ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ઝડપાયો PSI , Surat ACB એ ગોઠવ્યું હતું છટકું

1 લાખની લાંચ લેતા PSI ને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો સુરત એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું પીએસઆઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી Surat ACB: સુરતના અઠવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ ને રૂપિયા 1,00,000 ની લાંચ...
01:59 PM Sep 26, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage
Surat
  1. 1 લાખની લાંચ લેતા PSI ને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો
  2. સુરત એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું
  3. પીએસઆઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી

Surat ACB: સુરતના અઠવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ ને રૂપિયા 1,00,000 ની લાંચ લેતા સુરત એસીબી દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ફરિયાદી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં થયેલી અરજી ન તપાસ દરમિયાન ગુનો રજીસ્ટર નહીં કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી દ્વારા બનાસકાંઠા એસીબીમાં આ મામલે જાણકારી આપતા સુરત એસીબીને સાથે રાખી છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂપિયા એક લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવેલા પીએસઆઇની ધરપકડ કરી વધુ તપાસ સુરત એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.

પીએસઆઇ એ ધાકધમકી આપી રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી

નોંધનીય છે કે, આરોપીનું નામ લલિત પુરોહિત જે સુરતના અઠવા પોલીસ મથકમાં પીએસઆઇ તરીકેની ફરજ બજાવે છે. મૂળ બનાસકાંઠાના વતની ફરિયાદી વિરુદ્ધ એક અરજી અઠવા પોલીસ મથકમાં થઈ હતી. જે અરજીની તપાસ લલિત પુરોહિત કરી રહ્યા હતા. જોકે તટસ્થ તપાસ કરવાના બદલે પોતાનો રોટલો શેકવા માટે પીએસઆઇ દ્વારા ₹3,00,000 ની લાંચ માંગવામાં આવી હતી. બનાસકાંઠાના મૂળ ફરિયાદી વિરુદ્ધ થયેલી આ અરજીની તપાસ દરમિયાન ગુનો નહીં રજીસ્ટર કરવા પીએસઆઇ એ ધાકધમકી આપી રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી. જો રૂપિયા નહીં આપે તો ફરજિયાત પણે ગુનો દાખલ કરવો પડશે તેમ ફરિયાદીને ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી અને પીએસઆઇ વચ્ચે આ બાબતને લઈ રક્ઝકના અંતે એક લાખ રૂપિયામાં સમાધાન થયું હતું.

આ પણ વાંચો: Surat: હવે બસ પણ મહિલાઓ માટે સુરક્ષિત નથી! બસના ડ્રાઈવરે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

પોલીસ સ્ટેશન નજીક જ આ છટકાનું આયોજન કરાયું

જોકે ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોય બનાસકાંઠા એસીબીમાં આ મામલે તેઓએ રજૂઆત કરી હતી. જેથી સુરત એસીબીના સાથે રાખી ફરિયાદીની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. સુરતના અથવા પોલીસ વખતમાં ફરજ બજાવતા પીએસઆઇ લલિત પુરોહિતને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડવા પોલીસ સ્ટેશન નજીક જ આ છટકાનું આયોજન કરાયું હતું. દરમિયાન પોલીસ સ્ટેશન નજીક ₹1,00,000 ની લાંચ લેતા એસીબીએ અઠવા પોલીસ મથકના પીએસઆઇ લલિત પુરોહિતને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જ્યાં સુરત એસીબી દ્વારા આ લાંચિયા પીએસઆઇ સામે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat Traffic police: 50 થી 100 વાર મેમો ફટકાર્યો પણ સુરતીઓ સુધર્યા નહીં! RTO દ્વારા 12,631 લાઇસન્સ રદ કરાશે

એસીબી દ્વારા મિલકત સંબંધી તપાસ પણ કરાશે

એસીબી દ્વારા લાંચિયા પીએસઆઇને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરાશે. જ્યાં પીએસઆઇની મિલકત સંબંધી તપાસ પણ એસીબી દ્વારા કરવામાં આવશે. પીએસઆઇ દ્વારા કોઈ આ પ્રમાણસર મિલકત વસાવામાં આવી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ પણ કરાશે. જોકે એસીબીની કાર્યવાહી બાદ અન્ય લાંચિયા અધિકારીઓમાં ભારે ફફડાટ પણ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Banaskantha: ખેડૂતની નજર ચૂકવી ગઠિયો રૂપિયા 1.40 લાખ ભરેલી થેલી લઇ થયો છૂમંતર

Tags :
1 Lakh bribebribe caseGujarati NewsPSI Lalitkumar PurohitSuratSurat ACBSurat ACB arrested PSI Lalitkumar PurohitSurat newsVimal Prajapati