Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara: હરણી બોટ દુર્ઘટના કેસના 10 આરોપીઓના જામીન રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પડકાર્યા

Vadodara: વડોદરમાં આવેલ હરણી તળવામં બોટ દુર્ઘટના બની હતી. નોંધનીય છે કે, હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં 18 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. પાછળથી કુલ 20 જેટલા આરોપી થયા હતા. તેમાં 04 મહિલા આરોપીએ...
vadodara  હરણી બોટ દુર્ઘટના કેસના 10 આરોપીઓના જામીન રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પડકાર્યા

Vadodara: વડોદરમાં આવેલ હરણી તળવામં બોટ દુર્ઘટના બની હતી. નોંધનીય છે કે, હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં 18 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. પાછળથી કુલ 20 જેટલા આરોપી થયા હતા. તેમાં 04 મહિલા આરોપીએ આગાઉ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા તેમને જામીન મળ્યા હતા. જ્યારે 10 પુરુષ આરોપીઓને વડોદરા (Vadodara)ની કોર્ટે જામીન આપતા કુલ 14 જેટલા આરોપીઓને જામીન મળ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં જામીન મળેલા તમામ 10 પુરુષોના જામીન પડકાર્યા છે.

Advertisement

આ 10 આરોપીઓને જામીન મળ્યા છે
1)ગોપાલદાસ પ્રાણલાલ શાહ6)
ધર્મિન ધીરજભાઈ બાથાણી
2)બિનિત હિતેશભાઈ કોટિયા7)
વેદપ્રકાશ રામપત યાદવ
3)અલ્પેશભાઈ હસમુખભાઈ ભટ્ટ8)
રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ
4)દિપેન હિતેન્દ્ર શાહ9)
ભીમસિંહ કુડિયારામ યાદવ
5)ધર્મિલ ગીરીશભાઈ શાહ10)
જતીનકુમાર હીરાલાલ દોશી

મુદ્દે વધુ સુનવણી 24 જૂનના રોજ હાથ ધરાશે

ઉપરોક્ત આરોપીઓ સામે આજે હાઇકોર્ટમાં જજ ગીતા ગોપીની કોર્ટ સમક્ષ સરકારે જામીન રદ્દ કરવા કરેલી અરજીની કાર્યવાહી હતી. જેમાં કોર્ટે આરોપીઓને નોટિસ પાઠવી છે. આ મુદ્દે વધુ સુનવણી 24 જૂનના રોજ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, મહિલા આરોપીઓ તેજલબેન આશિષભાઈ દોશી, નેહાબેન દિપેનભાઈ દોશી, વૈશાખી શાહ, નૂતનબેન પરેશ રમણને અગાઉ જામીન મળી ચૂકયાં છે. હાઇકોર્ટે અગાઉ હરિણી તળાવ બોટ દુર્ઘટનામાં લેવાયેલી સુઓ મોટો પીટીશનમાં તે વખતના મ્યુનિસીપલ કમિશ્નર સામે ખાતાકીય તપાસના આદેશ પણ આપ્યા છે.

બોટકાંડમાં કુલ 20 આરોપીઓના નામ સામે આવ્યા હતાં

નોંધનીય છે કે, વડોદાર હરણી બોટકાંડમાં કુલ 20 આરોપીઓના નામ સામે આવ્યા હતાં. જેમાંથી 14 લોકોને કોર્ટે જામીન આપી દીધા હતાં. જેથી રાજ્ય સરકારે તે જામીને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યા છે. વિગતે વાત કરવામાં આવે તો 04 મહિલા આરોપીએ આગાઉ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા તેમને જામીન મળ્યા હતા. જ્યારે 10 પુરુષ આરોપીઓને વડોદરાની કોર્ટે જામીન મળ્યા હતાં.

Advertisement

અહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: CABINET MINISTER: નિમુબેન બાંભણીયાને મળ્યું ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચોHealth Ministry: મોદી સરકાર 3.0 માં જે.પી. નડ્ડાને મળ્યું આરોગ્ય મંત્રાલય , જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચોGujarat Rain: રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાનું આગમન, વલસાડ સહિત સંઘ પ્રદેશમાં વરસાદની આગાહી

Tags :
Advertisement

.