Ahmedabad: સેન્ટ એન્સ સ્કૂલની બસે રિક્ષા ચાલકને હડફેટે લેતા 3 લોકો ઇજાગ્રસ્ત
- અમદાવાદમાં સેન્ટ એન્સ સ્કૂલની બસનો અક્સ્માત
- રીક્ષા ચાલકને હડફેટે લેતા 3 લોકો થયા ઇજાગ્રસ્ત
- ડ્રાઈવર દારૂ નશામાં બસ ચલાવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
Ahmedabad: અમદાવાદમાં સેન્ટ એન્સ સ્કૂલની બસનો અક્સ્માત થયો હોવાની વિગતો સામે આવી છે. સ્કૂલ બસે રિક્ષા ચાલકને હડફેટે લેતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી વિગતો પ્રમાણે ડ્રાઈવર દારૂ નશામાં બસ ચલાવતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. નોંધનીય છે કે, શાળા દ્વારા ડ્રાઈવરનો બચાવ કરવામાં આવ્યો છે. શાળાએ એવી રજૂઆત કરી છે કે, ડ્રાઈવર પોતાના ઘરે જ હતો. ડ્રાઈવર નહીં પણ અન્ય વ્યક્તિ બસ લઈને નીકળ્યો હોવાની રજૂઆત થઈ રહીં છે.
શાળા દ્વારા ટ્રાન્સફર મેનેજર બોલાવી તપાસના આદેશ આપ્યા
આ પણ વાંચો: Gujarat Police: ASI વર્ગ-3 ની સીધી ભરતીને કરાઈ રદ, આ રીતે ભરાશે ખાલી જગ્યાઓ
વિગતે વાત કરવામાં આવે તો, શાળા દ્વારા ટ્રાન્સફર મેનેજર બોલાવી તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદ (Ahmedabad)ની આ સ્કૂલ બસ શાળા કેમ્પસમાં નહીં પંરતુ સાણંદ હોવાની રજૂઆતો થઈ રહીં છે. બસ સાણંદ નહીં પરંતુ બોપલ બાજુ આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અત્યારે ઘટનાની વાત કરવામાં આવે તો, અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે બસ ચાલક નશામાં હોવાના સ્થાનિકો આક્ષેપો પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Gujarat: IPS હસમુખ પટેલને તેમના પદ પરથી હટાવાયા? નવા પરિપત્રમાં તેમનું નામ હટાવી દેવાતા મામલો ગરમાયો
બાળકાની ભાવિ સાથે આવી રીતે રમત રમવી શું યોગ્ય છે?
અમદવાદા (Ahmedabad) શહેરમાં અકસ્માતના ઘણા કેસો સામે આવ્યા છે. આ સાથે શાળાની બસોમાં તો સરકાર દ્વારા તકેદારી રાખવા માટે જાહેરાત પણ કરવામાં આવી છે. જો કે, આ બાબતે શાળાઓ ધ્યાન આપે છે કે કેમ? કારણ કે, બાળકાની ભાવિ સાથે આવી રીતે રમત રમવી શું યોગ્ય છે? શહેરની શાળાઓ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, બસ ચાલકોનો ડ્રાઈવર નશામાં તો નથી ને? રાહતની વાત એ છે કે, આ અકસ્માતમાં કોઈ બાળકોને હાનિ કે ઈજાઓ થઈ નથી. પરંતુ રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોને ઈજા થઈ હોવાનું અત્યારે સામે આવ્યું છે.