Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રમતગમતમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો પ્રારંભ કરાયો

યોગાભ્યાસથી નાગરિકોને નિરોગી બનાવવા ગુજરાત સરકાર દ્વારા નવતર અભિગમ શૂરું કરવામાં આવ્યો છે, આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો પ્રારંભ રમતગમતમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી શુભારંભ કરાવ્યો છે. આ સુર્ય નમસ્કાર મહાઅભિયાન ગ્રામ્ય, શાળા, વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષાએ યોજાવવાનો છે.  અંદાજે...
રમતગમતમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો પ્રારંભ કરાયો

યોગાભ્યાસથી નાગરિકોને નિરોગી બનાવવા ગુજરાત સરકાર દ્વારા નવતર અભિગમ શૂરું કરવામાં આવ્યો છે, આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો પ્રારંભ રમતગમતમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી શુભારંભ કરાવ્યો છે. આ સુર્ય નમસ્કાર મહાઅભિયાન ગ્રામ્ય, શાળા, વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષાએ યોજાવવાનો છે.  અંદાજે 20,000થી વધુ સ્થળોએ એક સાથે આ મહાઅભિયાનનો શુભારંભ કરાયો છે. આ સાથે વિજેતાઓને લાખોના રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે.

Advertisement

રાજ્ય કક્ષાએ વિજેતા થનારને ૨ લાખ ૫૦ હજારનું ઈનામ મળશે. તાલુકા, નગરપાલિકા તથા ઝોન કક્ષાએ સ્પર્ધા ૨૩ મી ડિસેમ્બરે, જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ ૨૬ મી ડિસેમ્બરે અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા ૩૦ મી ડિસેમ્બરે સ્પર્ધા યોજાશે.

સુર્ય નમસ્કારનો અર્થ 

Advertisement

સૂર્ય નમસ્કાર અને યોગ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. શરીરને ફિટ તથા તંદુરસ્ત રાખવા માટે સૂર્ય નમસ્કાર અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. સદીઓ પહેલા આપણા સાધુ-સંતોએ આપણને સૂર્ય નમસ્કારની ભેટ આપી છે. સૂર્ય નમસ્કાર દરરોજ સવારે કરવાથી દિવસની શરૂઆત પણ સારી રહે છે. સૂર્ય નમસ્કારના સ્વાસ્થ્ય લાભ પણ છે.

સૂર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય  જ ના હોત. અને એટલે સૂર્ય નમસ્કાર સૂર્ય પ્રત્યે  કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે—જે આપણા પૃથ્વિ ગ્રહ પર તમામ પ્રાણઊર્જાનું મુખ્ય કારણ છે. સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનીઓ દ્વારા નિશ્ચિત કરાયેલા 12 આસનો છે. જે શરીર,શ્વાસ અને મનને સાથે લાવે છે—તમને ધ્યાનની ગહેરાઈમાં જવામાં સહાય કરતું પગલું છે.

Advertisement

Tags :
Advertisement

.