રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ Mahisagar તીર્થધામ મંદિરના અરવિંદગીરી સાથે ખાસ વાતચીત
મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીનું નિવેદન
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. તેમ જણાવ્યું હતું.
આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ રાજકોટ (Rajkot) લોહાણા સમાજ (Lohana Community) પ્રમુખ રાજુભાઈ પોબારૂ (Rajubhai Pobaru) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
સવાલ-1. તમારા માટે પ્રેમ લગ્ન કેમ અટકવા જોઇએ કે કેમ?
જવાબ :- પ્રેમલગ્ન એક જાતનું દુષણ જેવું છે કેમ કે પ્રેમલગ્ન 99.99% સફળ થતાં નથી. આપણે જે જુની સામાજીક રીતે લગ્ન કરતા હતા તેમાં છૂટાછેડા થતાં નહી અને પ્રેમલગ્ન થાય છે તે એક પ્રકારનું દુષણ જેવું છે. તે સફળ થતાં નથી. એટલે પ્રેમ લગ્ન ના થાય એ માટે સામાજીક સંસ્થાઓએ પ્રયાસ કરવો જોઈએ.
સવાલ-2. પ્રેમલગ્ન થી શું-શું તકલીફ પડે છે?
જવાબ :- પ્રેમલગ્નથી માતા-પિતાને નીચા જોણું થાય છે. તેમની ઈચ્છા વિના, મરજી વિના કોઈ પણ છોકરી કે છોકરો પ્રેમલગ્ન કરે છે તેમના માતા-પિતા, કુંટુંબે નીચું જોવું પડે છે અને બાદમાં તેના નાના-મોટા ભાઈ-બહેનોના લગ્નોમાં ઘણી બધી તકલીફો પડે છે.
સવાલ-3. લગ્ન માટે માતા-પિતાની મંજુરી કેમ ફરજ્યાત હોવી જોઇએ?
જવાબ :- ફરજીયાત હોવી જ જોઈએ કેમ કે આપણી સનાતન સંસ્કૃતિ પણ માતા-પિતા દેવ કહેવામાં આવે છે. માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ: જે દેવો છે તે પોતાના સંતાનનો કોઈ દિવસ ખોટો વિચાર કરે નહી અને જે પણ કરે તે પોતાની સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ પ્રમાણે એમને છોકરાને કે છોકરીનો લગ્ન વ્યવસ્થિત જગ્યાએ કરે. કોઈ પણ માતા-પિતા એ નથી ઈચ્છતા કે તેમની દિકરી દુ:ખી થાય અને તેના હિસાબે તેને સારા સંસ્કારવાળા ઘરમાં મોકલે છે એટલે માતા-પિતાના મંજુરી પ્રમાણે લગ્ન થવા જોઈએ.
સવાલ-4. લવ જેહાદ કેવી રીતે અટકશે?
જવાબ :- આ અત્યારે ભારતનો સળગતો પ્રશ્ન છે. લવ જેહાદમાં જે વિધર્મી લોકો છે. વિધર્મીમાં મુસ્લિમ સંપ્રદાય ખાસ કરીને એ લોકો પોતાનું નામ બદલીને હિંદુ તરીકેની ઓળખ કરીને, બાઈકો લઈને ફરે તેનાથી છોકરીઓ આકર્ષિત થાય છે અને તેમને મસ્જીદ તરફથી ફંડ મળે છે કે તમે લવજેહાદ કરો હિંદુ છોકરીઓ લાવો તો તમને આટલું ઈનામ મળશે. આપણે સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં જોઈએ કે ઘણી બધી છોકરીઓ લવડજેહાદનો શિકાર થાય બાદમાં કોઈ સુટકેસમાં મળે છે કોઈ ફ્રીજમાં મળે છે કોઈ નદીમાં મળે છે એટલે લવજેહાદના તો ઘણાં બધા નુકસાનો છે એટલે મારી હિંદુ દિકરીઓને સનાતન સંસ્કૃતિ માનનારાઓને નિવેદન છે કે તમે લવજેહાદનો શિકાર ના થાવો અને માતા-પિતાએ પણ તે જોવું જોઈએ કે તમારી દિકરી ક્યાં જાય છે, શું કરે છે, મોંઘો ફોન ક્યાંથી આવ્યો, મોડી રાતે કોની સાથે વાત કરે છે તેનું ધ્યાન રાખો. લવજેહાદ અટકે તે માટે માતા-પિતાએ પણ સતર્ક રહેવું કારણ કે તરૂણાવસ્થા એવી હોય છે કે, છોકરા-છોકરી પ્રેમ તરફ આકર્ષિત થાય છે. સંયુક્ત પરિવારનું વિભાજન પણ લવજેહાદનું કારણ છે. સંયુક્ત પરિવારમાં દાદા-દાદી, કાકા-કાકી એમ બધા પરિવારના સભ્યોનું ધ્યાન રાખે છે હવે એવું કોઈ કોઈનું ધ્યાન રાખતું નથી તો સમય પ્રમાણે માતા-પિતા પોતાની દિકરીઓનું ધ્યાન રાખે તો તે લવજેહાદનો શિકાર બને નહી.
આ પણ વાંચો : રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાથે વાતચીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.