ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તસ્કરોની દિવાળી ઃ પોરબંદરમાં વિધવા મહિલાના મકાનમાંથી ૧૯ લાખની ચોરી

અહેવાલ - કિશન ચૌહાણ  પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલા દેવદર્શન પાર્ક વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતા એક વિધવાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા, તા. ૮-૯ વચ્ચે બનેલા આ ચોરીના બનાવમાં મહિલાના ઘરમાંથી સાત લાખ રૂપીયા રોકડા અને સોના-ચાંદીના દાગીના સહિત...
06:53 PM Nov 11, 2023 IST | Harsh Bhatt

અહેવાલ - કિશન ચૌહાણ 

પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલા દેવદર્શન પાર્ક વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતા એક વિધવાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા, તા. ૮-૯ વચ્ચે બનેલા આ ચોરીના બનાવમાં મહિલાના ઘરમાંથી સાત લાખ રૂપીયા રોકડા અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. ૧૯ લાખની ચોરી થતા ચકચાર મચ્યો છે, તો પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ ચોરીનો બનાવ અંગે કાંતાબેન રમેશભાઈ કોટીયા નામના ૬૨ વર્ષીય વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેઓ પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલા દેવદર્શન પાર્કના ’માધવ' મકાનમાં એકલા ભાડેથી રહે છે. તેઓના પતિ રમેશભાઈ બાબુલાલ કોટીયાનું અઢી વર્ષ પૂર્વે અવસાન થયું છે. તા. ૮/૧૧/૨૦૨૩ના રોજ રાત્રીના અઢી વાગ્યે કાંતાબેન પોતાની દીકરી ક્રિષ્ના તથા જમાઈ વિનોદ મોતીવરસ અને તેની દીકરી આન્યા સાથે અમદાવાદ દવાખાનાના કામે વિનોદની ફોરવ્હીલ કારમાં ગયા હતા. ત્યાં દવાખાનાનું કામ પૂર્ણ કરી સાંજે ૧૦ વાગ્યાના અરસામાં તેઓ પોરબંદર પરત ફર્યા હતા અને પોતાની દીકરી ક્રિષ્નાના ઘરે પહોંચ્યા હતા. રાત્રીના સમયે ત્યાં જમી, એકાદ-બે કલાક રોકાયા હતા અને તા. ૯/૧૧ ના રાત્રીના એક વાગ્યે જમાઈ વિનોદ તેઓને દેવદર્શન પાર્કમાં મૂકવા આવ્યા હતા.

કાંતાબેન ઘરે પહોંચતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા ચક્કર આવી ગયા

કાંતાબેન પોતાની ડેલીનું તાળું ખોલી અંદર ઘરના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજાે ખૂલ્લો હતો, દરવાજે તાળું જાેવા ન મળ્યું હતું અને દરવાજાનો નકૂચો વળી ગયેલો હતો. ત્યારબાદ સાસુ-જમાઈએ ઘરમાં જઈને જાેતા કબાટ ખૂલ્લો જાેવા મળ્યો હતો અને નીચે વેર-વિખેર હાલતમાં સોનાના દાગીનાના ખાલી બોક્ષ પડેલા હતા. જેથી તેઓને મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતા વિનોદે ૧૦૦ નંબર પોલીસને ફોન કરતા પોલીસ થોડીવારમાં ત્યાં પહોંચી ગઈ હતી. ચોરી થઈ હોવાનું માલુમ પડતા કાંતાબેનને એકદમ ચક્કર આવવા લાગ્યા હતા અને તબિયત લથડી હતી.

ત્યારે તેઓ પોતાના જમાઈના ઘરે જતા રહ્યા હતા અને સવારે શ્રેય હોસ્પિટલ ખાતે પહોંચી કાંતાબેને પ્રાથમિક સારવાર લીધી હતી. ત્યારબાદ તેઓ પોતાના દીકરી-જમાઈ સાથે પોતાના ઘરે પહોંચ્યા હતા અને કબાટ ચેક કરતા, ચોરી થયેલી ચીજવસ્તુઓની ગણતરી કરતા સોના-ચાંદીના દાગીના તેમજ ૭ લાખ રૂપીયા રોકડા સહિત કુલ રૂા. ૧૯,૫૨,૦૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. તેઓને પોતાના ઘરની આજુબાજુમાં રહેતા લોકોને ચોરી બાબતે પૂછતા તેઓએ ઘરમાં કોઈપણ વ્યક્તિને આવતા-જતા જાેયેલા ન હોવાનું જણાવ્યું હતું, ત્યારે કાંતાબેન સ્વસ્થ થયા બાદ ચોરી અંગે ફરિયાદ નોંધાવવા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

અજાણ્યા ચોર ઈસમ વિરુધ ફરિયાદ

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓની દીકરી ક્રિષ્ના પોરબંદરમાં જ સાસરે હોય અને પ્રસંગોપાત તેઓ કાંતાબેનના ઘરે તૈયાર થઈને જતી હોવાથી તેના દાગીના પણ કાંતાબેનને ત્યાં કબાટમાં રાખેલા હતા. તસ્કરોએ આ માતા-પુત્રીના કુલ ૪૦૬ ગ્રામ સોનાના દાગીના (કિં. રૂા. ૧૧,૭૭,૫૦૦), દીકરીના ચાંદીના વાસણો અને દાગીનાઓ (કિં. રૂા. ૭૪,૫૦૦) તથા રોકડા રૂપીયા સાત લાખ સહિત કુલ રૂા. ૧૯,૫૨,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુન્હો દાખલ કરી તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ક્યા-ક્યા સોના-ચાંદીના દાગીના, ચીજવસ્તુઓની થઈ ચોરી ?

પોરબંદરના દેવદર્શન પાર્કમાં રહેતા વિધવા મહિલા કાંતાબેનના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ તેઓના મકાનમાંથી દાગીના સહિત મુદ્દામાલનો સફાયો કરી દીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં કાંતાબેનના સોનાના દાગીનાઓમાં બે ચેઈન, કાનની બુટી, બે વીંટી, નાકનો દાણો, સોનાના બે જુના કટકાની ચોરી થઈ છે.

તો તેમની દીકરી ક્રિષ્નાબેનના સોનાના દાગીનાઓમાં બે સેટ, ૪ નંગ પાટલા, બે પેન્ડલ બુટી, ચેઈન, ૮ કાનની બુટી, વીંટી નંગ-૩, નજરીયા નંગ-૨, લક્કી નંગ-૨, નાના પાટલા નંગ-૨, ડેકીયા નંગ-૨, એક મંગલસુત્ર તથા એક મંગલસુત્ર બુટી સાથેની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દોઢ કિલોના ચાંદીના વાસણો જેમાં થાળી, વાટકો, ગ્લાસ, કરસો તથા ચમચી ઉપરાંત ચાંદીના સદરા-૩ જાેડી તેમજ ક્રિષ્નાબેનની પુત્રી આન્યાની પાંચ જાેડી ઝાંઝરી તેમજ સાત લાખ રૂપીયા રોકડા મળી કુલ રૂા. ૧૯,૫૨,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ દિવાળીના તહેવાર પૂર્વે જ ચોર ઈસમો મકાનમાં ચોરી કરી જતા, તેઓના ચોરાયેલા દાગીના સહિતનો મુદ્દામાલ પોલીસ પરત અપાવે તેવી આશા આ મહિલાનો પરિવાર સેવી રહ્યો છે.

આ પણ વાંચો -- KHODAL DHAM : દિવાળી પર્વને લઈ શ્રી ખોડલધામ મંદિરે રંગબેરંગી લાઈટોનો ઝગમગાટ

Tags :
19 lakhsCrimeFestivalGujarat PolicePorbandartheft
Next Article