Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ Kutch નાગર સમાજ પ્રમુખ ડો.ઊર્મિલભાઈ હાથી સાથે ખાસ વાતચીત

મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે...
11:28 PM Aug 01, 2023 IST | Viral Joshi

મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીનું નિવેદન

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. તેમ જણાવ્યું હતું.

આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ કચ્છ (Kutch) નાગર સમાજ (Nagar Samaj) પ્રમુખ ડો.ઊર્મિલભાઈ હાથી (Dr. Urmil Hathi) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

સવાલ-1. તમારા માટે પ્રેમ લગ્ન કેમ અટકવા જોઇએ કે કેમ?

જવાબ :- એક રીતે જોવા જઈએ તો પ્રેમલગ્ન એ એક જ ધર્મમાં કે એક જ કોમમાં થતાં હોય તો તે કંઈ ખોટું નથી પરંતુ એક જ ધર્મ અને એક જ કોમમાં થતાં પ્રેમલગ્નો તેમાં વાલી સાથે એટલે કે માતા-પિતાની સુચક સહમતિ હોય તો જ એ ટકી શકે કારણ કે પ્રેમલગ્ન કરતી વખતે છોકરા-છોકરીઓ માત્ર બાહ્ય આકર્ષણને કારણે પ્રેમલગ્નમાં પડતા હોય છે પરંતુ જો માતા-પિતાની સુચક સહમતિ હોય તો મા-બાપ કુટુંબોનું બેકગ્રાઉન્ડ જોઈ અને એ માટે અને એ માટે સુચક સહમતિ આપી હોય તો તેવા પ્રેમલગ્ન મહદ અંશે સફળ થાય છે.

સવાલ-2. પ્રેમલગ્નથી શું-શું તકલીફ પડે છે?

જવાબ :- પ્રેમલગ્ન જો છોકરાઓની ઉંમર જ્યારે મુગ્ધાવસ્થામાં પ્રવેશે ત્યારે બાહ્ય આકર્ષણના કારણે પ્રેમમાં પડે અને લગ્ન કરી લે છે અને મા-બાપની ઈચ્છા વિરૂદ્ધ લગ્ન કરે છે ત્યારે તે અત્યારની પેઢીમાં સહનશક્તિનો અભાવ હોતા તે જ્યારે ઘરસંસારમાં પડે છે ત્યારે નાની-નાની બાબતોને મોટું સ્વરૂપ આપી તે કાયમી ટકી શકતા નથી અને તે સહનશક્તિના અંતના કારણે એ લગ્નનો વિચ્છેદ થઈ જાય છે એટલે ખરેખર એ બધુ જોવા કરતા જ્યારે પ્રેમમાં પડે ત્યારે માતા-પિતાની સુચક સહમતિ હોય એનું ઘર તપાસી લીધું હોય. છોકરી ઘરકામમાં કેવી છે તે બધુ જોયેલું હોય અને તે ઘરકામમાં જો પ્રવિણ હોય તો સહનશક્તિ પણ હોવી જોઈએ નાની-નાની બાબતોને મોટો ઈશ્યુ બનાવી જે લગ્ન વિચ્છેદ થાય છે તે ખરેખર ઈચ્છનિય નથી તેથી સુચક સહમતી વાલીઓની લઈ અને પ્રેમલગ્ન થાય તે ઈચ્છનિય છે.

સવાલ-3. લગ્ન માટે માતા-પિતાની મંજુરી કેમ ફરજ્યાત હોવી જોઇએ?

જવાબ :- અત્યારે જે સરકારે જે નિર્ણય કર્યો છે કે પ્રેમલગ્ન કરે ત્યારે માતા-પિતાની સહમતિ જરૂરી છે એ બહુ જ યોગ્ય નિર્ણય છે કારણ કે માતા-પિતા તો જ સહમતિ આપશે કે જ્યારે તે પોતાના બાળકોનું ભાવિનું દિર્ઘદ્રષ્ટિથી મુલ્યાંકન કરી અને સહમતિ આપે છે એટલે માતા-પિતાની સહમતિ પ્રેમલગ્નમાં હોય એ બહુ જરૂરી છે તો જ આવા મેરેજ લાંબો સમય સુધી ટકી રહે અને લગ્ન વિચ્છેદ જેવા પ્રશ્નો બને નહી.

સવાલ-4. લવ જેહાદ કેવી રીતે અટકશે?

જવાબ :- પ્રેમલગ્ન સિવાય લવજેહાદની જે અત્યારે ઝુંબેશ ચાલે છે. લવ જેહાદમાં પણ ક્યારેય ન કરવું જોઈએ કારણ કે તે એક ધર્મ પરિવર્તનના ઉદેશ્ય સાથે જ કરવામાં આવતા હોય છે એટલે તે અટકાવવું ખાસ જરૂરી છે અને પ્રેમલગ્નમાં પણ આંધળુકિયા ના કરવા જોઈએ. મા-બાપની સહમતિ સાથે પ્રેમલગ્નને એરેન્જ મેરેજમાં ફેરવી અને લગ્ન કરવા જોઈએ. જેથી એ લગ્ન સંબંધોનું ક્યારેય પૂર્ણ વિરામ આવે નહી.

સવાલ-5. પારિવારીક સંબધો સારા બને તે માટે શું કરવું જોઇએ?

જવાબ :- સામાજીક અને પારિવારિક સંબંધો સારા બને તેના માટે તંદુરસ્તી ભર્યું વાતાવરણ માતા-પિતા અને બાળકો વચ્ચે હોવું જરૂરી છે. બાળકોને પણ માતા-પિતાએ સમજવા જોઈએ. આજની પેઢીની અપેક્ષાઓ ઉંચી હોય તે અપેક્ષાઓને પણ અત્યારની પરિસ્થિતિ સાથે અનુકુલન સાધી શકે તેવા વિચાર વિમર્શ કરી અને મિત્રતા ભાવે બાળકોને યોગ્ય રાહ બતાવી અને આવા પ્રેમ લગ્ન કરાવે તો તે ઈચ્છનિય છે. માટે માતા પિતાનો રોલ જ્યારે બાળક ઉંમરલાયક થાય છે ત્યારે એક બોસ જેવો નહી પણ એક મિત્ર જેવો વ્યવહાર રાખી અને બાળકોની ઈચ્છાને સાંપ્રત સમયમાં ઢાળી તેનું અનુકુલન સાધી અને જો કરવામાં આવે તો એ ઘણું વ્યાજબી રહેશે.

આ પણ વાંચો : રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ RAJKOT લોહાણા સમાજ પ્રમુખ રાજુભાઈ સાથે ખાસ વાતચીત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CM Bhupendra PatelDr Urmil HathiGujaratGujarati NewsKutchKutch newsLove-MarriageNagar Samaj PresidentNew Ruleopinion
Next Article