ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જ્ઞાન સહાયક માટે આઘાતજનક સમાચાર, આવા સહાયકોને તત્કાલ છુટા કરવા માટે આદેશ

ગાંધીનગર :  જ્ઞાન સહાયકો મામલે ગુજરાત સરકારની નીતિ લાંબા સમયથી ચર્ચામાં રહી છે. જો કે આ તમામ વિવાદો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા વધારે એક વિવાદિત આદેશ કરવામાં આવ્યો છે. આ પરિપત્ર વાયરલ થતા અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ વહેતી થઇ...
09:44 PM Jul 31, 2024 IST | KRUTARTH JOSHI
Gyansahayak Gujarat

ગાંધીનગર :  જ્ઞાન સહાયકો મામલે ગુજરાત સરકારની નીતિ લાંબા સમયથી ચર્ચામાં રહી છે. જો કે આ તમામ વિવાદો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા વધારે એક વિવાદિત આદેશ કરવામાં આવ્યો છે. આ પરિપત્ર વાયરલ થતા અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ વહેતી થઇ છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકો અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકના કરાર રિન્યુ કરવા બાબતે પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જેટલી શિક્ષકની ઘટ હોય તેટલા જ જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા અને મંજૂર મહેકમ અનુસાર જ જ્ઞાન સહાયક રાખવા માટે જણાવાયું છે. બદલીઓ બાદ જો શિક્ષકની જગ્યા ભરાઇ ગઇ હોય તો તે જગ્યા પરથી જ્ઞાન સહાયકનો કરાર રિન્યુ ન કરવા માટે પરિપત્રમાં જણાવાયું છે. જગ્યા ભરાઇ ગઇ હોય તો જ્ઞાન સહાયકને છુટા કરી દેવા માટે જણાવવામાં આવ્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં ઉલ્લેખ છે કે, પ્રાથમિક શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકોની કરારની અવધિ 31-07-2024 ના રોજ પૂર્ણ થઇ રહી છે. જેથી જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા. જો કે કરાર રિન્યુ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવા સુચના આપવામાં આવી છે.

Tags :
Gujarat FirstGujarati Newsgyaan sahayakgyan sahayakgyan sahayak News
Next Article