Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ Godhra દંતાણી સમાજના આગેવાન અનિલભાઈ સાથે ખાસ વાતચીત

મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે...
12:13 AM Aug 03, 2023 IST | Viral Joshi

મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીનું નિવેદન

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. તેમ જણાવ્યું હતું.

આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ ગોધરા (Godhra) દંતાણી સમાજ (Dantani Community) પ્રમુખ અનિલભાઈ દંતાણી (AnilBhai Dantani) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

સવાલ-1. તમારા માટે પ્રેમ લગ્ન કેમ અટકવા જોઇએ કે કેમ? તેનાથી શું-શું તકલીફ પડે છે?

જવાબ :- પ્રેમલગ્ન એટલા માટે અટકવા જોઈએ કે છોકરા-છોકરી જે પ્રેમલગ્ન પોતે કરે છે તેના કારણે બે પરિવાર અને સમાજમાં વિખવાદ થાય છે. ઘણો માહોલ ખરાબ થાય છે. મા-બાપ પર, પરિવાર પર અને સમાજ પર આની ખોટી અસર પડે છે એટલા માટે આ વસ્તુ ના થવી જોઈએ.

સવાલ-2. લગ્ન માટે માતા-પિતાની મંજુરી કેમ ફરજ્યાત હોવી જોઇએ?

જવાબ :- લગ્ન માટે માતા-પિતાની એટલા માટે મંજુરી હોવી જોઈએ કે, આમ જોઈએ તો બાળકો પર સાચો અધિકાર માતા-પિતાનો જ છે એટલે તેમની મંજુરી તો ખાસ હોવી જ જોઈએ અને જે પણ બાળકોએ જો પ્રેમ કર્યો છે તો તે ખોટું નથી પણ આમાં ખોટું એ છે કે તમે તમારા માતા-પિતાની મંજુરી નથી લીધી. સમાજની મંજુરી નથી લીધી અને તમારા બેના કારણે તમારા બીજા જે કુંવારા ભાઈ-બહેન હશે. તેના પર ખરાબ અસર પડશે. સમાજ પર ખરાબ અસર પડશે. તમારા માતા-પિતા કોઈ જગ્યાએ બેસીને બે સારી વાતો નહી કરી શકે એટલા માટે હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આજની પેઢીના યુવક-યુવતીને કહેવા માંગુ છું કે, તમારા સમાજને છોડીને તમારે બીજે ક્યાંય પણ આવું કામ કરવાની જરૂર નથી અને તેમ છતાં તમને જો કોઈ પસંદ છે તો તેની ચર્ચા તમારે મા-બાપ પરિવાર સાથે કરવી જોઈએ, સમાજ સાથે કરવા જોઈએ અને પછી તમારે આનો નિર્ણય તમારે માતા-પિતા અને ઘરના વડીલો પર અને સમાજ પર છોડવો જોઈએ તમારે એકલા નિર્ણય લેવો જોઈએ નહી.

સવાલ-3. પારિવારીક સંબધો સારા બને તે માટે શું કરવું જોઇએ?

જવાબ :- સંબંધો સારા બને તેના માટે જો છોકરા-છોકરી રાજી હોય તો તે બંને એકલા નહી પણ બંનેનો પરિવાર સાથે મળીને ચર્ચા કરીને આ વસ્તુ કરે અને તેમાં જો બધા રાજી હોય તો તેનો વિરોધ કોઈ નથી કરતુ પણ જ્યારે તમે તમારા હાથમાં કાયદો લઈને આ વસ્તુ કરવા જશો તો તેમાં બે પરિવાર સમાજ બધાનો અણબનાવ થશે એક માહોલ ખરાબ થશે એટલે આજની જે પેઢી પોતાની જાતે નિર્ણય લે તે ખુબ ખોટું છે કારણ કે મા-બાપે તમને ઉછેર્યા છે. મા-બાપે તમને સંસ્કાર આપ્યા છે. તમે તો આ નિર્ણય લઈ લેશો પણ તેની અસર તમારા પુરા પરિવાર અને પુરા સમાજ પર પડશે એટલા માટે તમારે આવો એકદમ નિર્ણય ના કરવો જોઈએ.

સવાલ-4. એક સારા સમાજમાં શું-શું નિયમ હોવા જોઇએ? સંસ્કાર અને સમરસતા માટે ક્યા પગલા લેવા જોઈએ?

જવાબ :- સમાજમાં આવા બનાવ ના બને તે માટે યુવાઓની મિટિંગ થવી જોઈએ. બીજું વડીલો સમાજમાં જે નિયમ બનાવે છે તે સિવાય અમુક કડક નિયમ બનાવવા જોઈએ. જે છોકરી મા-બાપનું ના માને સમાજનું ના માને ઘરના વડીલોનું ના માને તે છોકરીને જવા જ દેવાની એને પાછી તમે સ્વિકારશો તો બીજી જે છોકરીઓ છે એ પણ તેને જોઈને પેલીને સ્વિકારી લીધી તો મને પણ સ્વિકારી લેશે તે વધતું જશે એટલે જે ગઈ એને જવા દેવાની અને સમાજને જે ક્રોસ કરીને આ જે કામ કરવા જાય ઘણાં સમાજમાં જ્ઞાતિ બહાર મુકવાનો કાયદો ચાલે છે સમાજમાં જે કાયદો હોય તેનો ડર તો બધાને હોય એવો કાયદો કાયમ રહેવો જોઈએ. અમારા સમાજમાં કોઈ પણ દિકરી સમાજની ક્રોસ જાય તો અમારા સમાજમાં મોટામાં મોટો કાયદો છે સમાજ બહાર મુકવાનો એટલે આ કાયદો છે તે રહેવો જોઈએ અને આ કાયદાને જોઈને ઘણાં બધા ઘરોમાં દિકરીઓ છે પણ અમારા સમાજને છોડીને બીજા કોઈ સમાજ જોડે જતી નથી એટલે અમારા સમાજમાં જે જ્ઞાતિ બહાર મુકવાનો કાયદો છે તે બીજા સમાજમાં પણ બનાવવો જોઈએ તેવું મને લાગે છે.

સવાલ-5. છોકરા છોકરીઓ દ્વારા થતી ગેરકાયદે પ્રવૃતિઓને અટકાવવા શું કરવુ જોઇએ?

જવાબ :- હાલમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે કે, છોકરા-છોકરીઓ માતા-પિતાને એમ લાગે કે ભણવા જાય છે કે કંઈ સારા કાર્ય કરવા જાય છે પણ એવું નથી હોતું. હમણાથી ડ્રગ્સ, દારૂ પીને ડ્રાઈવિંગ કરવું આ બધુ ખુબ વધી ગયું છે એટલે આ અટકાવવા માટે મા-બાપે ખરેખર પોતાનું બાળક ક્યાં જાય છે? કોની સાથે જાય છે? ક્યા રહે છે? કોની સાથે ઉઠે બેસે છે? તેની પુરી તકેદારી રાખવી જોઈએ. બીજુ કે મા-બાપ પોતાનું બાળક કેવી મિત્રતા કરે છે. કેવા દોસ્તો છે તેની પણ તકેદારી રાખવી જોઈએ. છોકરાઓનો ઘરેથી જવાનો આવવાનો બંનેનો સમય નિશ્ચિત કરવો જોઈએ.

આ પણ વાંચો : રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ MAHISAGAR તીર્થધામ મંદિરના અરવિંદગીરી સાથે ખાસ વાતચીત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CM Bhupendra PatelDantani CommunityDantani SamajGujaratGujarati NewsLove-MarriageNew Ruleopinion
Next Article