Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : કાપડ ઉદ્યોગને જીવતો રાખવા મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા કરાયો અનોખો પ્રયાસ

અહેવાલ - રાબિયા સાલેહ, સુરત સુરત એક મીની ભારત તરીકે ઓળખાય છે ,વિવિધ જાતિના લોકો અન્ય રાજ્ય થી સુરત આવી રોજી રોટીની શોધ કરે છે. ત્યારે અન્ય રાજ્યના વેપારીઓ પણ સુરતમાંથી ક્રેડિટ પર કપડાં ખરીદી લે વેચ નો વેપાર કરે...
surat   કાપડ ઉદ્યોગને જીવતો રાખવા મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા કરાયો અનોખો પ્રયાસ
અહેવાલ - રાબિયા સાલેહ, સુરત
સુરત એક મીની ભારત તરીકે ઓળખાય છે ,વિવિધ જાતિના લોકો અન્ય રાજ્ય થી સુરત આવી રોજી રોટીની શોધ કરે છે. ત્યારે અન્ય રાજ્યના વેપારીઓ પણ સુરતમાંથી ક્રેડિટ પર કપડાં ખરીદી લે વેચ નો વેપાર કરે છે. એટલુ જ નહિ વર્ષો વર્ષ થી આ રીતનો વેપાર ચાલી રહ્યો છે. જેમાં વખત જતાં હવે કાનૂની તકરાર ઊભી થતાં વેપારીઓ હેરાન પરેશાન થાય છે તો માલ વેચનારના શહેરમાં નહીં પણ ખરીદનારના શહે૨નું એટલે કે ચેન્નાઈનું ક્યુરિડિક્શન લાગુ પડે છે.  તેમ છતાં સુરતનાં વેપારીઓ માલ આપી પોતે મુસીબતને દાવત આપે છે.
 હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે ,અને તેમાં પણ આગામી દિવસોમાં દિવાળીના તહેવારને લઈ કાપડ ઉદ્યોગ એ સારો વેપાર થાય તેની તૈયારી આરંભી દીધી છે. તેવામાં દિવાળીના તહેવારને લઈ દક્ષિણ ભારતના વેપારીઓ તેમની જ શરતે સુરતમાં વેપાર કરવા આવાની શરૂઆત કરી છે. દિવાળીનો તહેવાર નજીક આવતા સુરતના કાપડ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળતો હોય ત્યારે અન્ય રાજ્યના વેપારીઓ સુરતના વેપારીઓને છેતરતા હોવાની રાવ ઉઠવા છતાં સુરતના વેપારીઓ મક્કમ હોય તેમ માલ આપી વેપાર કરી ઉઠમણાંને આમંત્રણ આપે છે.
 એક બાજુ ચેન્નાઈના વેપારીઓ સુરત થી ક્રેડિટ પર સાડીઓ મંગાવી પોતાની શરતે જોખમી વેપાર કરી રહ્યા છે, તો બીજી બાજુ સુરતનાં 200 જેટલા વેપારીઓએ દિવાળી નિમિતે ચેન્નાઈના વેપારીઓને માલ આપી કાપડ ઉદ્યોગ ની મુશ્કેલી વધારી છે. આ અંગે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા અને મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે,સુરત પોલીસના ચોપડે અવારનવાર ઠગાઈની ફરિયાદ નોંધાઈ રહી છે. સાથે જ કાપડ ઉદ્યોગમાં સતત ઠગાઈની ઘટનાઓ બની રહી છે, છતાં કેટલાક વેપારીઓની આંખ ઉઘડતી નથી. બહારગામનો વેપારી ક્રેડિટ પર સાડીઓ મંગાવી પોતાની શરતે જોખમી વેપાર કરતો હોવા છતાં સુરતનાં 200 જેટલા વેપારીઓએ કાપડનો માલ આપ્યો છે.
વધુમાં નરેન્દ્ર સાબુ એ કહ્યું હતું કે દક્ષિણ ભારતનું એક ખૂબ જ મોટું છૂટક વેપારીઓનું જૂથ છે જે સમગ્ર દક્ષિણ ભારતમાં કપડાનો મોટો છૂટક વેપાર ધરાવે છે, તેઓ છેલ્લા બે મહિનાથી સુરતના કપડાના બજાર માંથી પોતાની શરતો પર કપડાં ખરીદવા માંગે છે. જે સંપૂર્ણપણે બેવાજબી છે. સુરત મર્કન્ટાઈલ એસોસિએશન (SMA)ની 152મી નિયમિત સાપ્તાહિક સમસ્યા નિવારણ બેઠક મહેશ્વરી ભવનનાં બોર્ડ રૂમમાં યોજાઈ હતી, હાલ દિવાળીનો સમય ચાલી રહ્યો છે. માર્કેટમાં ઉઠમણા અને રિટર્ન ગુડઝની વ્યાપક ફરિયાદો છે, છતાં સુરતનાં 200 કાપડનાં વેપારીઓએ દક્ષિણ ભારતના હોલસેલર વેપા૨ીને પોતાની શરતે વેપાર કરવા કરોડોનો માલ ઉધાર આપતા કાપડ માર્કેટ ગરમાયું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.