની લાલગેટ પોલીસે (Lalgate Police) ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ મુજબ, આરોપી શાહબાજ આલમ ઇર્ષાદ હુસૈન ખાન રામપુરા અખાડા સ્ટ્રીટનો રહેવાસી અને વેસ્ટેજ યાર્નનો વેપારી છે. આરોપી મુંબઈથી (Mumbai) બે સાગરિતો સાથે મળી એક કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ સુરતમાં લાવ્યો હતો.
આ પણ વાંચો - Amreli : ગૌવંશનું કતલ કરી હિન્દુઓની લાગણી દુભાવનાર વિધર્મી શખ્સને કોર્ટે ફટકારી આ સખત સજા
આરોપીને એક ખેપનાં 5 હજાર રૂપિયા મળતા
આરોપીએ પોલીસને વધુમાં જણાવ્યું કે, રામપુરાનાં કાશીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખે આ ડ્રગ્સ મંગાવ્યું હતું. જણાવી દઈએ કે, મુખ્ય સુત્રધાર કાશીફની SOG એ અગાઉ ધરપકડ કરી હતી. મુખ્ય ભૂમિકા શાહબાજ આલમની હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા. દરમિયાન, આરોપી શાહબાજ લાલગેટ વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા લાલગેટ પોલીસે (Lalgate Police) તેને દબોચી પાડ્યો હતો. પોલીસ તપાસ અનુસાર, આરોપીને એક ખેપનાં 5 હજાર રૂપિયા મળતા હતા. આરોપીએ ફયાઝ અલી અને સાદિક જમાલ સાથે મળી ત્રણ ખેપ મારી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - 15th August : રાષ્ટ્રપતિ મેડલની થઈ જાહેરાત, ગુજરાતનાં આ 25 પોલીસકર્મીઓને મેડલ આપી કરાશે સન્માનિત