Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cyclone Biporjoy ના સંકટ સામે Ambaji માં વિશેષ રક્ષા યજ્ઞ કરવામાં આવ્યો

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં હવામાન વિભાગની ચેતવણીના પગલે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ વાવાઝોડા...
10:13 PM Jun 14, 2023 IST | Viral Joshi

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં હવામાન વિભાગની ચેતવણીના પગલે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ વાવાઝોડા થી ઓછું નુકસાન થાય તે માટે મંદિરના ચાચર ચોકમાં આવેલી હવન શાળામાં હવન યોજવામાં આવ્યો હતો.

વિશેષ રક્ષા યજ્ઞનું આયોજન

બિપરજોય વાવાઝોડાના સંકટ સામે માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ પરના તમામ જીવોની રક્ષા માટે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત સંસ્કૃત પાઠશાળા અને પેટા મંદિરોના ભૂદેવો દ્વારા વિશેષ રક્ષા યજ્ઞ કરવામાં આવ્યો હતો.

સંકટ ટળે અને ઓછું નુકસાન થાય તેવી પ્રાર્થના

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની સંસ્કૃત પાઠશાળા, 51 શક્તિપીઠ ગબ્બરના બ્રાહ્મણો તથા પેટા મંદિરના પૂજારીશ્રીઓએ આ રક્ષા યજ્ઞમાં વિશેષ આહુતિ આપી ગુજરાત પરથી આ સંકટ ટળી જાય તે માટે જગત જનની માં જગદંબાની ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ત્યારબાદ અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજા આરોહણ કરી વિશ્વ કલ્યાણ તથા બિપરજોય વાવાઝોડા સામે ગુજરાત સહિત સમગ્ર ભારતની માતાજી રક્ષા કરે તેવી વિનવણી કરી હતી.

અહેવાલ : શક્તિસિંહ રાજપુત, અંબાજી

આ પણ વાંચો : પ્રથમ વાર મુખ્યમંત્રીના નિવાસ્થાને શરૂ કરાયું હેમ રેડિયો સ્ટેશન, સરપંચો સાથે વાતચીત કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AmbajiCyclone BiporjoyCyclone UpdateRaksha Yagna
Next Article