ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત ડાયમંડ બુર્સમાં આજથી વેપારના શ્રીગણેશ, 135 હીરા વેપારીઓ પૈકી 26 વેપારીઓ સુરત શિફ્ટ થયા

અહેવાલ - રાબિયા સાલેહ આગામી 17મી ડિસમ્બરે ડાયમન્ડ બુર્સ નું લોકાર્પણ PM મોદી દ્વારા કરાશે જે માટે સુરતના ડાયમંડ બુર્સમાં દશેરાના દિવસે ૯૮૩ ઓફિસોમાં કુંભઘડા નું સ્થાપન થયા બાદ આજ થી ડાયમંડ બુર્સમાં વેપારના શ્રીગણેશ કરાયા છે. જેમાં ૧૩૫ હીરાવેપારીઓ...
02:27 PM Nov 21, 2023 IST | Hardik Shah

અહેવાલ - રાબિયા સાલેહ

આગામી 17મી ડિસમ્બરે ડાયમન્ડ બુર્સ નું લોકાર્પણ PM મોદી દ્વારા કરાશે જે માટે સુરતના ડાયમંડ બુર્સમાં દશેરાના દિવસે ૯૮૩ ઓફિસોમાં કુંભઘડા નું સ્થાપન થયા બાદ આજ થી ડાયમંડ બુર્સમાં વેપારના શ્રીગણેશ કરાયા છે. જેમાં ૧૩૫ હીરાવેપારીઓ પૈકી ૨૬ વેપારીઓ મુંબઈમાં ઓફિસ બંધ કરી સુરત શિફ્ટ થયા છે.

સુરત ડાયમંડ બુર્સમાં આજથી વેપારના શ્રીગણેશ થતા હીરા ઉદ્યોગકારોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો છે. 66 લાખ સ્કવેર ફૂટમાં સુરત ડાયમન્ડ બુર્સ તૈયાર થયું છે. ૧૩૫ હીરા વેપારીઓની ઓફીસ ડાયમંડ બુર્સમાં છે.જે પૈકી હાલ ૨૬ વેપારીઓએ સુરત સ્થાઈ થવાની શરુઆત કરી દીધી છે.મોટા ભાગ નાં હીરા વેપારીઓએ મુંબઇમાં ઓફિસ બંધ કરી સુરત આવી વેપારમાં વેગ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

હાલ મોટા ભાગના ઓફિસોમાં ફર્નિચર કામ ચાલુ થઈ ગયું છે.જેથી આગામી દિવસોમાં તેનો શુભારંભ કરવામાં આવશે, 17મી ડિસમ્બર ૨૦૨૩ના ડાયમન્ડ બુર્સ નું લોકાર્પણ PM મોદી દ્વારા કરાશે,આ અંગે હીરાઉદ્યોગકારો એ જણાવ્યું હતું કે સુરતના હીરા ઉદ્યોગકારોને વેપારમાં વેગ મળે વિશ્વભરમાં હીરા નો વેપાર થાય તે માટેના પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે.પહેલા રફ હીરાની ખરીદી તથા પોલિશ્ડ હીરા વેચવા માટે સુરતની બહાર મુંબઇ અને વિદેશ સુધી લંબાવવું પડતું હતું, દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ હબ સુરત ડાયમંડ બુર્સ ને માનવામાં આવે છે.જે ૬૬ લાખ સ્ક્વેર ફૂટમાં તૈયાર કરવામાં આવયુ છે.વર્ષ ૨૦૧૭માં ૫ ડિસેમ્બરે બુર્સનું કામ શરૂ થયું હતું અને ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ બીયુસી મળ્યું હતું. જે બાદ બુર્સમાં આશરે ૪૫૦૦થી વધુ ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો બનાવાઈ હતી.

સુરત ડાયમંડ બુર્સમાં રફ હીરાની ઓક્શનની સુવિધા સાથે કટ અને પોલિશ્ડ હીરાનું વેચાણ કરવા માટેની વ્યવસ્થા હીરા ઉદ્યોગકારો દ્વારા ઉભી કરાઈ છે. સુરતના હીરા ઉદ્યોગકારોને કસ્ટમ, બેંકિંગ, હીરાના ઓક્શન સહિતની વ્યવસ્થા એક જ જગ્યાએ મળી શકે તેવું આયોજન કરાયું છે.આગામી ૧૭મી ડિસેમ્બરના દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.સુરત ડાયમંડ બુર્સમાં મોટી સંખ્યામાં વિદેશી વેપારીઓ અને ગ્રાહકો આવશે ત્યારે કેટલાક દેશો માટે અંતરરાષ્ટ્રીય ફ્લાઈટની જરૂર પડશે જેના માટેની તૈયારી પણ ડાયમંડ બુર્સના મેનેમેન્ટ દ્વારા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો - Patan : રાણીની વાવમાં ટિકિટ કૌભાંડ આચરાયું હોવાનો ગંભીર આરોપ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
135 diamond traders26 traders26 traders in SuratSuratSurat Diamond BurseSurat news
Next Article