Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Somnath: ચિંતન શિબિરનો બીજો દિવસ, સરકારી સેવાઓમાં AIના વિષય પર થશે મહત્વની ચર્ચા

Somnath: રાજ્ય સરકારની સોમનાથ ખાતે આયોજિત ચિંતન શિબિરનો આવતી આજે બીજો દિવસ છે. ચિંતન શિબિરના બીજા દિવસે અલગ અલગ મુદ્દાઓ અને વિષયો ને લઈને ચિંતન કરવામાં આવી શકે છે.
somnath  ચિંતન શિબિરનો બીજો દિવસ  સરકારી સેવાઓમાં aiના વિષય પર થશે મહત્વની ચર્ચા
Advertisement
  1. આજે અલગ અલગ મુદ્દાઓ અને વિષયોને લઈને ચિંતન થશે
  2. ડેટા એનાલિટિક્સ જેવા વિષયો પર નિષ્ણાતોના વક્તવ્યો યોજાશે
  3. રાજ્યમાં તૈયાર થતી નીતિ, આગામી રોડમેપ સંદર્ભે થશે સમીક્ષા

Somnath: રાજ્ય સરકારની સોમનાથ ખાતે આયોજિત ચિંતન શિબિરનો આવતી આજે બીજો દિવસ છે. ચિંતન શિબિરના બીજા દિવસે અલગ અલગ મુદ્દાઓ અને વિષયો ને લઈને ચિંતન કરવામાં આવી શકે છે. સરકારી સેવાઓમાં AI ના વિષય પર ચિંતન શિબિરના બીજા દિવસે મહત્વની ચર્ચાઓ પણ થવાની છે. સરકારી સેવાઓના સુધાર માટે AI અને ડેટા એનલિટિક્સ વિષય પર વિષય નિષ્ણાત વક્તવ્ય આપવાના છે.

રોજગારી તક સહિતના 4 વિષય પર કરવામાં આવશે ચર્ચા

નોંધનીય છે કે, ગુજરાતમાં વધુ રોજગારીની તકો ઉભી કરવી, ગ્રામીણ વિસ્તારોમાં આવક મા વધારો, સરકારી યોજનાઓમાં સંયુપ્તિ અને પ્રવાસનના વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સંસ્થાઓ યોગદાન જેવા અલગ અલગ 4 વિષય પર જૂથ ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ જૂથ દ્વારા કરવામાં આવેલ જૂથ ચર્ચામાં તારવવામાં આવેલ કી પોઇન્ટ (Key Point)નું પ્રેઝન્ટેશસન કરવામાં આવશે. રાત્રે તમામ મંત્રીઓ અને અધિકારીઓનું મુખ્યમંત્રી સાથે રાત્રિ ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: ગાદી માટે ઘમાસાણ! હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ: મહેશગીરી બાપુ

ઉદ્ઘાટન સત્ર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સંબોધન

મહત્વનું છે કે ચિંતન શિબિરના પહેલા દિવસે ઉદ્ઘાટન સત્ર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)એ સંબોધન કર્યું હતું. જેમાં તેમને અધિકારીઓને કટોર કરી કે લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન રહે તેવી પ્રશાસનિક સુશાસન વ્યવસ્થા રાજ્યમાં સુનિશ્ચિત કરવામાં આવે. મુખ્યમંત્રીએ અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકા પણાનો ભાવ દાખવવા ટકોર કરી હતી. આ સાથે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને મંત્રીઓને કહ્યું કે, આપણી પાસે કોઈ કામ માટે આવતી વ્યક્તિ કે સામાન્ય માનવીને સંતોષ થવો જોઈએ. અરજદારનું કામ ન થઈ શકે તેવું હોય તો પણ વિનમ્રતા-વિવેકથી ના કહી શકીએ તેવી કાર્યપદ્ધતિ આપણે ઊભી કરીએ.

આ પણ વાંચો: ગાડીમાં વ્હાઈટ પ્રોજેક્ટર લાઈટ લગાવી હોય તો ચેતી જજો! ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી

મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ હઢીયાએ કર્યું સંબોધન

પહેલા દિવસની વાત કરવામાં આવે તો, ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ હઢીયાનું એક કલાકનું સંબોધન યોજાયું હતું. કર્મયોગના મુળભૂત 6 સિદ્ધાંતોના વિષય પર હસમુખ હઢીયાનું વક્તવ્ય અને રમત ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવાના વિષય પર થશે જુથ થઈ હતી. જેમાં 45 મિનિટ સુધી રમત ગમત ક્ષેત્રના વિષય પર થશે અલગ અલગ ગ્રૂપ વચ્ચે જૂથ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Surat : ઘરમાં અચાનક લાગી આગ, હલનચલન ન કરી શકતી દિવ્યાંગ યુવતી ભડથું થઈ

Tags :
Advertisement

Trending News

.

×