Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત : ડમ્પર અને બાઈક વચ્ચે રૂંવાટા ઉભા થાય તેવું Accident, ત્રણ યુવકોના મોત

સુરતના જિલ્લાના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. બીજી તરફ અકસ્માતની ઘટના બાદ ડમ્પરમાં આગ લાગી ગયી હતી. બનાવની...
01:01 AM Jun 24, 2023 IST | Hardik Shah

સુરતના જિલ્લાના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. બીજી તરફ અકસ્માતની ઘટના બાદ ડમ્પરમાં આગ લાગી ગયી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો છે.

સુરત શહેર તેમજ જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરત જિલ્લાના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહી બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે. અકસ્માતની આ ઘટનામાં ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ થઇ હતી અને ઘટના સ્થળે જ ત્રણેય યુવકોના મોત થયા હતા. બીજી તરફ અકસ્માતની ઘટના બાદ ડમ્પરમાં આગ લાગી હતી. અકસ્માતની ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. બનાવની જાણ ફાયર અને પોલીસને થતા ઘટના સ્થળે પહોચ્યા હતા અને ફાયર વિભાગની ટીમે ડમ્પરમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. બીજી તરફ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

કામરેજ પીઆઈ આરબી ભટોળે જણાવ્યું હતું કે 11 વાગ્યાની આસપાસ ટીમ્બા રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ત્રણેય બાઈક સવારો ભરૂચના પાનોલીના રહેવાસી છે. જેમાંથી એકની ઓળખ વસાવા વિજય દિનેશ કુમાર તરીકે થઇ છે. તેઓ બારડોલી તરફથી આવતા હતા અને ડમ્પર ગલતેશ્વર તરફથી બારડોલી તરફ જતું હતું અને તે દરમ્યાન ટીમ્બા ગામની સીમમાં અકસ્માત થયો છે. ત્રણેય બાઈક સવારો ડમ્પરની નીચે આવી જતા તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ ઉપરાંત ડમ્પરમાં સ્પાર્ક થતા આગ લાગી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત ત્રણેય મૃતકોની લાશને કામરેજ સીએસસી સેન્ટર ખાતે ખસેડી તેઓના પરિવારને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Ahmedabad: જગન્નાથ મંદિરનું રી-ડેવલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - ઉદય જાદવ

Tags :
Accidentaccident newsDeathdeath of three youthsdumper and bike accidentSurat news
Next Article