Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar LCB ની કડક કાર્યવાહી, ગાંધીભૂમીમાં દારૂ ઘુસાડવાનુ કાવતરુ બનાવ્યું નિષ્ફળ

Porbandar: ગુજરાતમાં દારુબંધીની વાતો થાય છે, પણ વિદેશીદારુ જથ્થો છેવાડાનો જિલ્લો એવો પોરબંદર સુધી પહોંચી જાય છે. તેના પરથી ખબર પડે છે દારુબંધીના કાયદાની કેવી અમલવારી થાય છે? પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બોરડી વિસ્તારમાંથી પોરબંદર એલસીબીને મળેલ બાતમી આધારે દારુ...
porbandar lcb ની કડક કાર્યવાહી  ગાંધીભૂમીમાં દારૂ ઘુસાડવાનુ કાવતરુ બનાવ્યું નિષ્ફળ

Porbandar: ગુજરાતમાં દારુબંધીની વાતો થાય છે, પણ વિદેશીદારુ જથ્થો છેવાડાનો જિલ્લો એવો પોરબંદર સુધી પહોંચી જાય છે. તેના પરથી ખબર પડે છે દારુબંધીના કાયદાની કેવી અમલવારી થાય છે? પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બોરડી વિસ્તારમાંથી પોરબંદર એલસીબીને મળેલ બાતમી આધારે દારુ ધુસાડવાનુ કાવતરુ નિષ્ફળ બન્યુ છે. પોરબંદર એલસીબીની સર્તકતા કારણે 80 બોક્સ અને 960 બોટલો મળી આવી હતી. જો કે હજુ ટ્રક ડ્રાઇવર હાથ લાગ્યો નથી.

Advertisement

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ LCB ની કામગીરી

પોરબંદર એલસીબીના જણાવ્યા મુજબ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા વખતો વખત પોરબંદર જીલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે LCB પો. ઇન્સ. આર કે કાંબરીયા તથા LCB સ્ટાફના માણસો રાણાવાવ પોસ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન LCB HC હીમાંશુભાઇ મક્કા તથા ગોવિંદભાઈ મકવાણા તથા PC નટવરભાઇ ઓડેદરાને સંયુકત રીતે મળેલ હકીકત આધારે, બોરડી ગામથી જામસખપુર ગામ તરફ જતા જાહેર રસ્તામાં આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982 માં ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ થવાનું હોવાની હકિકત આધારે હકિકતવાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી.

રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયો

રેડમાં આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982 નો મળી આવેલ જેની ઝડતી તપાસ કરતા ટ્રકમાં કોઇ હાજર મળી આવેલ નહીં પરંતુ ટ્રકની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-80 બોટલો નંગ-960 કિંમત રૂપિયા 03,84,000 નો મુદામાલ તથા મળી આવેલ આઇસર ટ્રક રજી.નંબર GJ-16-AW-6982 કિંમત રૂપિયા 04,00,000 મળી કુલ કિંમત રૂપિયા 07.84,000 મળી આવતા આઇસર ટ્રક રજી.નંબર GJ-16-AW-6982 ના ચાલક વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

Advertisement

07,84,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-80 બોટલો નંગ-960 કિંમત રૂપિયા 03,84,000 નો મુદામાલ તથા મળી આવેલ આઇસર ટ્રક રજી.નંબર GJ-16-AW-6982 કિંમત રૂપિયા 04,00,000 મળી કુલ કિંમત રૂપિયા 07,84,000 જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

રેઇડ દરમિયાન કામગીરી કરનાર અધિકારીઓ

કામગીરીમાં પોરબંદર LCB PI આર. કે કાંબરીયા. ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, WAST લાખીબેન મોકરીયા, રૂપલબેન લખધીર, HC ઉદયભાઇ વરૂ, ગોવિંદભાઈ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઈ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઈ ઝાલા, લક્ષ્મણભાઇ ઓડેદરા, હિમાંશુભાઇ મક્કા તથા WHC નાથીબેન કુછડીયા, PC નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઈ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ, જીતુભાઇ દાસા, ડ્રા. PC ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા.

Advertisement

અહેવાલઃ કિશન ચૌહાણ, પોરબંદર

આ પણ વાંચો: શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ મુદ્દે મોટો ખુલાસો, Gujarat First પાસે છે આગના EXCLUSIVE CCTV

આ પણ વાંચો: ‘જાત મહેનત જિંદાબાદ’ સહકારથી સમૃદ્ધિ તરફ અગ્રેસર જામકંડોરણાના ધરતીપુત્રો

આ પણ વાંચો: Surat Teacher News: તને ગમે તે રીતે કરજે, હું તને પૈસા પણ આપીશ… શિક્ષકે કર્યા મેસેજ

Tags :
Advertisement

.